ETV Bharat / entertainment

અલ્લુ અર્જુન,'RRR' સ્ટાર જુનિયર NTRએ પરિવાર સાથે કર્યું મતદાન, જાણો શું કરી અપીલ - Telangana Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 12:09 PM IST

Telangana Lok Sabha Elections 2024: દક્ષિણના રાજ્ય તેલંગાણાની તમામ 17 બેઠકો પર લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન થઈ રહ્યું છે. દક્ષિણના સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને અલ્લુ અર્જુને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જુઓ વિડિયો...

Etv BharatLok Sabha Elections 2024
Etv BharatLok Sabha Elections 2024 (Etv Bharat)

હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર લોકસભા ચૂંટણી 2024માં ભાગ લેવા સોમવારે (13 મે) સવારે હૈદરાબાદ પહોંચ્યા હતા. RRR સુપરસ્ટાર જુનિયર એનટીઆર પોતાનો મત આપવા માટે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં મતદાન મથક પર પહોંચ્યા. તેઓ મતદાન મથક પર કતારમાં ઉભા જોવા મળ્યા હતા. આ દરમિયાન જ્યુબિલી હિલ્સમાં પુષ્પા એક્ટર અલ્લુ અર્જુન પણ પોલિંગ બૂથ પર જોવા મળી હતી.

જુનિયર એનટીઆર અને અલ્લુ અર્જુન વોટ આપવા પહોચ્યા: પોલિંગ બૂથમાંથી સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને અલ્લુ અર્જુનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એક વીડિયોમાં જુનિયર એનટીઆર લોકો સાથે કતારમાં ઉભા જોવા મળે છે. ડેનિમ શર્ટ અને બ્લેક પેન્ટમાં તે એકદમ હેન્ડસમ લાગતો હતો. તેણે બ્લેક સનગ્લાસ સાથે પોતાનો લુક પૂરો કર્યો. તે જ સમયે, મતદાન કેન્દ્ર પરથી અલ્લુ અર્જુનની ઝલક પણ જોવા મળી હતી.

જુનિયર NTRએ મત આપવા કરી અપીલ: મત આપ્યા પછી, RRR સ્ટારે શાહીનું ચિહ્ન દર્શાવતા મતદાન મથકની બહાર તેના પરિવાર સાથે કેમેરા માટે પોઝ આપ્યો. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, 'દરેક વ્યક્તિએ પોતાના મતના અધિકારનો ઉપયોગ કરવો પડશે. મને લાગે છે કે આ એક સારો સંદેશ છે જેને આપણે આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાની જરૂર છે.

અલ્લુ અર્જુને આપ્યો વોટ: અલ્લુ અર્જુને પોતાના વોટનો ઉપયોગ કર્યો છે. હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં મતદાન કેન્દ્રમાં મતદાન કરતી વખતે તે કેમેરામાં કેદ થઈ ગયો છે. વોટિંગ કર્યા પછી બહાર આવતા અભિનેતાએ હાથ જોડીને લોકોનું સ્વાગત કર્યું.

અલ્લુ અર્જુને જનતાને કરી અપીલ: મતદાન બાદ 'પુષ્પરાજ' મીડિયાને મળ્યા હતા. મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું, કૃપા કરીને તમારો મત આપો. આ દેશના તમામ નાગરિકોની જવાબદારી છે. આજનો દિવસ આગામી 5 વર્ષનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. વધુને વધુ લોકો મતદાન કરવા બહાર આવી રહ્યા હોવાથી ભારે મતદાન થશે. આ દરમિયાન તેમણે રાજનીતિ અંગે પણ સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું, 'હું તમને કહેવા માંગુ છું કે, હું કોઈ પણ પાર્ટી સાથે રાજકીય રીતે જોડાયેલો નથી. હું તમામ પક્ષો પ્રત્યે તટસ્થ છું.

  1. સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સામે કેસ નોંધાયો, શું છે સમગ્ર મામલો જાણો.. - ALLU ARJUN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.