ETV Bharat / business

Stock market Update : ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, જાણો ફેડ મીટિંગની મિનિટ્સ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 10:37 AM IST

વિક્લી એક્સપાઈરીના દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર એક્શન નોંધાઈ રહ્યું છે. 22 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ બજારની સપાટ શરૂઆત થઈ છે. મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ગ્રીન ઝોનમાં સપાટ ખુલ્યા છે. જોકે શરુઆતી કારોબારમાં જ જોરદાર એક્શન જોવા મળી રહ્યું છે. બજારમાં બેન્કિંગ સેક્ટરમાં વેચવાલી છે, જ્યારે IT, ઓટો અને મેટલ સેક્ટરમાંથી લેવાલી નોંધાઈ રહી છે.

ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત
ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત

મુંબઈ : 22 ફેબ્રુઆરી, ગુરુવાર વીકલી એક્સપાયરીના દિવસે શેરબજારમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું છે. નજીવા વધારા સાથે ખુલ્યા બાદ ઓપન માર્કેટમાં સુસ્ત કારોબાર નોંધાયો છે. બજારમાં બેન્કિંગ સેક્ટરમાં દબાણ છે. જ્યારે આઈટી, ઓટો અને મેટલ સેક્ટરમાંથી તેજી જોવા મળી છે. BSE Sensex 72,600 અને NSE Nifty 22,000 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

શેરબજારની સુસ્ત શરૂઆત : 22 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ BSE Sensex ગત 72,623 ના બંધ સામે 54 પોઈન્ટના વધારા સાથે 72,677 ના મથાળે લીલા નિશાનમાં ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 22,055 ના બંધની સામે 26 પોઇન્ટ અપ 22,081 ના મથાળે લીલા નિશાનમાં સપાટ ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સુસ્ત શરુઆત બાદ BSE Sensex અને NSE Nifty માં એક્શન જોવા મળ્યું છે. શરૂઆતમાં જ બંને તમામ સૂચકાંક ગગડીને રેડ ઝોન ટ્રેડ કરી રહ્યા છે.

ફેડ મીટિંગ મિનિટ્સ : FED ની બેઠક બાદ અધિકારીઓએ ટૂંક સમયમાં દર ઘટાડવા અંગે સાવચેતી વ્યક્ત કરી હતી. જોકે, નીતિને સરળ બનાવવાનું શરૂ કરતા પહેલા વધુ અનુકૂળ ડેટા જોવા માંગે છે. 10 વર્ષની બોન્ડ યીલ્ડ 4.3% થી ઉપર રહ્યા છે. મોટાભાગના વિશ્લેષકો હવે જૂન પહેલા રેટ કટની અપેક્ષા રાખતા નથી.

IPO Updates : જ્યુનિપર હોટેલ્સનો (Juniper Hotels) IPO ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં જ્યુનિપર હોટેલ્સનો IPO કુલ 11% ભરાયો છે. જ્યુનિપર હોટેલ્સના IPO ની શેર દીઠ પ્રાઇસ બેન્ડ રૂ. 342-360 છે. જ્યારે લોટ સાઈઝ 40 શેર છે.

  1. Bullish Share Market : ભારતીય શેરબજારમાં રોનક, NSE Nifty ઓલ ટાઈમ હાઈ
  2. French Government Refused : લેબગ્રોન ડાયમંડ માન્યતા શંકાના ઘેરામાં, ફ્રાન્સ સરકારનાં નાણાં મંત્રાલયનો ઇનકાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.