ETV Bharat / entertainment

જુહી ચાવલા બની અમદાવાદ મહેમાન, GCCI, બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો - GCCI JUHI CHAWALA

author img

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 8:20 PM IST

Etv Bharatgcci juhi chawala
Etv Bharatgcci juhi chawala

GCCI બિઝનેસ વુમન કમિટીએ તારીખ 1લી મે, 2024ના રોજ “જુહી ચાવલા સાથે "રેંદેવુ વિથ જુહી ચાવલા" અંતર્ગત એક વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કર્યું

જુહી ચાવલા બની અમદાવાદ મહેમાન

અમદાવાદ: સભ્યો તેમજ મહેમાનોનું સ્વાગત કરતાં, BWC કોચેરપર્સન બીંજન શેઠે મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રેરણા, સશક્તિકરણ અને સુવિધા આપવા માટે બિઝનેસ વુમન કમિટીની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો અને ખાસ નોંધ લીધી હતી કે પ્રખ્યાત અભિનેત્રી જુહી ચાવલાની ઉપસ્થિતિ અને તેઓ સાથેની વાતચીત સભ્યો માટે ખૂબ જ પ્રેરણાદાયક સાબિત થશે. તેઓએ જૂહી ચાવલાની એક અભિનેતા તેમજ ઉદ્યોગસાહસિક, સ્પોર્ટ્સ પ્રમોટર અને પર્યાવરણ સંરક્ષણ માટે ક્રુઝેડર તરીકેની સફળ કારકિર્દીનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જુહી ચાવલા સાથે વાર્તાલાપ વુમન એન્ટરપ્રિન્યોર સભ્યોને તેઓની પોતાની મહિલા ઉદ્યોગ સાહસિક તરીકેની ભૂમિકા બાબતે વધુ સમજ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે.

BWC ના કો.ચેરપર્સને જુહી ચાવલાનો પરિચય આપ્યો: મુખ્ય વક્તા સુશ્રી જુહી ચાવલાનો પરિચય આપતા BWC ના કો.ચેરપર્સન પ્રાચી પટવારીએ તેઓની એક સફળ એક્ટર તેમજ એક આંત્રપ્રેન્યોર, સ્પોર્ટ્સ પ્રમોટર અને પર્યાવરણ અંગે એક જાગૃત નેતૃત્વ તરીકેની કારકિર્દી વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે જુહી ચાવલા સાથે નો વાર્તાલાપ BWC ના સભ્યો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

જુહી ચાવલાએ શું કહ્યું: જુહી ચાવલાએ તેઓના મુખ્ય પ્રવચનમાં ફિલ્મ ઉદ્યોગમાં તેઓની સફર અને એક ઉદ્યોગસાહસિક તેમજ રમતગમતના પ્રમોટર તરીકે અને વિવિધ પર્યાવરણીય બાબતોને ટેકો આપવા બાબતે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દરેક ઉદ્યોગ સાહસિક માટે ખાસ પડકાર પોતાની વિવિધ ભૂમિકાઓને સંતુલિત કરવા અને દરેક ભૂમિકામાં શ્રેષ્ઠતા સાબિત કરવા વિશે વધુ છે. તેઓએ BWC સભ્યોને તેમની ઉદ્યોગસાહસિક યાત્રા માટે અભિનંદન પાઠવ્યા હતા અને કોઈના વ્યક્તિગત અથવા સામાજિક દરજ્જા થી ઉપર ઉઠી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ સફળ થવાની અનેકવિધ તકો વિષે વાત કરી હતી.

  1. 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલી લોકસભા ચૂંટણી 2024 વચ્ચે ભાજપમાં જોડાઈ - RUPALI GANGULY JOINS BJP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.