ETV Bharat / politics

Ahmedabad East Lok Sabha Seat: અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ અને રોહત ગુપ્તા વચ્ચે થશે સીધા મુકાબલો

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 14, 2024, 7:59 AM IST

અમદાવાદ પૂર્વમાં બે વખત તેઓ સાંસદ રહી ચૂકેલા હસમુખ પટેલને ફરી ભાજપ દ્વારા રિપિટ કરાયા છે. જેઓ કોંગ્રેસનના રોહત ગુપ્તા સામે ચૂંટણી લડશે.

Ahmedabad East Lok Sabha Seat
Ahmedabad East Lok Sabha Seat

અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા 195 અને કોંગ્રેસ દ્વારા 82 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે. ભાજપે લોકસભાના 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 7 બેઠકાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. સાત પૈકી બે ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે પાંચ સીટ પરથી નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપિટ કરવામાં આવ્યા છે.

હસમુખ પટેલ અમરાઇવાડીથી 2 વાર ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. 11-11-1960 ના રોજ જન્મેલા હસમુખ કડવા પટેલ સમાજમાંથી આવે છે. તેઓ એએમસીમાં 2 ટર્મ કોર્પોરેટર પણ રહ્યા છે. એસ્ટેટ કમીટી અને વોટર સપ્લાય કમીટી ચેરમેન તરીકે કાર્યરત હતા. છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં ફરજ બજાવે છે. આ પહેલા બે વખત તેઓ સાંસદ રહી ચૂક્યા છે.

હસમુખભાઇ અને કોંગ્રેસના રોહન ગુપ્તા વચ્ચે સીધો મુકાબલો

લોકસભા 2024ની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે યુવા ચહેરો અને એઆઇસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાને ચૂંટણી લડાવવાનું નક્કી કરાયું છે. પુત્ર રોહન ગુપ્તા પૂર્વ સંસદીય સચિવ રાજકુમાર ગુપ્તાના પુત્ર છે. તો ભાજપે આ બેઠક પર હસમુખ પટેલને રિપીટ કર્યા છે. હસમુખ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2012 અને 2017માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી સતત બે વખત ચૂંટાઈને ધારાસભ્ય રહી ચૂક્યા છે.

અમદાવાદ પૂર્વમાં કોંગ્રસની ઉત્તર ભારતીય મતદારો પર મહદઅંશે પકડ

48 વર્ષીય રોહન ગુપ્તા કોંગ્રેસનો જાણીતો ચહેરો છે. તમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયા હેડ તરીકેની જવાબદારી નીભાવી છે તેમજ આઇટી સેલના અધ્યક્ષ તરીકેનો પણ સારો એવો અનુભવ છે. બાદમાં ભાજપ સાથે સાંઠગાંઠ અંગે વિવાદ થયો હતો. તેમના પિતા રાજકુમાર ગુપ્તા પણ કોંગ્રેસના નેતા હતા. રોહનને ટીવી ડિબેટમાં કોંગ્રેસનો પક્ષ રજૂ કરતા અનેકવાર જોઇ શકાયા છે.

અમદાવાદ પૂર્વમાં હિન્દીભાષી મતદારો પર કોંગ્રેસની મહદઅંશે હજી પકડ છે. તેથી, કોંગ્રેસ પાસે કોઇ મજબુત પાટીદાર ચહેરો ન હોવાથી ઉત્તર ભારતીય પર દાવ લગાડ્યો છે. પૂર્વમાં કોંગ્રેસનો મજબુત ચહેરો અમરાઇવાડીના પૂર્વ ધરમેન્દ્ર પટેલ હતા. તેમણે તાજેતરમાં કોંગ્રેસને રામરામ કરીને ભાજપનો દામન પકડી લીધો છે. તેથી, કોંગ્રેસે રોહન પર દાવ અજમાવ્યો છે.

2009માં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ લોકસભાની બે બેઠકો થઈ હતી. પશ્ચિમની બેઠક એસસી માટે અનામત છે. અગાઉ ગુજરાતના ઈતિહાસમાં કોંગ્રેસે કુલ ચાર વખત ચૂંટણી જીતી હતી. જેમાં હરુભાઈ મહેતા, અહેસાન જાફરી, મગન બારોટ અને ઈન્દુલાલ યાજ્ઞિકનો સમાવેશ થાય છે. 2002 કોમી રમખાણોમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરીની હત્યા કરાઈ હતી. 2019ની ચૂંટણીમાં લોકસભાની અમદાવાદ પૂર્વની બેઠકમાં પણ ભાજપે જવલંત વિજય મેળવ્યો હતો. ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે કુલ 6,47,395 મત મેળવ્યા હતા. તેઓએ તેમના કોંગ્રેસના હરિફ ઉમેદવાર ગીતાબહેન પટેલને 3,67,477 મતોની જંગી સરસાઇથી પરાજય આપ્યો હતો. ગીતાબહેનને 2,79,919 મત મળ્યા હતા.

અમદાવાદ પૂર્વ બેઠક મીની ઇન્ડિયા સમાન:
અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. આ બેઠક વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, દહેગામ તથા ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો વિસ્તારને આવરી લે છે. અમદાવાદ પશ્રિમથી એકદમ અલગ પ્રકારની બેઠક એટલે અમદાવાદ પૂર્વ. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમંડના વેપારીઓનો બહોળો વર્ગ વસે છે. એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી. અહીં તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો આ વિસ્તારમાં રહે છે.

  1. Surat Lok Sabha Seat: સુરત લોકસભા બેઠક પર દર્શના જરદોશની ટિકિટ કાપનાર કોણ છે મુકેશ દલાલ ? જાણો
  2. Valsad Lok Sabha Seat: વલસાડ બેઠક પર યુવા આદિવાસી નેતાઓ મેદાને, કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ વચ્ચે ટક્કર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.