ETV Bharat / opinion

Imeec: ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર (imeec)ની ભૌગોલિક રાજકીય અને આર્થિક અસરો - એક તાર્કિક વિષ્લેષણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 4:11 PM IST

1 ફેબ્રુઆરી, 2024ના રોજ ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ દ્વારા ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (India-Middle East-Europe Economic Corridor-IMEEC) સંદર્ભે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ભારતીય ઉપખંડ, મધ્ય પૂર્વીય દેશો અને યુરોપ વચ્ચે સેંકડો વર્ષોથી ચાલતા ઐતિહાસિક વેપાર માર્ગ અનુરુપ અને અનુકૂળ નિર્ણયો લેવાયા હતા. IMEECની ભૌગોલિક રાજકીય અને આર્થિક અસરો વાંચો પર ડૉ. રવેલ્લા ભાનુ કૃષ્ણ કિરણનું એક તાર્કિક વિષ્લેષણ India Middle East Europe Economic Corridor IMEEC Dr. Ravella Bhanu Krishna Kiran India Europe

IMEECની ભૌગોલિક રાજકીય અને આર્થિક અસરો
IMEECની ભૌગોલિક રાજકીય અને આર્થિક અસરો

હૈદરાબાદઃ ગાઝામાં સંઘર્ષ અને રેડ સી જેવા બંને ઈશ્યૂ ચિંતાજનક હોવા છતાં વડાપ્રધાન મોદી અને યુનાઈટેડ આરબ એમિરેટ્સના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પ્રોજેક્ટ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો. તેનું મુખ્ય કારણ એ છે કે આ કોરિડોર એક આર્થિક અને વ્યૂહાત્મક ગેમ ચેન્જર છે. જેનો ઉદ્દેશ્ય શિપિંગ ડિલે, એડિશનલ કોસ્ટ અને ફ્યૂએલ તેમજ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડવું. આ ઉપરાંત માલસામાનના પરિવહનને વેગ આપી, આ ક્ષેત્રમાં ચીનના પ્રભાવનો સામનો કરી રોજગારીની તકો વધારવાના કારણનો પણ સમાવેશ થાય છે.

વર્તમાનમાં ભારત અને યુરોપ વચ્ચેનો મોટાભાગનો વેપાર ઈજિપ્ત દ્વારા નિયંત્રિત સૂએઝ કેનાલ જેવા દરિયાઈ માર્ગે થાય છે. 4,800 કિમી લાંબા IMEEC એ મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ કોરિડોરનું ઉદાહરણ છે. ભારતના પશ્ચિમ કિનારાને UAE સાથે દરિયાઈ માર્ગને આ IMEEC જોડે છે. આ અરબી દ્વીપકલ્પને ઓળંગીને હાઈફા બંદર સુધીનો રેલ માર્ગ છે. હાઈફાથી માલસામાનને પીરિયસના ગ્રીક બંદર દ્વારા અને ફરીથી દરિયાઈ માર્ગે યુરોપ લઈ જવામાં આવશે.

ભારતીય બંદરો મુન્દ્રા, કંડલા અને મુંબઈ તેમજ યુએઈના ફુજૈરાહ, જેબેલ અલી, અબુ ધાબી, સાઉદી અરેબિયાના દમ્મામ અને રાસ અલ ખૈર બંદરો, ઈઝરાયેલના હાઈફા અને ફ્રાન્સના માર્સેલી બંદરો, ઈટાલીના મેસિના અને ગ્રીસના પિરાયસ બંદરો સાથે જોડાશે.

IMEEC પ્રોજેક્ટ ભારતને પશ્ચિમ એશિયા અને યુરોપ સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે. જે પાકિસ્તાન દ્વારા ઈરાન અને પશ્ચિમ એશિયામાં ઓવરલેન્ડ એક્સેસના અભાવને કારણે અગાઉ શક્ય નહોતું. ભારતને મધ્ય પૂર્વ અને યુરોપ સાથે કનેક્ટિવિટીના અનુસંધાનમાં ઈસ્લામાબાદ અને તેહરાનની આસપાસ રસ્તો શોધવાની મંજૂરી આ IMEEC પ્રોજેક્ટ આપે છે. ભારતને UAE, સાઉદી અરેબિયા, જોર્ડન, ઈઝરાયેલ અને ગ્રીસને ઈટાલી, ફ્રાન્સ, જર્મની સુધી પહોંચવા માટે માલની નિકાસ અને આયાત કરવાની સુવિધા આ પ્રોજેક્ટને લીધે મળી રહેશે. ભારતમાંથી યુરોપમાં માલસામાનના ટ્રાન્સપોર્ટેશનનો સમય અને ખર્ચ અનુક્રમે 40% અને 30% ઘટશે. મોટાભાગની એન્જિનિયરિંગ નિકાસ મધ્ય પૂર્વ અને યુરોપમાં મોકલવામાં આવે છે તે જોતાં IMEEC પ્રોજેક્ટને લીધે આ નિકાસમાં વધારો થશે. તેમજ IMEEC દ્વારા મધ્ય પૂર્વ અને યુરોપમાં ભારતના IT સંસાધનોની નિકાસને સરળ બનાવવાની મોટી તક રહેલી છે.

IMEEC પહેલ સામે આર્થિક અને ભૌગોલિક રાજકીય અવરોધોનો પડકાર છે. સહભાગી દેશોએ નાણાકીય પ્રતિબદ્ધતાઓ જાહેર કરી નથી અને ભંડોળ પૂરું કરવાની યોજના વિશે કંઈ ખાસ માહિતી નથી. કેટલાક મીડિયા અહેવાલોના અનુમાન અનુસાર પોર્ટ કનેક્શન અને રેલવે વગેરેના વિકાસ માટે $8-20 બિલિયનની જરૂર પડશે. પ્રથમ એમઓયુમાં આ પ્રોજેક્ટના ખર્ચનો ઉલ્લેખ નથી. તેમજ ભાગીદારો વચ્ચે નાણાકીય બોજ કેવી રીતે વહેંચવામાં આવશે તેની કોઈ માહિતી નથી. માત્ર, સાઉદી ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાને પહેલમાં 20 અબજ ડોલરનું રોકાણ કરવાની ખાતરી આપી હતી.

IMEEC પર ભારત અને UAE વચ્ચેના કરારમાં વોલેટાઈલ જીયોપોલિટિકલ સીનારિયો સામે આવ્યો છે. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધે ઈઝરાયેલને આરબ રાષ્ટ્રો સાથે સાંકળવાની યુએસ યોજનાને ખોરવી નાખી છે. હકીકતમાં, સમગ્ર પ્રોજેક્ટ સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો પર આધારિત હતો, ઈઝરાયેલ અને કેટલાક આરબ રાજ્યો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટે ઓગસ્ટ 2020માં હસ્તાક્ષર કરાયેલ અબ્રાહમ એકોર્ડ્સનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ઈઝરાયેલ સાથે રેલ લિંકને જોડવાથી સાઉદી અરેબિયા સાથેના સંબંધો પર આધાર રાખી શકાય છે. દરમિયાન, IMEEC માં 2 મુખ્ય ખેલાડીઓ, સાઉદી અરેબિયા અને UAE, યમન ગૃહ યુદ્ધ પર વધુને વધુ મતભેદો છે. તદુપરાંત, IMEEC ઈરાન દ્વારા નિયંત્રિત હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થશે. જે તેના ભૌગોલિક રાજકીય અને આર્થિક હિતોને પહોંચી વળવા દબાણના સાધન તરીકે સ્ટ્રેટનો ઉપયોગ કરી રહ્યું છે. આવા પરિબળો પ્રોજેક્ટને અવરોધે છે. વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયા અને યુએસના સમર્થન દ્વારા પરિણામલક્ષી પહેલ કરવી પડશે.

IMEECને ચાઈનીઝ બેલ્ટ રોડ ઈનિશિએટિવ (BRI)ના કાઉન્ટર તરીકે જોવામાં આવે, પણ IMEECના અંદાજિત માર્ગ પર ચીન પહેલેથી જ નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. UAE BRI નું સક્રિય ભાગીદાર અને BRICS+ના સભ્ય અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં સહભાગી છે. 2023માં ઓઈલ સિવાયના વેપારમાં ચીન UAEનું અગ્રણી વૈશ્વિક વેપાર ભાગીદાર છે. ત્યારબાદ ભારત ચીન અને UAE વચ્ચેના ઊંડા આર્થિક સંબંધો દર્શાવે છે. ચીને પહેલાથી જ દેશભરમાં એતિહાદ રેલ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. જે મુખ્ય ઔદ્યોગિક પાયા, લોજિસ્ટિક હબ અને UAEના મહત્વપૂર્ણ બંદરોને જોડે છે.

મધ્ય પૂર્વના આંતરરાષ્ટ્રીય વ્યૂહરચનાકારોનું માનવું છે કે IMEEC એ તેમના ભૌગોલિક મહત્વને કારણે ઓમાન તુર્કી અને ઈરાકનો સમાવેશ કરવો જોઈએ. મસ્કત યુએઈ ઉપરાંત સાઉદી અરેબિયા માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. ભારત અને ઓમાન આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ ટ્રાન્ઝિટ કોરિડોરનો ભાગ છે. આ ભાગ ભારતને ઈરાન અને મધ્ય એશિયા દ્વારા રશિયા સાથે જોડશે. તુર્કીનું પણ મહત્વ છે કારણ કે હાઈફા અને ગ્રીક બંદર પિરિયસ વચ્ચેનો દરિયાઈ માર્ગ તુર્કી અને ગ્રીસ વચ્ચેના વિવાદિત પ્રાદેશિક દરિયાઈ પાણીમાંથી પસાર થશે. IMEECમાં એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી, ગ્રીક બંદર પિરિયસનું સંચાલન ચાઈના ઓશન શિપિંગ કોર્પોરેશન(COSCO) દ્વારા કરવામાં આવે છે. જે ઇઝરાયેલના હાઈફા બંદરથી આવતા કાર્ગોને એક્સેપ્ટ કરશે. તેના જવાબમાં પ્રમુખ એર્ડોગાને જણાવ્યું હતું કે, તુર્કી વિના કોઈ કોરિડોર હોઈ શકે નહીં અને વિકલ્પ તરીકે તુર્કી અને ઈરાકી બંદર ફાવ વચ્ચે રોડ અને રેલ્વે દ્વારા જોડાણ ઓફર કરે છે.

ભારત દેશ IMEEC દ્વારા અરબી સમુદ્રમાં હિંદ મહાસાગરમાં સંપર્કો બનાવવા માગે છે. ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચવા માટે ભારત પશ્ચિમ એશિયામાં જમીન માર્ગમાંથી પસાર થાય છે. IMEECની પૂર્ણતા એ ભારત માટે મુખ્ય પ્રાથમિકતા બની રહી છે, કારણ કે તે આર્થિક અને ભૌગોલિક રાજકીય શક્તિમાં વૈશ્વિક પરિવર્તનને દર્શાવશે. જેમાં ભારત આ નિર્ણાયક માર્ગના કેન્દ્રબિંદુ તરીકેની ભૂમિકા ભજવશે. IMEECની આર્થિક સફળતા એ ભારત માટે યુરોપ અને મધ્ય પૂર્વ સાથે મુખ્ય વેપારી ભાગીદાર બનવા માટેનો મહત્વનો વળાંક થશે. સ્પષ્ટ છે કે IMEECની પ્રગતિ BRI માટે સ્ટ્રેટેજીક કાઉન્ટર પણ બની શકે છે. જેણે સમગ્ર એશિયા, આફ્રિકા અને યુરોપમાં ચીનનો પ્રભાવ વધાર્યો છે. જો કે, IMEEC વિકાસના પ્રાથમિક તબક્કામાં છે. તે કેવી રીતે નાણાકીય પ્રતિબદ્ધતાઓ, નિયમો અને ભૌગોલિક રાજકીય અવરોધોનો સામનો કરવા જઈ રહ્યું છે. આ સામનો સરળતાથી કરવા માટે એક યોગ્ય યોજના તૈયાર કરવી પડશે.

  1. Economic And Transport Corridors : ઉભરતા આર્થિક અને પરિવહન કોરિડોર જેનો ભારત એક ભાગ છે, ચાલો જાણીએ તેના વિશે...
  2. India US Elections 2024 : ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર આગામી વર્ષે ચૂંટણીમાં મોદી અને બાઈડેનને કેટલો ફળશે?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.