ETV Bharat / sports

દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સનો 4 વિકેટથી વિજય, સેમ કરન અને લિવિંગસ્ટોનની શાનદાર બેટીંગ - DC Vs PBKS Live

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 3:25 PM IST

Updated : Mar 23, 2024, 7:30 PM IST

આજે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બીજી મેચ રમાઈ. જેમાં પંજાબ કિંગ્સનો 4 વિકેટથી વિજય થયો છે.

દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સનો 4 વિકેટથી વિજય
દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સનો 4 વિકેટથી વિજય

હૈદરાબાદ: IPL 2024ની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ. જેમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 174 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબ કિંગ્સે 19.2 ઓવરમાં 177 રન બનાવી દિલ્હી કેપિટલ્સને 4 વિકેટથી હરાવ્યું હતું. સેમ કરન અને લિવિંગસ્ટોન પંજાબ કિંગ્સની જીતના હીરો રહ્યા હતા. પંજાબ તરફથી સેમ કરને 47 બોલમાં 63 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટોને અણનમ 21 બોલમાં 38 રન બનાવ્યા હતા.

બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર: શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ પણ ઘરઆંગણે પોતાની પ્રથમ જીત નોંધાવવા માંગશે. ગયા વર્ષના ખરાબ પ્રદર્શનને ભૂલીને પંજાબ ફરી જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આઈપીએલમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 32 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમોએ 16-16 મેચ જીતી છે. પંજાબ સામે દિલ્હીનો સૌથી વધુ સ્કોર 231 રન છે અને તેનો સૌથી ઓછો સ્કોર 67 રન છે.

પંતની વાપસી: આજે દિલ્હી કેપિટલ્સ ટીમ અને ઋષભ પંત માટે આખરે એ દિવસ આવી ગયો છે, જ્યારે પંત ફરી એકવાર મેદાનમાં પોતાની તોફાની બેટિંગથી વિરોધી ટીમ માટે મુશ્કેલીનું કારણ બનશે. કાર અકસ્માત બાદ પંત લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર હતો. હવે 14 મહિના બાદ પંત ફરી મેદાનમાં પરત ફરી રહ્યો છે. પંતની વાપસી ટીમને મજબૂત બનાવશે.

બંન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન:

પંજાબ કિંગ્સ: શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, શશાંક સિંહ.

દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, શાઈ હોપ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), રિકી ભુઈ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા.

Last Updated :Mar 23, 2024, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.