ETV Bharat / politics

Ahmedabad lok sabha seat: લોકસભાની ચૂંટણીને લઈને કેવી છે અમદાવાદ જિલ્લાની ચૂંટણી વ્યવસ્થા અને આયોજન, જાણો અહીં...

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 9:10 PM IST

Etઅમદાવાદ જિલ્લાની ચૂંટણી વ્યવસ્થા અને આયોજનv Bharat
અમદાવાદ જિલ્લાની ચૂંટણી વ્યવસ્થા અને આયોજન

૧૬, માર્ચના રોજ દેશભરમાં જાહેર થયેલી લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં ૭ મે નારોજ મતદાન થશે. શું છે અમદાવાદ જિલ્લાની ચૂંટણી વ્યવસ્થા અને આયોજન જાણીએ વિસ્તારથી અહીં...

અમદાવાદ જિલ્લા ક્લેક્ટરની પ્રેસ કોન્ફરન્સ

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતા લાગુ થઈ છે. અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે એ પ્રેસ કોન્ફરન્સ કરી જિલ્લામાં ચૂંટણી આયોજન અને મતદાર મથકો, મતદારોની સંખ્યા અને આચાર સંહિતા ભંગ અંગેની ફરિયાદ વિશે માહિતી આપી હતી. અમદાવાદ જિલ્લા અંતર્ગત પાંચ લોકસભા બેઠક આવે છે. જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર ની તમામ સાત વિધાન સભા બેઠક અમદાવાદ શહેર અંતર્ગત આવે છે.

અમદાવાદ જિલ્લામાં 5 લોકસભા બેઠકનો વિસ્તાર અસર કરે છે
અમદાવાદ જિલ્લામાં 5 લોકસભા બેઠકનો વિસ્તાર અસર કરે છે

અમદાવાદ જિલ્લાના મતદારોમાં ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા નવા નોંધાયેલા મતદારોની સંખ્યા 1,04,175 તો શતાયુ મતદારોની સંખ્યા 1,259 છે. અમદાવાદ જિલ્લા અંતર્ગત પાંચ પ્રકારના મતદાન કેન્દ્રો છે.

અમદાવાદ જિલ્લામાં કુલ મતદારો
અમદાવાદ જિલ્લામાં કુલ મતદારો

અમદાવાદ જિલ્લા અંતર્ગત કુલ 4,258 શહેરી મતદાન કેન્દ્રો અને કુલ 1,174 ગ્રામીણ મતદાન કેન્દ્રો સાથે જિલ્લા માં કુલ 5,432 મતદાન કેન્દ્રો છે.જે પૈકી 147 મતદાન કેન્દ્રો મહિલા સંચાલિત, 21 મતદાન કેન્દ્રો યુવાનો સંચાલિત તો 21 મોડેલ મતદાન કેન્દ્રો, 21 ઇકો ફ્રેન્ડલી મતદાન કેન્દ્રો નો સમાવેશ થાય છે.

અમદાવાદ જિલ્લા કલેકટરે ચૂંટણી આચાર સંહિતાના ભંગ અંગે ફરિયાદ કરવા 1950 હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

7 મે ના રોજ લોકસભાની ચૂંટણી ગુજરાત ખાતે યોજાશે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતા ભંગ અંગેની કોઈ પણ ફરિયાદ કરવા માટે 1950 અને 1800 233 1966 છે. આ કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રહેશે.સાથે VHA એપ થકી મતદાર સૂચિમાં નામ તપાસી શકાશે. cVIGIL એપ પર આચાર સહિતના ભંગની ફરિયાદ નોંધાવી શકશે. જ્યારે KYC અપ પર ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોની એફિડેવિટ મતદારો ચકાસી શકશે. ઉમેદવારો પોતાની એફિડેવિટ સુવિધા પોર્ટલ પર અપલોડ કરી શકશે. સાથે ઉમેદવારો સભા, રેલી, મોત નગ અંગે ની પરમિશન પણ SUVIDHA PORTAL પર થી મેળવી શકશે.

મતદાન મથકે વ્હીલ ચેર પણ વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ રહેશે. અમદાવાદ જિલ્લામાં તંત્રને પ્રાપ્ત આચાર સહિતા સહિત કોઈ પણ ફરિયાદનો 100 મિનિટમાં નિકાલ કરાશે. ખાસ વાત એ છે કે આ વખતે ચૂંટણી પંચે 85 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારોને ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા પણ ગોઠવી છે.

  1. Gujarat assembly bypoll: ગુજરાતમાં 7મે એ 5 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી, 4 જૂને પરિણામ
  2. Loksabha Election 2024: ગુજરાતની 26 લોકસભા બેઠકનું મતદાન 3જા તબક્કામાં થશે, ચૂંટણી પંચે કુલ 7 તબક્કા જાહેર કર્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.