ETV Bharat / international

Pakistan Elections : ઇમરાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ 154 સીટ પર આગળ, પાક નેટીઝનનો દાવો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2024, 12:01 PM IST

પાકિસ્તાન ચૂંટણીમાં PTI સમર્થિત ઉમેદવારો 154 બેઠક પર આગળ છે. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ 47 બેઠક પર એકબીજાને ટક્કર આપી રહ્યા છે. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ અને જમીયત ઉલેમા-એ-ઈસ્લામ ચાર-ચાર સીટ પર આગળ છે. PTI અધ્યક્ષ બેરિસ્ટર ગોહર અલી ખાને દાવો કર્યો કે તેમની પાર્ટી જંગી જીત બાદ કેન્દ્ર અને ખૈબર-પખ્તુનખ્વામાં સરકાર બનાવશે.

ઇમરાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ 154 સીટ પર આગળ

પાકિસ્તાન : ભારતના પાડોશી રાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ શકે છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની મત ગણતરી વચ્ચે ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ 154 બેઠક પર આગળ છે. પોતાની ઓળખ આંતરરાષ્ટ્રીય થિંક ટેન્કના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપનાર પાકિસ્તાની નેટીઝને મત ગણતરી વચ્ચે પ્રારંભિક વલણો પોસ્ટ કર્યા હતા. જે દર્શાવે છે કે જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા સ્થાપિત પક્ષ PTI દ્વારા સમર્થન અપાયેલ અપક્ષ 150 થી વધુ બેઠક પર આગળ છે.

આ પોસ્ટ અનુસાર PTI સમર્થિત ઉમેદવારો 154 બેઠક પર આગળ હતા. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) એકબીજા સાથે મળી 47 બેઠકો પર આગળ છે. બીજી તરફ પ્રારંભિક વલણો મુજબ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM) અને જમિયત ઉલેમા-એ-ઈસ્લામ (F) ચાર-ચાર બેઠક પર આગળ હતા. ARY News ના રિપોર્ટ અનુસાર PTI અધ્યક્ષ બેરિસ્ટર ગોહર અલી ખાને પણ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી 150 થી વધુ નેશનલ એસેમ્બલી (NA) સીટ પર આગળ છે. સોશિયલ મીડિયા X પર શેર કરેલા એક વીડિયોમાં બેરિસ્ટર ગોહરે કહ્યું કે, કેન્દ્ર અને ખૈબર-પખ્તુનખ્વામાં (KP) આજની ભવ્ય જીત પછી PTI સરકાર બનાવશે.

હજુ પણ દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક માનવામાં આવતા ઇમરાન ખાન હાલમાં બહુવિધ કેસમાં દોષિત જણાતા અદિયાલા જેલમાં કેદ છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનને અગાઉ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ઈમરાન ખાનને સાયફર કેસમાં 10 વર્ષની જેલની સજા, તોશાખાના કેસમાં 14 વર્ષની જેલની સજા અને અન-ઇસ્લામિક લગ્ન કેસમાં સાત વર્ષ જેલની સજા થયા બાદ દેશના વડાપ્રધાન તરીકે પાછા ફરવાની તેમની આશામાં ફટકો પડ્યો હતો. વધુમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે PTI પાર્ટીના પ્રતિકાત્મક 'બેટ' ચિન્હને રદ કરવાના પાકિસ્તાનના ચૂંટણી પંચના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જોકે Dawn ના રિપોર્ટ અનુસાર ઇમરાન ખાને કહ્યું કે તેમની સામેના તમામ કેસ રાજકીય રીતે પ્રેરિત છે. ઉપરાંત તેમણે વચન આપ્યું કે તેમનો પક્ષ 8 ફેબ્રુઆરીએ વિરોધીઓને ફટકો આપશે.

ઇમરાન ખાને ઓફિશિયલ X હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરી તેમના સમર્થકોને બહાર આવી અને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે. 7 ફેબ્રુઆરીએ વ્યક્તિગત વીડિયો સંબોધનમાં ઈમરાન ખાને કહ્યું કે, કાલે ચૂંટણી છે. હું ઈચ્છું છું કે તમે બહાર આવો અને તમે જાણતા હોય તેટલા લોકોને બહાર લાવો. કારણ કે આ ચૂંટણી દ્વારા તમે તમારું અને તમારા બાળકોનું ભાગ્ય બદલશો. PTI સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કરી રહી હોવાના રિપોર્ટને ફગાવી દીધા હતા.

PTI ના ઓફિશિયલ X હેન્ડલ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, દુનિયાને જણાવો કે આ તે સ્તર છે જ્યાં ગેરકાયદેસર, એકહથ્થુ શાસન આવી ગયું છે ! આવતીકાલે સામાન્ય ચૂંટણીઓ માટે મોટા પાયે મતદાનથી ગભરાઈને નિયંત્રિત મીડિયાનો ઉપયોગ કરી નકલી ઓડિયો ચલાવીને પીટીઆઈ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાના ખોટા સમાચાર ફેલાવ્યા છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ માટેનું મતદાન હેરાફેરીના આરોપી તથા સેલ્યુલર અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાના આરોપ વચ્ચે પૂર્ણ થયું હતું.

મતદાન પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી શરૂ થઈ અને સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી. પાકિસ્તાનના ચૂંટણી પંચે અગાઉ કહ્યું હતું કે મતદાન મથકની અંદર પહેલાથી જ લોકો માટે અપવાદો રાખવામાં આવશે. જોકે, મતદાનને મુક્ત અને નિષ્પક્ષ માનવામાં આવતું નથી. કારણ કે ધાંધલ ધમાલ અને લોકોને મતદાન કરવાથી રોકવાના ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ફેડરલ ગૃહ મંત્રાલયે સામાન્ય ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સવારે સમગ્ર પાકિસ્તાનમાં મોબાઇલ ફોન અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે.

Dawn ના રિપોર્ટ અનુસાર ઈન્ટરનેટ મોનિટર નેટબ્લોક્સે પણ જણાવ્યું હતું કે, રીઅલ-ટાઇમ ડેટા દર્શાવે છે કે મોબાઈલ નેટવર્ક વિક્ષેપો ઉપરાંત પાકિસ્તાનના અનેક પ્રદેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટથી પ્રભાવિત થયા છે. જેના કારણે મુખ્ય રાજકીય પક્ષો તરફથી આકરી ટીકા થઈ હતી. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સમગ્ર દેશમાં મોબાઈલ ફોન સેવાઓ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી.

ARY News અહેવાલ અનુસાર સ્વાબી જિલ્લાના NA-20 ના એક ગામમાં મહિલા મતદારોને મતદાન કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. સ્વાબી જિલ્લાના અદીના ગામમાં સ્થાનિક લોકોએ કથિત રીતે મહિલાઓને મત આપવાના અધિકારનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ અહેવાલમાં જણાવ્યા અનુસાર ચૂંટણી સ્ટાફ મતદાન મથક પર હાજર હતો અને થોડી મહિલા મતદાતાઓ નજરે પડી હતી. અન્ય એક ઘટનામાં વોશબૂડ પંજગુરમાં મતદાન મથક નજીક વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે બાળકો માર્યા ગયા હતા.

  1. Imran Khan Cypher Case : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને 10 વર્ષની જેલ, જાણો સમગ્ર મામલો...
  2. Pakistan General Election: પાકિસ્તાનમાં આતંકી હાફિઝ સઈદ લડશે ચૂંટણી, નવી પાર્ટી અને નવા ચેહરાઓ સાથે આવ્યો સામે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.