ETV Bharat / politics

ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીની કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ વચ્ચે ટક્કર, એક સમયે કોંગ્રેસનો અજેય ગઢ ગણાતા વિસ્તારમાં કોંગ્રેસની અસ્તિત્વ માટે લડત - Kheda Lok Sabha Seat

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 7:05 AM IST

Etv Bharat
Etv Bharat

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની ત્રીજી યાદીમાં ખેડા લોકસભા બેઠક માટે કાળુસિંહ ડાભીના નામની જાહેરાત કરવામાં આવી છે. કાળુસિંહ ડાભી કપડવંજના પૂર્વ ધારાસભ્ય છે. ભાજપના ક્ષત્રિય ઉમેદવાર સામે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

ખેડા: લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 11 ઉમેદવારો પણ સામેલ છે. ગુજરાતમાં આ પહેલા કોંગ્રેસના સાત ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે કોંગ્રેસે 26 માંથી કુલ 18 ઉમેદવારોના નામ સામે આવ્યા છે.

ખેડા બેઠક પર કાળુસિંહ ડાભી
ખેડા બેઠક પર કાળુસિંહ ડાભી

કોણ છે કાળુસિંહ ડાભી ?

ખેડા બેઠક પરથી 66 વર્ષીય કાળુસિંહ ડાભી લોકસભાની ચૂંટણી લડશે. વર્ષ 2017માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. 2022માં રાજેશ ઝાલા સામે તેમનો પરાજય થયો હતો. સરપંચથી શરૂયાત કર્યા બાદ વિધાનસભા સુધી કાળુસિંહ ડાભીએ સફર કરી છે. હવે ખેડા લોકસભામાં સાંસદ સભ્ય માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કાળુસિંહ ડાભીએ જવાબદારી નિભાવી છે. વર્ષ 1985થી ગ્રામ પંચાયતના સભ્યથી માંડીને એ બાદ સરપંચ એ પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ત્યારબાદ બે વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડ્યા છે.જેમાં એક વખત જીત મળી તો એક વખત હાર મળી હતી.

એક જમાનામાં ખેડા કોંગ્રેસનો ગઢ હતી

ખેડા લોકસભા બેઠક શરૂઆતથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં સતત કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે. વર્ષ 2014 થી અહીં ચૂંટણી ચિત્ર બદલાયું છે અને છેલ્લી બે ટર્મથી સતત ભાજપ જીતી રહી છે. 2014માં પરિવર્તન આવતા અહીં સતત પાંચ ટર્મથી જીતતા આવતા કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલ દેવુસિંહ ચૌહાણ સામે પરાજિત થયા હતા. તે બાદ 2019માં પણ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ જીત્યા હતા. જેમાં તેમની સરસાઈ પણ વધી હતી. ત્યારે અહીં હવે ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે. 2019માં પણ કાળું સિંહને ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસથી નારાજ થયા હતા. ત્યારે કોંગ્રેસે બિમલ શાહને ખેડાથી ટિકિટ આપી હતી. કાળુસિંહ ડાભી અને તેમના સમર્થકોએ નારાજ થઈને રાજીનામાં આપ્યા હતા. આ વખતે તેમની સંસદ જવાની મનોકામના પૂર્ણ થશે કે નહીં તે ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ જાણવા મળશે.

બેરોજગારી સહિતના પ્રશ્નોના નિકાલ માટે કામ કરીશ: કાળુસિંહ ડાભી

કાળુસિંહ ડાભીએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 2009માં નવા સીમાંકન થયા બાદ કપડવંજ લોકસભા ખેડા લોકસભામાં ભળી હતી. આ બાદ સતત કપડવંજને અન્યાય થઈ રહ્યો છે. પાયાના પ્રશ્નો હલ થતા નથી. ખાસ આ વખતે કોંગ્રેસ પક્ષે મને જે જવાબદારી સોંપી છે. તેમાં હું ખેડા લોકસભાના સૌ પ્રથમ તો યુવાનોના બેરોજગારીનો પ્રશ્ન અને ખાસ કરીને ખેડા તેમજ રઢુ ગામમાં જે કાળા પાણી આવે છે તેના નિકાલ માટે અને નડિયાદ મોડાસા રેલ્વે લાઈનનો જે પ્રશ્ન છે. જે તમામ પડતર પ્રશ્નો સાથે પ્રજા વચ્ચે જઈશું.

ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવાર

પરંપરાગત રીતે કોંગ્રેસનો અજેય ગઢ ગણાતા વિસ્તારમાં કોંગ્રેસ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે. ખેડા લોકસભા બેઠક પર ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે.ભાજપ દ્વારા દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાતા કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય ઉમેદવાર કાળુસિંહ ડાભીને મેદાનમાં ઉતરાતા ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવારનો મુકાબલો થશે.જો કે અહીં ભાજપ પહેલેથી જ ઘણી મજબૂત સ્થિતિમાં છે. ત્યારે કોંગ્રેસે તે જોઈ અહીં ક્ષત્રિય ઉમેદવારને ઉતારતા ક્ષત્રિય મતોનું વિભાજન થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ભાજપના ઉમેદવાર ત્રીજી વખત રિપીટ:

વર્ષ 2014માં ખેડા લોકસભા બેઠક ઉપર પ્રથમ વખત કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલને હરાવી દેવુસિંહ ચૌહાણે વિજય મેળવ્યો હતો. જે પરિવર્તન બાદ આ બેઠક પર ભાજપે કબજો જાળવી રાખ્યો છે. ત્યારબાદની 2019 ચૂંટણીમાં પણ ભાજપે દેવુસિંહમાં વિશ્વાસ મૂકી તેમને રીપીટ કરવામાં આવતા વધારે સરસાઈથી જીત મેળવી હતી. હાલ તેઓ કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન છે. હાલ ત્રીજી વખત સાંસદ દેવુસિંહ ચૌહાણને ખેડા લોકસભા બેઠક પરથી રિપીટ કરવામાં આવ્યા છે.

2 ટર્મથી સાંસદઃ દેવુસિંહ ચૌહાણ સતત 2 ટર્મથી ખેડા લોકસભા બેઠક જીતી રહ્યા છે.તેઓ ક્ષત્રિય ઉમેદવાર છે તેમજ જનતા વચ્ચે તેમની ખાસી લોકપ્રિયતા પણ જોવા મળી રહી છે.જનતાની વચ્ચે રહી કામ કરવા માટે જાણીતા છે.તેમને રિપીટ કરવામાં આવતા આ વખતે ભાજપ અહીં ભારે સરસાઈથી જીત મેળવશે તેમ માનવામાં આવી રહ્યુ છે.

  1. આણંદ લોકસભા બેઠક પર હવે પાટીદાર v/s ક્ષત્રિયની જંગ, અમિત ચાવડાને ટિકિટ મળતાં ભાજપના મિતેશ પટેલ સામે લડશે ચૂંટણી - Anand Lok Sabha Seat
  2. કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર, અમિત શાહ સામે સોનલ પટેલ, આણંદથી અમિત ચાવડા લડશે - lok sabha election 2024
  3. Kheda Lok Sabha Seat: સતત ત્રીજી વખત સાંસદ દેવુસિંહ ચૌહાણને ખેડા લોકસભા બેઠક પરથી રિપીટ કરાયા
  4. અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે જેની ઠુંમરને બનાવ્યા ઉમેદવાર, આવી છે રાજકીય-સામજીક કારકિર્દી... - lok sabha election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.