ETV Bharat / politics

રૂપાલા મામલે રાજસ્થાનના પૂર્વ સીએમ ગહેલોતની માર્મિક ટકોર, કહ્યું કોઈની લાગણી દુભાય તેવા શબ્દો ન કહેવા જોઈએ - Ex CM Ashok Gehlot at gujarat

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 7, 2024, 5:30 PM IST

રાજસ્થાનના પૂર્વ સીએમ ગહેલોત
રાજસ્થાનના પૂર્વ સીએમ ગહેલોત

રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ગેહલોત આજે અમદાવાદના મહેમાન બન્યા હતા, અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા ગહેલોતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી હતી અને માર્મિક ટકોર કરી હતી.

રાજસ્થાનના પૂર્વ સીએમ ગહેલોતની માર્મિક ટકો

અમદાવાદ: રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રઘાન અશોક ગેહલોત આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર જ્યારે તેમનું આગમન થયું ત્યારે કોંગ્રેસ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથે વાતચીત દરમિયાન અશોક ગેહલોતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જણાવ્યું હતું કે,આવું કહેવું તો યોગ્ય નથી, કોઈની લાગણી દુભાય તેવા શબ્દો ન કહેવા જોઈએ.

દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરોધમાં ચાલી રહેલા આંદોલન વિશે અશોક ગહલોતને પૂછવામાં આવ્યું તો તેમણે આ બાબતે ખાસ ટિપ્પણી ન કરતા ફક્ત એટલું જણાવ્યું હતું કે, કોઈ પણ નેતાએ કોઈપણ સમાજને અથવા કોઈપણ વ્યક્તિની ભાવનાઓને હાનિ પહોંચે તેવી ટિપ્પણી ન કરવી જોઈએ. આટલું કહીને આ મુદ્દાને ટાળી દીધો હતો. તથા ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે પણ ટિપ્પણી કરતા કહ્યું કે આ ભારતીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની પણ ભૂમિકા છે. જે ફક્ત ભારતનું જ નહીં પરંતુ દુનિયાનો સૌથી મોટું કૌભાંડ છે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાત પ્રવાસ દરમિયાન અશોક ગેહલોત આવતીકાલે 8 એપ્રિલે બનાસકાંઠાના ડીસાની પણ મુલાકાત લેવાના છે તેમજ અમદાવાદમાં વસતા રાજસ્થાનની સમાજના લોકો સાથે પણ સંવાદ કરવાના છે.

  1. ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવા રાજ શેખાવતની હાકલ, કહ્યું - જેને જે ભાષામાં જોઈએ એ ભાષામાં જવાબ આપીશું - Raj Shekhavat on Rupala Statement
  2. પરસોતમ રૂપાલાને હટાવો, શંકરસિંહ વાઘેલાએ આપ્યું અલ્ટિમેટમ - Parshottam Rupala Controversy
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.