ETV Bharat / politics

Bhavnagar Lok Sabha Seat: ભાજપે પીઢ પૂર્વ મેયર અને કોળી સમાજના મહિલા અગ્રણી નિમુબેન બાંભણીયાને આપી ટિકિટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 14, 2024, 7:00 AM IST

ભાવનગરની બેઠક ઉપર ઘણા સમયથી ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં નહીં આવ્યા હોવાથી અનેક ચર્ચાઓ જાગી હતી. પરંતુ ભાજપે બીજી યાદીમાં નીમુબેન બાંભણિયાને જાહેર કરી દેતા આ સમગ્ર ચર્ચા ઉપર પૂર્ણ વિરામ લાગી ગયો છે. નિમુબેન બાંભણીયા ભાજપના મહિલા અગ્રણી નેતા છે અને પીઢ મહિલા નેતામાંના એક છે. ત્યારે જાણીએ નિમુબેન બાંભણીયા વિશે.

Bhavnagar Lok Sabha Seat:
Bhavnagar Lok Sabha Seat:

ભાવનગર: ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદીમાં ભાવનગરની બેઠક ઉપર નિમુબેન બાંભણિયા ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. ભાજપ સાથે છેલ્લા 25 વર્ષથી જોડાયેલા અને બે ટર્મ પૂર્વ મેયર તરીકે પણ રહી ચૂકેલા નિમુબેન બાંભણિયા કોળી સમાજમાંથી આવે છે. આમ જોઈએ તો નિમુબેન સ્વભાવના સરળ અને શાંત છે. શિક્ષિત હોવાને પગલે સાંસદ તરીકેની ચૂંટણી તેમના માટે ખૂબ જ મહત્વની બની રહેશે. જોઈએ તેમની જીવન સફર ચાલો

Bhavnagar Lok Sabha Seat
Bhavnagar Lok Sabha Seat

રાજકીય કારર્કિદીની શરૂઆત:

નિમુબેન B.SC, B.ED અને શિક્ષક રહી ચૂક્યા છે. નિમુબેન તળપદા કોળી જ્ઞાતિમાંથી આવે છે અને હાલ ભાવનગરના 150 ફૂટ રીંગ રોડ ઉપર પોતાના પરિવાર સાથે રહે છે. જો કે તેમને ભાજપમાં 2004 થી જોડાયા હતા. નિમુબેન બાંભણિયા નગરસેવક તરીકે ત્રણ ટર્મ રહ્યા છે. 2005 થી 2020 સુધી અને સૌથી વધુ મતની લીડથી તેઓ ઘોઘા સર્કલ વોર્ડમાં જીત મેળવેલી છે. મેયર તરીકે તેમને બે ટર્મ 2015 થી 2018 અને 2009 થી 2010 રહી ચૂક્યા છે. ડિરેક્ટર તરીકે તેઓ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 2011થી 2016 રહ્યા હતા.

Bhavnagar Lok Sabha Seat
Bhavnagar Lok Sabha Seat

સંગઠનમાં જવાબદારીઓ અને પ્રભારી તરીકે:

ભાજપ સાથે જોડાયેલા નિમુબેન બાંભણિયા 2011થી 2013 ગુજરાત પ્રદેશમાં ઉપપ્રમુખ તરીકે રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત પ્રદેશ મહિલા મોરચામાં 2013 થી 20021 ઉપપ્રમુખ પદે રહ્યા હતા. ભાવનગર શહેર મહિલા મોરચામાં તેઓ 2009 થી 2011 પ્રમુખ તરીકે રહ્યા. જ્યારે 2008 થી 2010 ભાવનગર શહેર સંગઠનમાં પણ ઉપપ્રમુખ તરીકે રહ્યા હતા.

2011થી 2013 અમરેલી જિલ્લામાં, 2013 થી 2019 સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા મોરચાના પ્રભારી રહ્યા હતા. ભાવનગર શહેર મહિલા મોરચામાં 2019 થી 2020, સુરેન્દ્રનગર જિલ્લામાં 2021 થી 2023 અને જુનાગઢ શહેરમાં 2023 થી તેઓ પ્રભારી તરીકે રહ્યા છે. હાલ જૂનાગઢ શહેર પ્રભારી તરીકે પક્ષ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે તે કામ કરી રહ્યા છે.

Bhavnagar Lok Sabha Seat
Bhavnagar Lok Sabha Seat

નિરીક્ષક તરીકે નિમુબેન:

નિમુબેન નિરીક્ષક પદે પણ રહ્યા છે. નિમુબેનને રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, વિધાનસભા સામાન્ય ચૂંટણી સુરેન્દ્રનગર, જુનાગઢ જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી, રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી, વિધાનસભા સામાન્ય ચૂંટણી 2017 લોકસભા સુરેન્દ્રનગર,લોકસભા 2019 અમરેલી બેઠક, રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી અને 2022 ગાંધીનગર જિલ્લો વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં નિરીક્ષક તરીકે પણ રહ્યા છે.

Bhavnagar Lok Sabha Seat
Bhavnagar Lok Sabha Seat

NGO અને મંડળોમાં જોડાયેલા:

નિમુબેન બાંભણિયા અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીમાં સભ્ય, રાષ્ટ્રીય મહિલા મોરચા મહામંત્રી તરીકે 2022થી છે. સમસ્ત કોળી સમાજ સેવા મંડળ પારુલ સોસાયટીમાં ઉપપ્રમુખ છેલ્લા 20 વર્ષથી હોવાને પગલે સમૂહ લગ્નનું આયોજન કરે છે. ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠનમાં સભ્ય છે. જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલમાં (JCI) તેઓ 2007 થી 9000 ચેરપર્સન રહ્યા હતા. રેડ ક્રોસ સોસાયટીમાં પણ તેઓ સભ્ય છે. જોબ કે મહિલાઓને સશક્ત જાગૃત અને શિક્ષિત તેમજ નીડર બનાવવા આયોજન કરવા, મહિલા આરોગ્ય કેમ્પ દ્વારા મહિલાઓની સાર સંભાળ રાખવી, મેડિકલ કેમ્પોનું આયોજન કરવું, દીકરીઓના લગ્ન ખર્ચ વધારે ન થાય તેવા હેતુથી સમુહ લગ્નનો આયોજન કરવું તેમજ અન્ય બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ અને દીકરી ભણાવવાની જવાબદારી સાંભળેલી છે. દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે દિશામાં નિષ્ઠાપૂર્વક કામ પણ તેઓ કરી રહ્યા છે.

  1. Valsad Lok Sabha Seat: વલસાડ બેઠક પર યુવા આદિવાસી નેતાઓ મેદાને, કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ વચ્ચે ટક્કર
  2. Banaskantha Loksabha Seat: બનાસકાંઠા લોકસભા બેઠક પર રસાકસીનો જંગ, રેખાબેન ચૌધરી V/S બનાસની બેન ગેનીબેન
  3. Porbandar Lok Sabha Seat: પોરબંદર લોકસભા બેઠક પર માંડવિયા અને લલિત વસોયા વચ્ચે જામશે જંગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.