ETV Bharat / international

Pakistan election: આજે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી દ્વારા પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનનું એલાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 11, 2024, 8:02 AM IST

પાકિસ્તાનમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પરિણામોને લઈને આજે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે.પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીએ પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામોમાં થઈ રહેલાં વિલંબને લઈને મતદાનની પવિત્રતાને બચાવવા માટે આજે 11 ફેબ્રુઆરીએ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.

આજે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી દ્વારા પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શ

ઈસ્લામાબાદ: પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીએ પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામોમાં થઈ રહેલાં વિલંબને લઈને મતદાનની પવિત્રતાને બચાવવા માટે આજે એટલે કે 11 ફેબ્રુઆરી રવિવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. અપક્ષ ઉમેદવારો 100 બેઠકો સાથે આગળ છે. ARY ન્યૂઝે આ સમાચાર આપ્યા છે. રિપોર્ટ અનુસાર, પાર્ટીની કોર કમિટીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં મત્રની પવિત્રતાની રક્ષા કરવા માટે રવિવારે બપોરે 2 કલાકે દેશભરમાં શાંતિપૂર્ણ માહોલમાં વિરોઘ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. બેઠક બાદ ચૂંટણી પરિણામો અને ભવિષ્યમાં કાર્યવાહી પર પણ વિચાર- વિમર્શ કરવામાં આવ્યો. કોર કમિટીએ રાજકીય દળો સાથે સંબંધીત મુદ્દાો પર ચર્ચાઓ પણ કરી.

બેઠક દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં પાર્ટીએ કહ્યું હતું કે પીટીઆઈના સંસ્થાપક ઈમરાન ખાન સાથે પરામર્શ કર્યા બાદ લાગૂ કરવામાં આવશે. પીટીઆઈએ કહ્યું, 'લોકોએ શાંતિપૂર્ણ અને બંધારણીય રીતે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આ જનાદેશની રક્ષા કરવાનો આ સમય છે. ARY News અનુસાર, કુલ 265 નેશનલ એસેમ્બલી મતવિસ્તારોમાંથી 257 બેઠક પરના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જ્યાં કુલ 100 બેઠકો સાથે અપક્ષ ઉમેદવારો આગળ હતા.

પીએમએલ-એન અને પીપીપીએ અનુક્રમે 73 અને 54 બેઠકો જીતી હતી. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટને 17 બેઠકો મળી હતી, જ્યારે પીએમએલ-ક્યુને ત્રણ બેઠકો મળી હતી. JUI-F અને ઇસ્તેહકામ-એ-પાકિસ્તાન પાર્ટી (IPP) એ અનુક્રમે ત્રણ અને બે બેઠકો હાંસલ થઈ હતી. MWM અને BNPએ એક-એક સીટ જીતી હતી. આ સિવાય પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ મત ગણતરીમાં ગોટાળાનો આરોપ લગાવીને હાઈકોર્ટમાં જવાની શરૂઆત કરી છે.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) સાથે જોડાયેલા અપક્ષ ઉમેદવારોએ પણ PP-164 અને NA-118 ના પરિણામોને પડકારતી લાહોર હાઈકોર્ટ (LHC) માં અરજી કરી, જ્યાં પિતા-પુત્રની જોડી શહબાઝ શરીફ અને હમઝા શહબાઝે વિજય મેળવ્યો. બીજી તરફ ડો. યાસ્મીન રાશિદે પણ NA-130 મતવિસ્તારમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની જીતને લાહોર હાઈકોર્ટ (LHC)માં પડકારી હતી.

અન્ય એક અપક્ષ ઉમેદવાર શહઝાદ ફારુકે લાહોરના NA:119 પરથી મરિયમ નવાઝની જીતને પડકારી હતી, જ્યારે NA:127 પરથી PML-Nના અન્ય ઉમેદવાર અતા તરારની જીતને પણ PTI સમર્થિત અપક્ષ ઉમેદવાર ઝહીર અબ્બાસ ખોખરે કોર્ટમાં પડકારી છે. ઉસ્માન ડારની માતા રેહાના ડારે સિયાલકોટ NA-71માં વોટની પુન:ગણતરી માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી, જેમાં સિયાલકોટ મતવિસ્તારમાં PML-Nના દિગ્ગજ નેતા ખ્વાજા આસિફની જીતને પડકારવામાં આવી છે.

  1. Pakistan: બુદ્ધી વગરના છે નવાઝ શરીફ: ઈમરાન ખાન, AI ભાષણમાં સામાન્ય ચૂંટણીમાં કર્યો જીતનો દાવો
  2. Pakistan Elections : ઇમરાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ 154 સીટ પર આગળ, પાક નેટીઝનનો દાવો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.