ETV Bharat / state

Bhavnagar Water supply : ભાવનગરમાં 4 દિવસ પાણી અનિયમિત રહેવાની જાહેરાત, જુઓ પ્રથમ દિવસની સ્થિતિ શું ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 14, 2024, 1:24 PM IST

ભાવનગરમાં 4 દિવસ પાણી અનિયમિત રહેવાની જાહેરાત
ભાવનગરમાં 4 દિવસ પાણી અનિયમિત રહેવાની જાહેરાત

ભાવનગર શહેરમાં ચાર દિવસ સુધી પાણી અનિયમિત રહેવાની સંભાવના છે. ભાવનગરની આશરે 7 લાખથી વધુની વસ્તીને મળતો પાણી પુરવઠો ચાર દિવસ સુધી અનિયમિત રહેવાની શક્યતા અંગે ભાવનગર મહાનગરપાલિકાએ જણાવ્યું છે. જોકે પ્રથમ દિવસે શું સ્થિતિ રહી જાણો

ભાવનગર : ભાવનગર શહેરમાં ચાર દિવસ માટે પાણી વિતરણ અનિયમિત રહેવાની સંભાવનાઓ ભાવનગર મનપા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગરમાં પાણી આપતી મહિપરી યોજનાના બોટાદના નાવડા નજીક આવેલા પંપિંગ સ્ટેશન પર કામગીરીને કારણે પાણી વિતરણ પર અસર થવાની સંભાવનાઓ રજૂ કરવામાં આવી છે. જોકે આ જાહેરાત બાદ પ્રથમ દિવસે શહેરીજનોને કોઈ ડિસ્ટર્બન્સ નડ્યું નથી...

ભાવનગરમાં પાણીની જરૂરીયાત : ભાવનગર મહાનગરપાલિકાએ ચાર દિવસ પાણી વિતરણ અંગે અનિયમિતતા દર્શાવી છે. પહેલા વાત કરીએ ભાવનગર શહેરમાં કુલ પાણીની જરૂરિયાત કેટલી રહે છે. વોટર વર્કસ અધિકારી ફાલ્ગુની શાહે જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં કુલ 170 એમએલડી પાણીની જરૂરિયાત છે. આ સંપૂર્ણ પાણી વિતરણ કરવા માટે પાણીના અલગ અલગ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. ભાવનગરના મુખ્ય ડેમ શેત્રુંજીમાંથી 85 MLD પાણી, બોરતળાવમાંથી 20 MLD પાણી અને અન્ય 70 MLD પાણી મહીપરી યોજનામાંથી લેવામાં આવે છે. આમ ભાવનગરની જનતાને રોજનું કુલ 170 MLD પાણી પૂરું પાડવામાં આવે છે.

વોટર સપ્લાયને અસર કેમ ? ભાવનગર શહેરના મહિપરીએજ યોજનાનું પાણી બોટાદમાં આવેલા નાવડા પંપીંગ સ્ટેશન પરથી પાઈપલાઈન મારફત મળી રહે છે. મહી પરિયોજના GWIL દ્વારા નાવડા પંપીંગ સ્ટેશન પર NC37 પ્રોજેક્ટની જરૂરી કામગીરી કરવાની હોવાને પગલે 13 માર્ચથી 26 માર્ચ સુધી પાણીના સ્તરમાં ફેરફાર હોઈ શકે છે. જેની અસર નાવડાથી B નેટવર્ક તથા D નેટવર્ક પાણી સપ્લાય ઉપર અંશત થવાની શક્યતા છે. કામગીરી દરમિયાન રો વોટરના પાણીના જથ્થાને વિપરીત અસર થવાની શક્યતા દર્શાવી છે. જેથી મહાનગરપાલિકાએ શહેરમાં પાણી વિતરણને પગલે અનિયમિતતા દર્શાવી છે.

પ્રથમ દિવસનો સ્થિતિ : નાવડા પંપિંગ સ્ટેશન પર હાથ ધરવામાં આવેલી કામગીરીને પગલે 13 માર્ચથી લઈને 16 સુધી ભાવનગર મનપાએ સાવચેતીના ભાગરૂપે પાણી વિતરણમાં અનિયમિત રહેવાનું જાહેર કરી દીધું છે. વોટર વર્કસ અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે આવી કોઈ અસર જોવા મળી નથી. જો કોઈ કામગીરી થશે અને પાણીનું સ્તર નીચું હશે તો તેમના તરફથી જાણ કરવામાં આવશે. પરંતુ હાલ પ્રથમ દિવસે તેવું કશું આવ્યું નથી. આથી પાણી વિતરણ નિયમિત રહ્યું છે. જોકે મોડી રાત સુધીમાં વધુ ખ્યાલ આવી શકે છે. પરંતુ પ્રજાને જાણમાં હોય તો લોકો પરેશાન થાય નહીં તે માટે પ્રજા જોગ જાણ કરવામાં આવી છે.

  1. Bhavnagar: પાણી છે, ટાંકી છે, નળ છે, યોજના સફળ છે, છતાં આજે નળમાં પાણી નથી...
  2. Bhavnagar News : ભાવનગર ઇકો બ્રિક્સ પાર્ક પ્રોજેકટ વિશ્વની યુનિવર્સિટીઓના મેગેઝીનમાં પહોંચ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.