ETV Bharat / business

Bullish Share Market : ફેબ્રુઆરી સિરીઝની ધમાકેદાર શરૂઆત, BSE Sensex 1240 પોઈન્ટનો હનુમાન કૂદકો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 4:58 PM IST

જાન્યુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળ્યું છે. ઐતિહાસિક ઉંચાઈ નોંધાવી ભારતીય શેરબજાર બે વાર ક્રેશ પણ થયું હતું. જોકે આજે 29 જાન્યુઆરી, સોમવારના રોજ મજબૂત શરૂઆત બાદ ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 1240 અને 385 પોઈન્ટ ઉછાળો નોંધાવી ઊંચા મથાળે બંધ થયા હતા. Share Market Update

BSE Sensex 1240 પોઈન્ટનો હનુમાન કૂદકો
BSE Sensex 1240 પોઈન્ટનો હનુમાન કૂદકો

મુંબઈ : ભારતીય શેરબજાર માટે ફેબ્રુઆરી સિરીઝની ધમાકેદાર શરૂઆત થઈ છે. આજે 29 જાન્યુઆરી, સોમવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક જોરદાર વધારા સાથે ખુલ્યા હતા. દિવસ દરમિયાન સતત લેવાલીના પગલે ઉપર ચડતા રહીને ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 1240 અને 385 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી ઊંચા મથાળે બંધ થયા હતા.

BSE Sensex : આજે 29 જાન્યુઆરી, સોમવારના રોજ BSE Sensex ગતરોજના 70,700 બંધની સામે 368 પોઈન્ટ ઉછળીને 70,968 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતમાં 70,880 પોઈન્ટ ડાઉન ગયા બાદ સતત મજબૂત વલણને જાળવી રાખ્યું હતું. ભારે લેવાલીના પગલે સતત ઉપર ચડ્યા બાદ 72,010 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 1240 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી 71,941 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 1.76 ટકાનો વધારો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 385 પોઈન્ટ (1.80%) ઉછળીને 21,738 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 81 પોઈન્ટ ઉપર 21,433 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 21,430 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ત્યારબાદ લેવાલી નીકળતા સતત ઉપર ચડતો રહી 21,763 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 21,352 ના મથાળે બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં રિલાયન્સ (6.86%), ટાટા મોટર્સ (3.62%), પાવર ગ્રીડ કોર્પો (3.40%), લાર્સન (3.25%) અને કોટક મહિન્દ્રાનો (3.18%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં આઇટીસી (-1.20%), ઇન્ફોસિસ (-0.89%), JSW સ્ટીલ(-0.59%), ટેક મહિન્દ્રા (-0.53%) અને ટીસીએસનો (-0.18%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1281 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 905 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, રિલાયન્સ, ભારતી એરટેલ અને એશિયન પેઇન્ટ્સના સ્ટોક રહ્યા હતા.

  1. Share Market Updates : ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, BSE Sensex 600 પોઈન્ટ ઉછળ્યો
  2. Stock Market Update : મંથલી એક્સપાઈરીના દિવસે શેરબજારમાં વેચવાલી, BSE Sensex 360 પોઇન્ટ તૂટ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.