ETV Bharat / politics

Nitish kumar meet Pm modi: નીતીશ કુમાર દિલ્હી દરબારમાં, 5 મહિના બાદ PM મોદી સાથે કરશે મુલાકાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 10:56 AM IST

બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર આજે દિલ્હી દરબારમાં હાજરી આપી રહ્યાં છે, નીતીશ કુમાર આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. બિહારમાં સત્તા પરિવર્તન બાદ જે રાજકીય સ્થિતિ બની છે, તેમાં એનડીએ સરકાર પરેશાનીઓથી ઘેરાયેલી નજરે પડી રહી છે, માનવામાં આવી રહ્યું છે કે, ગઠબંધનના સભ્ય હોવાના નાતે સીએમ ભાજપ નેતાઓ સાથે સલાહ-સૂચન લેવા માટે દિલ્હી જઈ રહ્યાં છે. Nitish Kumar On Delhi Visit

નીતીશ કુમાર દિલ્હી દરબારમાં
નીતીશ કુમાર દિલ્હી દરબારમાં

પટના: બિહારમાં એનડીએ સરકારની આગામી 12 ફેબ્રુઆરી 2024ના રોજ ફ્લોર ટેસ્ટ થવા જઈ રહી છે. ફ્લોર ટેસ્ટ પહેલાં જ નીતીશ કુમાર દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરવા જઈ રહ્યાં છે. નીતીશની અચાનક દિલ્હી જવાને લઈને અનેક રાજકીય અટકળો પણ લગાવવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જે નીતીશ કુમાર ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં સામેલ થવા માટે દિલ્હી તરફ દોટ મુકતા હતા. ત્યારે હવે બિહારમાં નીતીશે પોતાનું પલડુ બદલી નાખ્યું છે અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવા જઈ રહ્યાં છે. વિશેષજ્ઞો માની રહ્યા છે કે, નીતીશ કુમાર ઈન્ડિયા ગઠબંધનના સાથી રહેવાના કારણે પરેશાન છે તેથી ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પીએમ મોદી પાસેથી આ પરેશાનીઓ સામે લડવાના ઉપાય અને નવી રણનીતિ ઘડવા માટેનું માર્ગદર્શન લેવા જઈ રહ્યાં છે.

12મી ફેબ્રુઆરીએ નીતિશ સરકારનો ફ્લોર ટેસ્ટઃ 28મી જાન્યુઆરીએ નીતિશ કુમારે પલડુ બદલીને ભાજપ સાથે મળીને બિહારમાં એનડીએની સરકાર બનાવી. હવે 12મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે. બીજી તરફ હજુ સુધી વિધાનસભા અધ્યક્ષે પણ રાજીનામું આપ્યું નથી. નીતીશ કુમારે પણ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવો પડશે. આ બધાની વચ્ચે નીતીશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી જઈ રહ્યા છે. આ કાર્યક્રમ અચાનક કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ નીતીશ કુમાર મુલાકાતે કરશે.

દિલ્હી દરબારમાં નીતીશ: નીતીશ કુમારના અચાનક દિલ્હીના કાર્યક્રમને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે નીતીશ કુમાર બિહારમાં પોતાની બહુમતી સાબિત કરવા માટે કોઈને કોઈ રીતે ચિંતિત છે. રાજકીય નિષ્ણાત પ્રોફેસર અજય ઝા પણ કહે છે કે "નીતીશ કુમાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથેની તેમની બેઠકમાં, માત્ર જેપી નડ્ડા સાથે ફ્લોર ટેસ્ટ અંગે ચર્ચા કરશે નહીં પરંતુ જો કોઈ અસ્વસ્થતાની સ્થિતિ ઊભી થશે તો આગળ શું કરવું તે અંગે પણ ચર્ચા કરશે." તેના પર પણ વ્યૂહરચના તૈયાર કરવાનું માર્ગદર્શન મેળવશે.

બિહારમાં નીતિશને સતાવી રહ્યો છે ડર ? : ભાજપ અને જેડીયુના મંત્રીઓ અને નેતાઓ સતત કહી રહ્યા છે કે બહુમતી મેળવવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ તેજસ્વી યાદવે જે રીતે નિવેદન આપ્યું હતું કે બિહાર મે ખેલા હોગા' આરજેડીનો ઈશારો હજુ પણ તે દિશામાં કંઈક એવી રીતે છે. RJDના વરિષ્ઠ નેતા ઉદય નારાયણ ચૌધરી કહે છે, "આગળ-આગળ જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે." નીતિશ કુમારની દિલ્હી મુલાકાત પર, RJDના મુખ્ય પ્રવક્તા શક્તિ યાદવ કહે છે, "તમે ગમે ત્યાં જાઓ, આજે બિહારમાં દરેક ધારાસભ્ય અસુરક્ષિત અને અસ્વસ્થતા અનુભવે છે

  1. Bihar Floor Test: ઝારખંડ બાદ હવે બિહારના કૉંગ્રેસી ધારાસભ્યોને ધાક ધમકીનો ડર
  2. Bihar Political Crisis: નીતીશ કુમારે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું, બિહારમાં હવે નીતીશની નવી સરકાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.