ETV Bharat / opinion

શું અમેરિકાએ પાકિસ્તાન સાથેના સંબધો સુધારવા તેની નીતિ બદલી છે? વાંચો તાર્કિક વિશ્લેષણ - US Pakistan Relations

author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 6:00 AM IST

તાજેતરમાં પાકિસ્તાન પ્રત્યે યુએસ પ્રમુખ બાઈડેનના વલણમાં પરિવર્તન જોવા મળ્યું હતું. શું અમેરિકાનો ઈરાદો સુરક્ષા ક્ષેત્રે પાકિસ્તાન સાથેના તેના સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો છે? અમેરિકાનું આ વલણ પાકિસ્તાનમાં ચૂંટણી અને માર્ચ 2024માં પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા શાહબાઝ શરીફ સાથે ગઠબંધન સરકાર બન્યા પછી જોવા મળતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. US Pakistan Relations US Policy Change Joe Biden Iran Security Metrics

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

હૈદરાબાદઃ દાયકાઓથી પાકિસ્તાને યુએસ ડીફેન્સ મેટ્રિક્સમાં ખાસ કરીને અફઘાનિસ્તાનમાં યુએસ/નાટોના હિતમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું હતું. 15મી ઓગસ્ટ 2021ના રોજ અફઘાનિસ્તાનમાંથી યુ.એસ.એ.ની સેનાના પરત જવાથી તાલિબાનની સત્તાનું પુનરાગમન થયું. આ સાથે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ. અફઘાનિસ્તાનમાંથી અપમાનજનક પીછેહઠને કારણે જો બાઈડેનની લોકપ્રિયતા પર અસર પડી હતી.

પ્રમુખ બાઈડેને પાકિસ્તાની નેતૃત્વ તત્કાલીન વડા પ્રધાન ઈમરાન ખાન અથવા શાહબાઝ શરીફ સાથેની વાતચીતમાં આ મુદ્દે કોઈ ચર્ચા કરી નહીં. બાઈડેને પાકિસ્તાનના યુએસએ સાથેના સંબંધોમાં ભૌગોલિક-અર્થશાસ્ત્રને ફરીથી સેટ કરવાની ઈમરાન ખાનની ઇચ્છાનો જવાબ આપવાનું ટાળ્યું હતું. ઓક્ટોબર 2022માં બાઈડેને પાકિસ્તાનને "સૌથી ખતરનાક રાષ્ટ્રોમાંનું એક" ગણાવ્યું અને તેના પરમાણુ સુરક્ષા પ્રોટોકોલ પર સવાલ પણ ઉઠાવ્યા હતા.

દરમિયાન પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સરહદો પર તણાવ વધી રહ્યો હતો. અફઘાનિસ્તાનના તાલિબાન દ્વારા પાકિસ્તાન વિરોધી આતંકવાદી સંગઠન TTPના કથિત સમર્થનનો અર્થ એ થયો કે યુએસએના ઈશારે તાલિબાનને પ્રભાવિત કરવાની પાકિસ્તાનની ક્ષમતા ઓછી થઈ ગઈ હતી.

2021માં અફઘાનિસ્તાનમાં પરાજિત થયા પછી પાકિસ્તાને યુએસના પરિપ્રેક્ષ્યમાં આ ક્ષેત્રમાં તેનું વ્યૂહાત્મક મહત્વ ગુમાવ્યું. ઉલ્લેખનીય છે કે યુએસ ડ્યુઅલ ટ્રેક પોલિસીના ભાગ રૂપે, જ્યારે બાયડેને પાકિસ્તાની નેતૃત્વને ઠંડા કલેજે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભવિષ્ય માટે દરવાજા ખુલ્લા રાખવાનું નક્કી કર્યુ.

બાઈડેનના વલણમાં પ્રથમ નોંધપાત્ર પરિવર્તન ત્યારે જોવા મળ્યું જ્યારે તેમણે માર્ચ 24ની શરૂઆતમાં વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ સમારોહના અઠવાડિયામાં નવા ચૂંટાયેલા વડાપ્રધાન નવાઝ શરીફને વ્યક્તિગત પત્ર લખ્યો હતો. જેમાં ફરી એકવાર સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો. બાઈડેને જણાવ્યું હતું કે, અમારા અને વિશ્વભરના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમારા રાષ્ટ્રો વચ્ચેની સ્થાયી ભાગીદારી મહત્વપૂર્ણ છે. યુનાઈટેડ સ્ટેટ્સ આ સમયના સૌથી વધુ તણાવયુક્ત વૈશ્વિક અને પ્રાદેશિક પડકારોનો સામનો કરવા માટે પાકિસ્તાનની સાથે ઊભું રહેશે. આરોગ્ય સુરક્ષા, શિક્ષણ, પર્યાવરણ વગેરે સંદર્ભો પણ આપવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના નેતૃત્વ પ્રત્યે બાઈડેનનો ઝુકાવ 2024માં તેમની 4 વર્ષની મુદતના અંતે જોવા મળ્યો છે. અહીં અગત્યનું છે કે આ પત્રની પૃષ્ઠભૂમિમાં ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ રહ્યો છે અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના બગડતા સંબંધો મધ્ય-પૂર્વમાં મોટા સંઘર્ષની ચીમકી સમાન છે. યુએસની ધારણા અનુસાર ખાસ કરીને ઈરાન સાથે પાકિસ્તાનની વધતી નિકટતાના સંદર્ભમાં તે ઉપયોગી થઈ શકે તેમ છે. રસપ્રદ વાત એ છે કે ઈરાની રાષ્ટ્રપતિની પાકિસ્તાનની મુલાકાત ઈરાનના ઈઝરાયેલ પર સીધા હુમલા બાદ થઈ હતી. ફેબ્રુઆરી 2024ની સંસદીય ચૂંટણીઓ પછી આ કોઈ રાજ્યના વડાની પાકિસ્તાનની પ્રથમ મુલાકાત હતી. બંને પક્ષોએ પાકિસ્તાનની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપ લાઈન પૂર્ણ કરવા પર ચર્ચા કરી હતી. પાકિસ્તાન માટે ઈરાન સાથે દોસ્તી ઊર્જાપૂર્તિ માટે મહત્વપૂર્ણ છે.

ટૂંકમાં પાકિસ્તાન યુએસ ડીફેન્સ મેટ્રિક્સમાં ધીમે ધીમે તેનું વ્યૂહાત્મક મહત્વ પાછું મેળવી રહ્યું છે. યુએસ આ વખતે મધ્ય- પૂર્વમાં પોતાના હિતોની સુરક્ષા અને ઈરાનને પ્રભાવિત કરવા માટે પાકિસ્તાન પર વિશ્વાસ મુકી રહ્યું છે. અમેરિકા પોતાના અને ઈઝરાયેલના કટ્ટર વિરોધી ઈરાનના પ્રભાવિત ક્ષેત્રમાં પાકિસ્તાનને નબળું પડતું જોવાનું પસંદ કરશે નહીં.

ઈરાની રાષ્ટ્રપતિની પાકિસ્તાનની મુલાકાત પછી તરત જ એપ્રિલ-24ની શરૂઆતમાં યુએસ સહાયક વિદેશ મંત્રીની ઈસ્લામાબાદની મુલાકાતને પણ નોંધનીય ગણી શકાય. જેમાં સુરક્ષા સિવાયના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાન સાથે બિન-પરંપરાગત ક્ષેત્રોમાં નવેસરથી વ્યૂહાત્મક જોડાણ અને સહકારને મજબૂત કરવામાં અમેરિકા કેટલું આગળ વધશે તે જોવું રહ્યું.

  1. પાકિસ્તાનની રાજદ્વારી કસોટી, અમેરિકા અને ચીન સાથે નાતો નિભાવવા સંતુલન કેવી રીતે રાખવું? - US PAK TIES
  2. અમેરિકા સમગ્ર મધ્યપૂર્વમાં વધતા તણાવને રોકવા માટે કરે છે કામ, બિડેને ઇઝરાયલને સંયમ દાખવવા કર્યુ દબાણ - ESCALATION ACROSS THE MIDEAST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.