ETV Bharat / opinion

NATOના 75 વર્ષ: રશિયા-યુક્રેન યુદ્ધ સંકટમાંથી શું કોઈ બોધપાઠ શીખ્યા? - SEVENTY FIVE YEARS OF NATO

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 8, 2024, 8:30 AM IST

SEVENTY FIVE YEARS OF NATO
SEVENTY FIVE YEARS OF NATO

NATOએ તેના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. બ્રસેલ્સમાં તેની વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી, જેમાં તમામ 32 સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ભેગા થયા હતા. આ કોન્ફરન્સ એવા સમયે થઈ છે જ્યારે વિશ્વ રશિયા-યુક્રેન યુદ્ધ સંકટનો સામનો કરી રહ્યું છે. વાંચો પૂર્વ રાજદૂત જિતેન્દ્ર કુમાર ત્રિપાઠીનું વિશ્લેષણ

હૈદરાબાદ: North Atlantic Treaty Organization (NATO) એ 4 એપ્રિલના રોજ બ્રુસેલ્સમાં તેના મુખ્યમથક ખાતે તેની 75મી વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવી. આ ઇવેન્ટમાં 32 સભ્ય દેશોના વિદેશ પ્રધાનો એકસાથે એકઠા થયા, જે એટલાન્ટિકની બંને બાજુએ લગભગ એક અબજની વસ્તીને આવરી લે છે. નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલટેનબર્ગે વખાણ કરતાં કહ્યું કે, 'સંસ્થા પહેલા કરતાં વધુ મોટી, મજબૂત અને વધુ એકજૂટ બની છે. જે તેના ગંભીર વાયદાઓને કારણે શક્ય બન્યું છે..' આ પ્રસંગ માટે બ્રુસેલ્સમાં સ્મારકોને શણગારવામાં આવ્યા હતા, જેમાં પ્રખ્યાત 'મૈનકેન પિસ' પ્રતિમાને પણ આ દિવસ માટે ખાસ નાટો પોશાક પહેરવવામાં આવ્યો.

NATOની સદસ્યતા અને ઉદ્દેશ્યો: NATOની સ્થાપના બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, આઇસલેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ નામના બાર દેશો દ્વારા 4 એપ્રિલ, 1949 ના રોજ વોશિંગ્ટન ડીસીમાં હસ્તાક્ષરિત એક સંધિ દ્વારા કરવામાં આવી હતી.

સંસ્થાએ પાછળથી 2022 સુધીમાં વધુ અઢાર સભ્યો ઉમેર્યા. તેમાંથી ગ્રીસ, તુર્કી, જર્મની (FRG) અને સ્પેન પશ્ચિમ યુરોપના હતા, બાકીના 14 પૂર્વ યુરોપના હતા. આ રીતે રશિયા દ્વારા નિયમિતપણે વ્યક્ત કરવામાં આવતી ચિંતાઓને અવગણીને સમગ્ર પૂર્વ યુરોપને આવરી લેવામાં આવ્યું. ફિનલેન્ડ (2023) અને સ્વીડન (2024) નાટોના નવા સભ્યો છે. જેનાથી તેના સભ્યોની સંખ્યા 32 થઈ ગઈ છે.

નાટોના જાહેર કરાયેલા મૂળભૂત કાર્યો તેના ચાર્ટર મુજબ સુરક્ષા, પરામર્શ, નિવારણ અને રક્ષણ હતા. તેમણે કહ્યું કે યુરો-એટલાન્ટિક ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા વધારવા માટે સંકટ સમયનું યોગ્ય વ્યવસ્થાપન અને ભાગીદારી પણ જરૂરી છે. NATOના મુખ્ય મૂલ્યો લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાનું શાસન છે. તેની પણ ચાર શાખાઓ છે.

  • ઉત્તર એટલાન્ટિક કાઉન્સિલ એ સર્વોચ્ચ સંસ્થા છે જે નાટોના સભ્ય દેશોના રાજદૂતો દ્વારા રજૂ થાય છે અને સર્વસંમતિથી નિર્ણયો લે છે.
  • લશ્કરી કમાન્ડ, જે ઓપરેશનલ હેતુઓ માટે સહયોગી કમાન્ડ છે.
  • એકીકૃત લશ્કરી દળ જેમાં સભ્ય દેશોના સૈનિકોનો સમાવેશ થાય છે. જેમણે 20 મોટા લશ્કરી સંઘર્ષો સહિત 200 લશ્કરી સંઘર્ષોમાં ભાગ લીધો છે.
  • યુએનઓના એસ.જી. ની જેમ મહાસચિવ

તેમાં કોઈ શંકા નથી કે શીત યુદ્ધની ઉંચાઈ દરમિયાન રચાયેલ NATO, શીત યુદ્ધના સમગ્ર સમયગાળા દરમિયાન વોર્સો સંધિના દેશોથી તેના સભ્યોના હિતોનું રક્ષણ કરવામાં સક્ષમ હતું. NATOની સ્થાપના તેના સભ્યોને 'એટલાન્ટિક અને યુરોપીયન દેશો પરના સંભવિત સોવિયેત હુમલા સામે' બચાવવા માટે કરવામાં આવી હતી. NATOની સામૂહિક શક્તિ તેમજ પરમાણુ પ્રતિરોધકના કારણે ક્યુબા સંકટ હોવા છતાં તણાવને યુદ્ધ સુધી વધવા ન દીધો. આમ, નાટોએ સફળતાપૂર્વક ખાતરી કરી કે સમગ્ર સોવિયેત સમયગાળા દરમિયાન યુદ્ધ ફાટી ન જાય.

જો કે, સોવિયત સિસ્ટમના પતનને કારણે શીત યુદ્ધના અંતમાં NATO માટે પરિસ્થિતિ બદલાઈ. હવે, વિશ્વ એકધ્રુવીય બની ગઈ છે અને અમેરિકાના નેતૃત્વમાં કોઈ દેશ NATOને પડકારવાની સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં, NATO ચાલુ રાખવાનું કોઈ કારણ નથી, તેથી તેને નાબૂદ કરવું જોઈએ. પણ એવું બિલકુલ ન થયું!

NATO ચાર્ટરની પ્રસ્તાવના જણાવે છે કે સભ્ય રાષ્ટ્રો 'ઉત્તર એટલાન્ટિક ક્ષેત્રમાં સ્થિરતા અને કલ્યાણને પ્રોત્સાહન આપવાની ઈચ્છા ધરાવે છે', આમ NATO નો કાર્યક્ષેત્ર માત્ર ઉત્તર એટલાન્ટિક પ્રદેશ પૂરતો મર્યાદિત છે. જો કે, પૂર્વમાં રશિયાના દરવાજા પર ઉતરવાના સંગઠનના પ્રયાસો પ્રસ્તાવનાને નકારે છે.

વધુમાં, નાટો ચાર્ટરની કલમ 1 મુજબ, 'પક્ષો કોઈપણ આંતરરાષ્ટ્રીય વિવાદ કે જેમાં તેઓ સામેલ થઈ શકે છે અને શાંતિપૂર્ણ માધ્યમથી સમાધાન કરવા માટેની ખાતરી આપે છે, જેથી આંતરરાષ્ટ્રીય શાંતિ, સુરક્ષા અને ન્યાય જોખમમાં ન આવે. પોતાના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ સાથે અસંગત કોઈપણ રીતે ધમકી અથવા બળના ઉપયોગથી દૂર રહેવું જોઈએ.'

પરંતુ નાટોએ તેનાથી વિપરીત કર્યું!

ઇરાક, લિબિયા, સીરિયા અને અફઘાનિસ્તાન તેના જ્વલંત ઉદાહરણો છે, જ્યાં યુએસની આગેવાની હેઠળના NATOએ તેના કોઈપણ સભ્યોની સુરક્ષા માટે કોઈ ખતરો ન હોવા છતાં યુએન ચાર્ટરનું ઘોર ઉલ્લંઘન કરીને શાંતિના નામે યુદ્ધ ચલાવ્યું. પરંતુ NATOનું સૌથી મોટું દુ:સાહસ તેના પૂર્વ તરફના વિસ્તરણમાં સામે આવ્યું, જ્યારે રશિયાને ખાતરી આપવામાં આવી હતી કે નાટો એકીકૃત જર્મનીથી આગળ પૂર્વ તરફ વિસ્તરણ કરશે નહીં.

9 ફેબ્રુઆરી, 1990 ના રોજ તત્કાલીન અમેરિકાના વિદેશમંત્રી જેમ્સ બેકર અને રશિયન પ્રમુખ એડુઆર્ડ શેવર્નડજે વચ્ચે બેઠક થઈ હતી. જેમાં અવર્ગીકૃત વિદેશ વિભાગના સત્તાવાર એકાઉન્ટ મુજબ પૂર્વને ખાતરી આપવામાં આવી હતી કે 'અમેરિકનો સમજે છે કે, માત્ર સોવિયત સંઘ માટે જ નહીં પરંતુ અન્ય યુરોપીયન દેશો માટે પણ, બાંયધરી હોવી મહત્વપૂર્ણ છે કે જો યુનાઇટેડ સ્ટેટ્સ જર્મનીમાં તેની હાજરી નાટોના માળખામાં રાખે છે, તો નાટોના વર્તમાન લશ્કરી અધિકારક્ષેત્રનો એક ઇંચ પણ પૂર્વ દિશામાં ફેલાશે નહીં. જોકે બાદમાં બેકરે આમાંથી પીછેહઠ કરી હતી, પરંતુ રશિયામાં તત્કાલીન યુએસ એમ્બેસેડરે ખાતરીની સચ્ચાઈને ફરીથી સમર્થન આપ્યું હતું.

વધુમાં, 17 મે 1990ના રોજ, નાટોના તત્કાલિન મહાસચિવ મેનફ્રેડ વોર્નરે બ્રુસેલ્સમાં કહ્યું હતું કે, 'અમે જર્મન પ્રદેશની બહાર નાટો દળોને તૈનાત ન કરવા તૈયાર છીએ તે હકીકત સોવિયેત યુનિયનને મજબૂત સુરક્ષા ગેરંટી આપે છે.' 2007 માં તેમના મ્યુનિક સંબોધનમાં, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને ખાસ કરીને વર્નરના નિવેદનનો ઉલ્લેખ કર્યો અને પૂછ્યું, 'ગેેરંટી ક્યાં છે?'

આમ, રશિયાના વાંધાઓ છતાં, નાટોએ પૂર્વ તરફ વિસ્તરણ કરવાનું ચાલુ રાખ્યું અને જ્યારે વિસ્તરણ તેના પૂર્વ પાડોશી યુક્રેન સુધી પહોંચ્યું, ત્યારે રશિયાએ જવાબ આપવો પડ્યો. હવે નાટો તેના સૌથી મોટા દુઃસાહસથી પીડાઈ રહ્યું છે કારણ કે રશિયા-યુક્રેન સંઘર્ષનો કોઈ ઉકેલ નથી.

નિષ્કર્ષ એ છે કે શીત યુદ્ધ 1.0 દરમિયાન નાટો સફળ રહ્યું હોવા છતાં, તે યુએન ચાર્ટરના ઘોર ઉલ્લંઘનમાં લશ્કરી કાર્યવાહી કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયું હતું. જો નાટોએ હવે યુક્રેન કટોકટીમાંથી કોઈ પાઠ ન શીખ્યો હોય, તો તેણે યુનાઇટેડ સ્ટેટ્સની પહેલેથી જ ઘટી રહેલી શક્તિ અને પ્રતિષ્ઠાને જોતાં તેની આ બાબત વધુ સારી રીતે શીખવી પડશે.

  1. ઊંડા સમુદ્રમાં ખાણકામ પ્રવૃત્તિઓ માટે મંજૂરી આપવામાં ઉતાવળ કેમ ન કરવી જોઇએ ? - Deep Sea Mining
  2. આરોગ્ય શિક્ષણને પ્રાધાન્ય આપતી શાળા, તંદુરસ્ત ભવિષ્યનું મહત્વનું કદમ - Schooling For Health
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.