ETV Bharat / state

Bipin Chaudhary Resignation: AAP પ્રદેશ જનરલ સેક્રેટરી બિપિન ચૌધરીએ પાર્ટીને કર્યા રામ રામ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 1:17 PM IST

AAP પ્રદેશ જનરલ સેક્રેટરી બિપિન ચૌધરીએ પાર્ટીને કર્યા રામ રામ
AAP પ્રદેશ જનરલ સેક્રેટરી બિપિન ચૌધરીએ પાર્ટીને કર્યા રામ રામ

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી બિપિન ચૌધરીએ રાજીનામું આપ્યું છે. આ સાથે બિપિન ચૌધરીએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું હતું.

Bipin Chaudhary Resignation

તાપી : લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. એક પછી એક ધારાસભ્યો સહિતના હોદ્દેદારો રાજીનામું આપી રહ્યા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ જનરલ સેક્રેટરી અને વ્યારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા બિપિન ચૌધરીએ રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્કોએ જોર પકડ્યું છે. બિપિન ચૌધરી હવે કયા પક્ષ સાથે જોડાશે તે અંગે તેઓએ કઈ પણ કહ્યું નથી.

બિપિન ચૌધરીનું રાજીનામું : તાપી જિલ્લાના બિપિન ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાં તાપી જિલ્લા પ્રમુખનું પદ સંભાળી ચૂક્યા છે. BJP માંથી રાજીનામું આપ્યા બાદ બિપિન ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને વ્યારા વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા, જ્યાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ તેઓ આપમાં ગુજરાત પ્રદેશ શિક્ષણ સેલના હોદ્દેદારની જવાબદારી નિભાવી રહ્યા હતા. આજે બિપિન ચૌધરીએ આપ પક્ષ સાથેની તમામ જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું છે.

પાર્ટી છોડવાનું કારણ કોંગ્રેસ સાથેનું ગઠબંધન તો ખરું જ સાથે જેના વિરોધમાં પ્રચાર કર્યો હવે તેને મદદ કરવાની થઈ. મારા અંતર આત્માથી અવાજ આવ્યો કે રાજીનામું આપી દેવું જોઈએ, તો મેં રાજીનામું આપી દીધું છે. -- બિપિન ચૌધરી (પૂર્વ તાપી જિલ્લા પ્રમુખ, AAP)

ચૌધરી સમાજમાં વર્ચસ્વ : બિપિન ચૌધરીના રાજીનામાથી બારડોલી બેઠક પર અસર થશે. બિપિન ચૌધરી બારડોલી બેઠક પરથી ચૌધરી સમાજમાં ખૂબ મોટું વર્ચસ્વ ધરાવે છે. તેઓ વ્યારા બેઠક પરથી આપ પક્ષમાં ચૂંટણી લડ્યા અને 47 હજારથી વધુ મત મળ્યા હતા. અચાનક આપેલા રાજીનામાંથી અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે. બીપીન ચૌધરીએ પ્રદેશ કક્ષાની ઢીલી નીતિ, આપ પાર્ટીનું કોંગ્રેસ સાથેનું ગઠબંધન સાથે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.

રાજીનામાનું કારણ શું ? આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ સાથે બિપિન ચૌધરીએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટીનો જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ અને 171 વ્યારા વિધાનસભાનો ઉમેદવાર હતો. પાર્ટી છોડવાનું કારણ કોંગ્રેસ સાથેનું ગઠબંધન તો ખરું જ સાથે જેના વિરોધમાં પ્રચાર કર્યો હવે તેને મદદ કરવાની થઈ, સાથે સાથે અમારા કાર્યકર્તાઓની ટીમ પૂછશે અને અત્યાર સુધીનું સંગઠન બનાવ્યું છે તેના પર પણ અસર થશે. મારા અંતર આત્માથી અવાજ આવ્યો કે રાજીનામું આપી દેવું જોઈએ, તો મેં રાજીનામું આપી દીધું છે.

  1. JP Nadda Resigns : જેપી નડ્ડાએ રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપ્યું, અહીં જાળવી બેઠક
  2. MLA Arjun Modhwadia: અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને કર્યુ અલવિદા, પક્ષ અને ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.