ETV Bharat / business

Stock market Update : ભારતીય શેરબજારમાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી, NSE Nifty ઓલ ટાઈમ હાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 4:49 PM IST

Updated : Feb 22, 2024, 6:23 PM IST

ચાલુ સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે એક્શન જોવા મળ્યું છે. આજે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં સપાટ ખુલ્યા બાદ અચાનક લપસ્યું હતું. જોકે નીચલા સ્તરેથી શાનદાર રિકવરી નોંધાવીને BSE Sensex અને NSE Nifty અનુક્રમે 535 અને 162 પોઈન્ટ વધીને ગ્રીન ઝોનમાં બંધ થયા છે. NSE Nifty નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે.

ભારતીય શેરબજારમાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી

મુંબઈ : ચાલુ સપ્તાહ દરમિયાન શેરમાર્કેટમાં રોકાણકારોને ભારે તડકો-છાંયો જોવા મળ્યો છે. આજે બજાર નીચલા સ્તરેથી શાનદાર રિકવરી નોંધાવીને ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE Sensex 535 પોઈન્ટ વધીને 73,158 ના મથાળે બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 162 પોઇન્ટ વધીને 22,217 પર બંધ થયો હતો. NSE Nifty નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે.

"બુધવારે રાતે યુએસ ખાતે જાહેર કરાયેલી FOMC મિનિટ્સે ફરી એકવાર હોકિશ વલણને દર્શાવ્યું હતું. જેમાં ફુગાવામાં ઘટાડાના મજબૂત પુરાવા પછી જ દરોમાં ઘટાડાના વિચારને દોહરાવ્યો હતો. અલબત્ત, ફેડની છેલ્લી મીટિંગમાં શેરબજાર આ હોકિશ વલમને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું હતું. હાલમાં બજારના આઉટલૂકને લઈ સાવચેતી જોવા મળી રહી છે. કેમકે સેક્ટર રોટેશનલ મૂવ વોલેટિલિટીમાં વધુ વૃદ્ધિનું કારણ બની શકે છે." -દિનેશ ઠક્કર,ચેરમેન, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ

BSE Sensex : આજે 22 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ BSE Sensex ગત 72,623 બંધ સામે 54 પોઇન્ટ સુધારા સાથે 72,677 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં BSE Sensex 72,081 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ લેવાલીના પગલે 1175 પોઈન્ટની રિકવરી સાથે 73,256 પોઈન્ટની ડે હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 535 પોઇન્ટ વધારો નોંધાવી 73,158 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 162 પોઇન્ટ વધીને 22,217 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 26 પોઇન્ટ વધારા સાથે 22,081 ના મથાળે ખુલ્યો હતો. શરૂઆતમાં ઈન્ડેક્સ 21,875 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 377 પોઈન્ટની રિકવરી નોંધાવીને 22,52 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 22,055 ના મથાળે બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં HCL ટેક (3.12%), આઇટીસી (2.73%), એમ એન્ડ એમ (2.61%), ટીસીએસ (2.44%) અને ટેક મહિન્દ્રાનો (2.32%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં ઇન્ડસઇન્ડ બેંક (-2.18%), કોટક મહિન્દ્રા (-1.41%), ભારતી એરટેલ (-1.38%), HDFC બેંક (-1.16%) અને ટાઇટન કંપનીનો (-1.11%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1152 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 993 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ભારતી એરટેલ, HDFC બેંક, રિલાયન્સ અને SBI ના સ્ટોક રહ્યા હતા.

  1. Stock Market Closing: શેરબજારનો ઉછાળો થંભી ગયો, સેન્સેક્સ 434 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 22,100ની નીચે
  2. Stock Market Update : ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, જાણો ફેડ મીટિંગની મિનિટ્સ

Last Updated : Feb 22, 2024, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.