ETV Bharat / business

Stock Market Update : રેડ ઝોનમાં ખુલ્યું ભારતીય શેરબજાર, Sensex 351 પોઇન્ટ ડાઉન ખુલ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 9:55 AM IST

રેડ ઝોનમાં ખુલ્યું ભારતીય શેરબજાર
રેડ ઝોનમાં ખુલ્યું ભારતીય શેરબજાર

આજે 19 માર્ચ, મંગળવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 351 પોઈન્ટના ઘટાડા સાથે 72,396 પર ખુલ્યો. જ્યારે NSE પર નિફ્ટી 0.50 ટકા ઘટાડા સાથે 21,945 પર ખુલ્યો હતો.

મુંબઈ : કારોબારી સપ્તાહના બીજા દિવસ 19 માર્ચ, મંગળવારના રોજ ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 351 પોઈન્ટના ઘટાડા સાથે 72,396 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.50 ટકા ઘટાડા સાથે 21,945 પર ખુલ્યો હતો.

સ્ટોકની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન TCS, ટાટા સ્ટીલ, આદિત્ય બિરલા સન લાઇફ ફોકસમાં રહેશે. બીજી તરફ ભારતીય રૂપિયાની વાત કરવામાં આવે તો તે 82.90 ના પાછલા બંધની સામે થોડા ઘટાડા સાથે 82.94 પ્રતિ ડોલર પર ખુલ્યો છે.

સોમવારનો કારોબાર : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 104 પોઈન્ટના વધારા સાથે 72,748 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.13 ટકાના વધારા સાથે 22,051 પર બંધ થયો હતો. દિવસના કારોબાર દરમિયાન ટોપ ગેઇનર્સની યાદીમાં ટાટા સ્ટીલ, JSW, M&M, ટાટા મોટર સામેલ હતા. બીજી તરફ ટોપ લુઝર સ્ટોકમાં ટાટા કન્ઝ્યુમર, ઈન્ફોસિસ, યુપીએલ, TCS નો સમાવેશ થાય છે.

મિડ કેપ પર સુસ્ત ટ્રેડિંગ : સોમવારે રોકાણકારો ઊંચા સ્તરે સાવચેત રહ્યા હતા, જેના કારણે ભારતીય ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ ટ્રેડ થયા હતા. મિડ અને સ્મોલ કેપ સૂચકાંકો પણ સુસ્ત રીતે ટ્રેડ થયા હતા. માત્ર PSU બેન્કો, મીડિયા અને ઓટો સેક્ટરમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું, જ્યારે અન્ય તમામ સેક્ટરમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું.

IT સેક્ટર ડાઉન : BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો નજીવા ડાઉન ટ્રેડ થયા હતા. ઉપરાંત કેપિટલ ગુડ્સ, ઓટો, મેટલ્સ, મીડિયા અને ઓઇલ એન્ડ ગેસ 0.5 થી 2 ટકા ડાઉન હતા. જ્યારે IT, રિયલ્ટી અને FMCG 0.2 થી 0.5 ટકા ડાઉન રહ્યા હતા.

  1. India Youngest Millionaire : આ છે ભારતનો સૌથી યુવા કરોડપતિ, બન્યો 240 કરોડનો માલિક
  2. Bengaluru Water Crisis: બેંગલુરુમાં પાણીની તંગી વચ્ચે મહિન્દ્રાએ એક અદ્ભુત ઉપાય સૂચવ્યો, જુઓ વિડીયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.