ETV Bharat / politics

જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દરરોજ જોવા મળે છે પીળા કલરના કુર્તામાં, જાણો શું છે માન્યતા ? - CONGRESS CANDIDATE HIRABHAI

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 3:26 PM IST

જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પીળા રંગના કુર્તા માં સતત જોવા મળે છે તેઓએ જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવો પીળો રંગ વૈચારિક અને માનસિક શાંતિ માટે પણ ખૂબ જ મહત્વનો છે જેથી તેઓ એક માત્ર પીળા રંગનો કુર્તા પહેરીને સતત જોવા મળે છે.

જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા
જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા

પીળા કલરના કુર્તામાં જોવા મળતા હિરાભાઈ જોટવાએ જણાવ્યું રહસ્ય

જુનાગઢ:જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પીળા રંગના કુર્તા માં સતત જોવા મળે છે, આજે તેમણે તેમના પીળા રંગના કુર્તા પરથી પડદો ઉંચક્યો છે ભગવાન શ્રીકૃષ્ણને પીળો રંગ પ્રિય હોવાને નાતે તેમજ પીળો રંગ તેમને વૈચારિક શક્તિ આપે છે તે માટે તેઓ સતત અને એકમાત્ર પીળા રંગના કુર્તામાં જોવા મળે છે.

જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા
જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા

ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવો પીળો રંગ:જુનાગઢ લોકસભા બેઠક પરથી જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પાછલા ઘણા વર્ષોથી એકમાત્ર પીળા રંગના કુર્તામાં સતત નજરે પડે છે, કેશોદ વિધાનસભાની ચૂંટણી લડેલા હીરાભાઈ જોટવા ચૂંટણી દરમિયાન અને દૈનિક જીવનમાં પણ પીળા રંગનો કુર્તા પરિધાન કરીને સતત જોવા મળે છે. ત્યારે આજે કોડીનાર આવેલા હીરાભાઈ જોટવા એ પીળા રંગના કુર્તાને લઈને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો, અને જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવો પીળો રંગ વૈચારિક અને માનસિક શાંતિ માટે પણ ખૂબ જ મહત્વનો છે, જેથી તેઓ એક માત્ર પીળા રંગનો કુર્તા પહેરેલા સતત જોવા મળે છે.

જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા
જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા

હકારાત્મક માનસિકતામાં વધારો થાય છે: ભગવાન શ્રીકૃષ્ણને પણ પીળો રંગ ખૂબ જ પસંદ હતો. પીળા રંગને કલ્યાણકારી રંગ તરીકે પણ ઓળખવામાં આવે છે પીળા રંગ પર કોઈ ખરાબ નજર અસર નથી કરતી આવું પણ ખૂબ જ દ્રઢતા સાથે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા માની રહ્યા છે, હકારાત્મક માનસિકતામાં વધારો થાય છે જેને લઈને કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં એકદમ શાંતિથી અને સુલેહથી કામ કરવાની હિંમત અને મનોબળ પ્રાપ્ત થાય છે. જેથી તેઓ સતત એકમાત્ર પીળા કલરનો કુર્તો પહેરેલા જોવા મળે છે, પીળો રંગ આજે પણ તેમને માનસિક શાંતિની સાથે મજબૂત મનોબળ આપે છે જેથી તેઓ આજીવન પીળા રંગનો કુર્તા પહેરીને જ જીવન સફર પૂર્ણ કરશે.

  1. કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાએ કરી સીધી વાત, કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને જુનાગઢના મતદારો નકારશે - Los Sabha Election 2024
  2. જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાએ શરુ કર્યો પ્રચાર, સોમનાથ મહાદેવના લીધાં આશીર્વાદ - Junagadh Lok Sabha Seat
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.