ETV Bharat / state

Junagadh News: આજે રાષ્ટ્રીય મતદાર દિવસ છે, આપ જાણો છો માત્ર 1 મતદાર ધરાવતા મતદાન મથક વિશે?

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 25, 2024, 4:08 PM IST

25મી જાન્યુઆરી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવાય છે. ચૂંટણી પંચ, સરકાર અને સંસ્થાઓ દ્વારા આ દિવસે મતદાન જાગૃતિ માટે ખાસ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. આજના દિવસે આપ પણ જાણો કે ગુજરાતમાં માત્ર 1 મતદાર માટે ખાસ મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. 25 January National Voter Day 1 Voter Voting Booth Junagadh Kankai Banej Haridas Bapu

બાણેજ ધામના હરિદાસ બાપુ માટે મતદાન મથક તૈયાર કરાય છે

અગાઉ તેમના ગુરુ માટે પણ આ સુવિધા પૂરી પાડવામાં આવતી હતી

જૂનાગઢઃ આજે 25મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાર દિવસ. સમગ્ર દેશમાં આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. ચૂંટણી પંચ, સરકાર અને સંસ્થાઓ દ્વારા આ દિવસે મતદાન જાગૃતિ માટે ખાસ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

માત્ર 1 મતદાર માટે મતદાન મથકઃ છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢ લોકસભા બેઠક પર કનકાઈ બાણેજમાં માત્ર 1 મતદાર માટે આખું મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. આ એક માત્ર મતદાતા છે બાણેજ ધામના મહંત હરિદાસ બાપુ. લોકશાહીમાં એક મત પણ મૂલ્યવાન છે. તેથી ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાનના દિવસે બાણેજમાં 1 મત માટે મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. બાણેજ મતદાન મથક આજે સમગ્ર દેશમાં વિશિષ્ટ મતદાન મથક તરીકે પણ પ્રચલિત બની રહ્યું છે. કનકાઈ બાણેજ ધામના મહંત હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસે આખું મતદાન મથક ઊભું કરવામાં આવે છે. પાછલા ઘણા વર્ષોથી કનકાઈ બાણેજ મતદાન મથકમાં 100% મતદાન પણ નોંધાઈ રહ્યું છે. જે સમગ્ર ભારતમાં નોંધનીય છે. અગાઉ બાણેજ જગ્યાના મહંત સ્વ ભરતદાસ બાપુ માટે મતદાન મથક ઊભું થતું હતું. હવે તેના શિષ્ય હરિદાસ બાપુ માટે પણ આ જ પ્રકારે મતદાન મથક ઊભું થઈ રહ્યું છે.

અન્ય મતદાન મથક જેવી સુવિધાઓઃ સામાન્ય રીતે અન્ય મતદાન મથકો ઉભા કરાય છે બિલકુલ તેવી જ રીતે એક મત માટે પણ આખું મતદાન મથક ઊભું થાય છે જેમાં ઈવીએમ વીવીપેટ સહિત મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા 5 કર્મચારીઓ સવારના મતદાન શરૂ થવાથી લઈને મતદાન પૂર્ણ થવાના સમય સુધી સતત મતદાન મથકમાં જોવા મળે છે. સવારના સમયમાં મતદાન 100% પૂર્ણ થાય છે પરંતુ ચૂંટણી પંચના નિયમ અનુસાર મતદાનનો સમય પૂરો થાય ત્યાર બાદ ઈવીએમને સીલ કરવાનું હોય છે. જેથી સવારથી લઈને મતદાન પૂર્ણ થયા બાદ મતદાન મથક સતત કાર્યરત જોવા મળે છે. એક મતદાન મથક ઊભું કરવા પાછળ ચૂંટણીપંચને લાખો રૂપિયાનો ખર્ચ પણ થતો હોય છે પરંતુ આ ખર્ચ લોકશાહીને મજબૂત કરવા માટેના એક મત સામે ખૂબ જ ઓછો માનવામાં આવે છે.

રાષ્ટ્રીય મતદાર દિવસઃ આજે રાષ્ટ્રીય મતદાર દિવસ છે. લોકશાહીનું મહા પર્વ એટલે ચૂંટણી. ચૂંટણીમાં મતદારો મતદાન મથકો થકી મતદાન કરતા હોય છે. ચૂંટણી પંચ પણ કોઈ પણ મતદાર મતદાન વગર બાકી ન રહે તે માટે સજાગ હોય છે. ચૂંટણી પંચ દ્વારા પણ અવારનવાર મતદાન જાગૃતિને લઈને કાર્યક્રમો આપવામાં આવતા હોય છે.

  1. Ahmedabad News: આજે રાષ્ટ્રીય મતદાર દિવસ, ભાજપે યોજ્યું 'નમો નવ મતદાતા યુવા સંમેલન'
  2. Lok Sabha Elections 2024 : કમળ અમારો ઉમેદવાર છે, રાજકોટ બેઠક પાંચ લાખની લીડથી જીતીશું - સાંસદ મોહન કુંડારિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.