ETV Bharat / state

89 Years Old TT Player: જૂનાગઢમાં 89 વર્ષની વયે કલ્યાણભાઈ હુબલ રમે છે ટેબલ ટેનિસ, આ રમતથી જાળવે છે ફિટનેસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 2, 2024, 4:20 PM IST

જૂનાગઢના 89 વર્ષના કલ્યાણભાઈ હુબલ આજે પણ એકદમ સ્ફૂર્તિ સાથે ટેબલ ટેનિસ રમતા જોવા મળે છે. છેલ્લા 60 વર્ષથી ટેબલ ટેનિસ રમતા કલ્યાણભાઈ યુવાન ખેલાડીઓને આ રમતમાં આગળ આવવાની હાકલ પણ કરી રહ્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. 89 Years Old TT Player Junagadh Kalyanbhai Hubal 60 Years Table Tennis

જૂનાગઢમાં 89 વર્ષની વયે કલ્યાણભાઈ હુબલ રમે છે ટેબલ ટેનિસ
જૂનાગઢમાં 89 વર્ષની વયે કલ્યાણભાઈ હુબલ રમે છે ટેબલ ટેનિસ

જૂનાગઢમાં 89 વર્ષની વયે કલ્યાણભાઈ હુબલ રમે છે ટેબલ ટેનિસ

જૂનાગઢઃ સામાન્ય રીતે 89 વર્ષની ઉંમરે પહોંચેલો કોઈ પણ વ્યક્તિ શારીરિક રીતે અશક્ત કે દુબળો જોવા મળતો હોય છે. જો કે જૂનાગઢના કલ્યાણભાઈ હુબલ આજે 89 વર્ષે પણ યુવાનોને શરમ આવે તેવી સ્ફૂર્તિ સાથે ટેબલ ટેનિસ રમી રહ્યા છે. છેલ્લા 60 વર્ષથી રોજ ટેબલ ટેનિસમાં હાથ અજમાવતા કલ્યાણભાઈ હુબલ પોતાની તંદુરસ્તી આ રમત થી જાળવી રાખે છે. યુવાનોને પણ શરમાવે તે પ્રકારે ટેબલ ટેનિસ રમતા જોવા મળી રહ્યા છે કલ્યાણભાઈ.

આ રમતથી જાળવે છે ફિટનેસ
આ રમતથી જાળવે છે ફિટનેસ

રાજ્ય ચેમ્પિયન પવન દેત્રોજાનો પ્રતિભાવઃ જૂનાગઢનો પવન દેત્રોજા શાળા કક્ષાએ ટેબલ ટેનિસની સ્પર્ધામાં રાજ્યમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યા બાદ રાષ્ટ્રીય સ્તરે યોજાતી શાળા ખેલ મહાકુંભમાં ઈન્દોર ખાતે પ્રથમ ક્રમે વિજેતા બન્યો છે. તેણે જણાવ્યું કે, ટેબલ ટેનિસમાં ભવિષ્ય ખૂબ જ સારું છે. સરકારી સહાય મળી રહી છે પરંતુ ટેબલ ટેનિસના કોચિંગને લઈને વિશ્વસ્તરીય કોઈ વ્યવસ્થા થાય તો આવનારા દિવસોમાં ગુજરાત ના ટેબલ ટેનિસ પ્લેયર્સ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ સારો દેખાવ કરી શકે છે.

આ રમતથી જાળવે છે ફિટનેસ
આ રમતથી જાળવે છે ફિટનેસ

સ્થાનિક કક્ષાએ ટેબલ ટેનિસ સ્પર્ધાની માંગણીઃ સ્થાનિક કક્ષાએ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન થાય અને તેમાં યુવાન ખેલાડીઓ શાળા કક્ષાએથી જ સ્પર્ધામાં ભાગ લેતા થાય તો ટેબલ ટેનિસમાં પણ ગુજ્જુ યુવાનો ખૂબ સારો દેખાવ કરી શકે છે. ટેબલ ટેનિસ આંતરરાષ્ટ્રીય રમત છે. ઓલમ્પિકમાં પણ તેનો સમાવેશ થાય છે. જો સ્થાનિક સ્તરે તૈયાર થતા કલાકારોને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ અને માર્ગદર્શન મળે તો ગુજરાતનો કોઈ પણ ખેલાડી ટેબલ ટેનિસમાં ખૂબ ઉજ્જવળ દેખાવ કરી શકે તે માટે સમર્થ પણ જોવા મળે છે.

હું છેલ્લા 60 વર્ષથી ટેબલ ટેનિસ રમત રમું છું. મને 89 વર્ષ થયા છે. હું ટેબલ ટેનિસ રમીને શારીરિક તંદુરસ્તી જાળવું છું. આ રમતમાં યુવા ખેલાડીઓ આગળ વધે તેવું હું ઈચ્છું છું...કલ્યાણભાઈ હુબલ(89 વર્ષીય ટીટી પ્લેયર, જૂનાગઢ)

Sports Special: ડોક્ટરે કહ્યું,'ક્યારેય ટેબલ ટેનિસ નહીં રમી શકો', 21 વર્ષ બાદ કમબેક કરી 500થી વધુ મેડલ જીત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.