ETV Bharat / business

Share Market Updates : ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, BSE Sensex 600 પોઈન્ટ ઉછળ્યો - NSE Nifty

સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE Sensex 268 પોઇન્ટ વધીને 70,968 પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty 81 પોઈન્ટના વધારા સાથે 21,433 ના મથાળે ખુલ્યો હતો. Share Market Updates

ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત
ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત
author img

By ETV Bharat Gujarati Team

Published : January 29, 2024 at 9:43 AM IST

Updated : January 29, 2024 at 9:51 AM IST

1 Min Read

મુંબઈ : ચાલુ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર મજબૂત વલણ સાથે ખુલ્યું છે. આજે 29 જાન્યુઆરી, સોમવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex ગત 70,700 ના બંધ સામે 268 પોઇન્ટ વધીને 70,968 પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty પણ ગત 21,352 બંધ સામે 81 પોઈન્ટના વધારા સાથે 21,433 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબાર દરમિયાન તેજી નોંધાતા BSE Sensex 600 પોઈન્ટ ઉછળ્યો હતો.

અમેરિકન બજાર : છેલ્લા 2 દિવસથી અમેરિકન બજારમાં ભારે એક્શન જોવા મળી છે. ગુરુવારે DOW 240 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે ગઈકાલે 60 પોઈન્ટના વધારા સાથે DOW નવી રેકોર્ડ હાઈ બનાવી હતી. મજબૂત આર્થિક ડેટાના આધારે અમેરિકન બજારમાં તેજીનું વલણ છે. Q4 માં 2% ના અંદાજ સામે US GDP 3.3% પર પહોંચી છે. જ્યારે 2023 માં 1.9% ના અંદાજ સામે US GDP 2.5% નો વધારો થયો છે.

ગ્લોબલ કોમોડિટી માર્કેટ : ક્રૂડ ઓઈલ 2 મહિનાની ટોચે પહોંચ્યું છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડમાં સાપ્તાહિક 6.5% નો વધારો નોંધાયો છે. મધ્ય પૂર્વમાં વધતો તણાવ અને છેલ્લા કેટલાક દિવસોમાં લાલ સમુદ્રમાં અનેક જહાજો પર હુમલા થયા છે. 5 અઠવાડિયા પછી ચાંદીમાં શ્રેષ્ઠ સાપ્તાહિક પ્રદર્શન રહ્યું હતું. જ્યારે ઔદ્યોગિક ધાતુઓમાં મજબૂતાઈ છે. રો સુગરના વાયદામાં સતત ચોથો સાપ્તાહિક વધારો નોંધાયો છે.

  1. શેર માર્કેટ પર જોવા મળી 'કમળ'ની અસર, તમે કેટલા કમાયા...?
  2. PAYTM બેંક એ 2018-19માં કર્યો 19 કરોડ રૂપયાનો નફો

Last Updated : January 29, 2024 at 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.