ETV Bharat / international

Pakistan Election: ડઝનભર અપક્ષ ધારાસભ્યોએ નવાઝ શરીફને સમર્થન આપવાની કરી જાહેરાત,

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2024, 9:12 AM IST

પાકિસ્તાનમાં ઘણા અપક્ષ ધારાસભ્યો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે આ નિર્ણયને લોકકલ્યાણમાં હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે.

ડઝનભર અપક્ષ ધારાસભ્યોનું નવાઝ શરીફને સમર્થન
ડઝનભર અપક્ષ ધારાસભ્યોનું નવાઝ શરીફને સમર્થન

ઈસ્લામાબાદ: નવાઝ શરીફની(PML-N)પાર્ટી પાકિસ્તાનમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. દરમિયાન, લગભગ એક ડઝન જેટલા અપક્ષ ઉમેદવારો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)માં જોડાયા છે. જેનાથી તેમની પાર્ટીનો દાવો વધુ મજબૂત થઈ ગયો છે, સમા ટીવીએ મંગળવારે આ અંગેનો અહેવાલ આપ્યો.

અહેવાલો અનુસાર, રાજનપુરના NA-189 થી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા શમશેર અલી મજારીએ જાહેરાત કરી કે તેઓ PML-Nને સમર્થન આપવા માટે નવાઝ શરીફના નેતૃત્વવાળી પાર્ટીમાં જોડાયા છે. એક વીડિયો નિવેદનમાં તેમણે પોતાના નિર્ણયની જાહેરાત કરતા મજારીએ કહ્યું કે પીએમએલ-એનને સમર્થન આપવાનો નિર્ણય લેતા પહેલા તેમણે તેમના સહયોગીઓ સાથે સલાહ લીધી હતી.

રાજ્યના કલ્યાણ માટે મેં પીએમએલ-એનમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક કથિત વીડિયોમાં મજારીને આવું કહેતા સાંભળી શકાય છે. વીડિયોમાં તે કારમાં મુસાફરી કરતી વખતે બોલતા જોવા મળે છે. પાકિસ્તાન સ્થિત મીડિયાએ અહેવાલ આપ્યો છે કે મઝારીએ પીએમએલ-એનના સરદાર રિયાઝના 32,000 સામે 38,875 મત મેળવ્યા છે.

એ જ રીતે, પંજાબ વિધાનસભાના PP-240 મતવિસ્તારમાંથી ચૂંટાયેલા સ્વતંત્ર ઉમેદવાર મોહમ્મદ સોહેલ, PP-48માંથી ખુર્રમ વિર્ક અને PP-49માંથી રાણા મુહમ્મદ ફૈયાઝ પણ PML-Nમાં જોડાયા હતા. આ પહેલા રવિવારે પીપી-94થી અપક્ષ ઉમેદવાર તૈમૂર લાલી પણ પીએમએલ-એનમાં જોડાયા હતા. રાજનપુરના PP-297માંથી એમપીએ-ચૂંટાયેલા, પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવાર સરદાર ખિઝર ખાન મજારીએ પણ પીએમએલ-એનને સમર્થન જાહેર કર્યું.

  1. Pakistan election: આજે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી દ્વારા પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનનું એલાન
  2. Pakistan: બુદ્ધી વગરના છે નવાઝ શરીફ: ઈમરાન ખાન, AI ભાષણમાં સામાન્ય ચૂંટણીમાં કર્યો જીતનો દાવો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.