ETV Bharat / politics

PM Modi Bihar: બિહારના ઔરંગાબાદમાં બોલ્યાં પીએમ મોદી, કહ્યું 'બિહારનો વિકાસ મોદીની ગેરંટી'

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 2, 2024, 5:06 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના પ્રવાસે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઔરંગાબાદમાં રૂ. 21,400 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.

બિહારના ઔરંગાબાદમાં પીએમ મોદીની જનસભા
બિહારના ઔરંગાબાદમાં પીએમ મોદીની જનસભા

ઔરંગાબાદઃ બિહારમાં NDAની સરકાર બન્યા બાદ PM મોદીની બિહારની આ પહેલી મુલાકાત છે. વડાપ્રધાન મોદીએ ઔરંગાબાદમાં જનસભાને સંબોધી હતી. કરોડોના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો. ગયા એરપોર્ટ પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાજ્યપાલ આર્લેકરે પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ બંને નેતાઓ ઔરંગાબાદ જવા રવાના થયા.

ઔરંગાબાદમાં પીએમ મોદીની જનસભા: બિહારના ઔરંગાબાદ પહોંચેલા PM મોદીએ અહીં એક વિશાળ જનસભાને સંબોધી હતી. ઔરંગાબાદમાં જનતાને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ હતું કે, ''બિહારનો વિકાસ, આ મોદીની ગેરંટી છે. બિહારમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા શાસન, આ મોદીની ગેરંટી છે. બિહારમાં બહેન-દીકરીઓને અધિકાર, આ છે મોદીની ગેરંટી. ત્રીજા કાર્યકાળમાં, અમારી સરકાર આ ગેરંટી પૂરી કરવા અને વિકસિત બિહાર બનાવવા માટે કામ કરવા માટે સંકલ્પબદ્ધ છે''.

વિકાસના પંથે બિહાર: પીએમ મોદીએ પોતાના ભાષણમાં વધુ કહ્યું કે, એક સમય હતો જ્યારે બિહારના લોકો પોતાનું ઘર છોડતા ડરતા હતા. આ તે સમયગાળો છે જ્યારે બિહારમાં પ્રવાસન ક્ષમતાનો વિકાસ થઈ રહ્યો છે. બિહારને વંદે ભારત અને અમૃત ભારત જેવી આધુનિક ટ્રેનો મળી છે. અમૃત સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યા છે.

પીએમ મોદીએ ઉમેર્યુ હતું કે, જ્યારે બિહારમાં પહેલાના જમાનો હતો ત્યારે રાજ્યને અશાંતિ, અસુરક્ષા અને આતંકની આગમાં ધકેલી દેવામાં આવ્યું હતું અને બિહારના યુવાનોએ રાજ્ય છોડીને હિજરત કરવી પડી હતી. જ્યારે બિહારમાં જૂના જમાના હતા. રાજ્યને અશાંતિ, અસુરક્ષા અને આતંકની આગમાં ધકેલી દેવામાં આવ્યું. બિહારના યુવાનોએ રાજ્ય છોડીને હિજરત કરવી પડી હતી.

  1. Legal Notice To Congress : વીડિયો ક્લિપ શેર કરવા બદલ નીતિન ગડકરીએ કોંગ્રેસને કાનૂની નોટિસ મોકલી, માફીની કરી માંગ
  2. Bharat Jodo Nyay Yatra in MP : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો મધ્યપ્રદેશનો એકેએક કાર્યક્રમ જાણો, કાલે કરશે પ્રવેશ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.