Lok Sabha Elections 2024 : કમળ અમારો ઉમેદવાર છે, રાજકોટ બેઠક પાંચ લાખની લીડથી જીતીશું  - સાંસદ મોહન કુંડારિયા

author img

By ETV Bharat Gujarati Desk

Published : Jan 23, 2024, 1:03 PM IST

Updated : Jan 23, 2024, 1:15 PM IST

સાંસદ મોહન કુંડારિયા

આગામી 2024 લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે રાજકોટમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મોહન કુંડારિયાએ લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો કરતા કહ્યું કે, રાજકોટ લોકસભા બેઠક 5 હજાર મતની લીડથી ભાજપ જીતશે. જુઓ ETV BHARAT સાથેની વિશેષ વાતચીતના કેટલાક અંશ...

ETV BHARAT સાથે સાંસદ મોહન કુંડારિયા

રાજકોટ : આગામી દિવસોમાં 2024 લોકસભા ચૂંટણી યોજાનાર છે. ભાજપના ચૂંટણી પ્રચાર અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વર્ચ્યુઅલી ગુજરાતની લોકસભા બેઠકના મધ્યસ્થ પ્રદેશ કાર્યાલયને ખુલ્લા મુક્યા હતા. રાજકોટ 10 લોકસભા બેઠકનું ભાજપ કાર્યાલય શહેરના 150 ફૂટ રિંગ રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક નિર્માણ કરવામાં આવ્યું છે. ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા સાંસદ મોહન કુંડારિયાએ ETV BHARAT સાથે વિશેષ વાતચીત કરી હતી.

ભાજપે કમર કસી : રાજકોટ લોકસભા મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રાજકોટના વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગાંધીનગર ખાતેથી 2024 લોકસભા ચૂંટણી માટેના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાના છે. રાજકોટમાં પણ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમજ કાર્યાલય ખાતે એકઠા થયેલા ભાજપના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

રાજકોટના સાંસદનો દાવો : સાંસદ મોહન કુંડારિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મને હાલ કમળની ટિકિટ મળી ગઈ છે. ત્યારે હાલ કમળનું કાર્યાલય ખુલતું હોય ત્યારે અમારા માટે કમળ જ ઉમેદવાર છે. આ વખતે રાજકોટ લોકસભા બેઠક 5 લાખ કરતાં વધુ લીડથી ભાજપ જીતશે. લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે શરૂ કરેલ રાજકોટ મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના નેતાઓ, ધારાસભ્યો, હોદ્દેદારો તેમજ રાજકોટ લોકસભા બેઠકના ક્લસ્ટર ઇન્ચાર્જ આર.સી ફળદુ સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભા ચૂંટણી પ્રચાર : આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. એવામાં હજુ પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દીવાલો પર ભાજપના ચિન્હ દોરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે રાજકોટ લોકસભા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. એવામાં ભાજપ દ્વારા અહીં કોઈ નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે કે નહીં તથા ઉમેદવાર કોણ હશે સહિતની ચર્ચાએ જોર પકડ્યું છે.

  1. JP Nadda In Gujarat: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં, અમિત શાહ પણ આજે અમદાવાદમાં
  2. Gujarat Police: રાજ્યમાં 5 IPS અધિકારીઓની હંગામી બઢતી, આ અધિકારીઓને મળ્યું પ્રમોશન
Last Updated :Jan 23, 2024, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.