ETV Bharat / business

શેરબજારમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું, sensex-nifty સપાટ બંધ રહ્યા - Share market Update

author img

By ETV Bharat Gujarati Team

Published : May 8, 2024, 4:41 PM IST

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. BSE sensex 45 પોઈન્ટના ઘટાડા સાથે 73,466 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE nifty 0.02 ટકાના વધારા સાથે 22,302 પર બંધ થયો હતો.

શેરબજારમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું
શેરબજારમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું (ETV Bharat Desk)

મુંબઈ : કારોબારી સપ્તાહના ત્રીજા દિવસ 8 મે, બુધવારના રોજ ભારતીય શેરબજાર સપાટ બંધ રહ્યું છે. BSE sensex 45 પોઈન્ટના ઘટાડા સાથે 73,466 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE nifty 0.02 ટકાના વધારા સાથે 22,302 પર બંધ થયો હતો. આજના ટ્રેડિંગ દરમિયાન હીરો મોટોકોર્પ, BPCL, ટાટા મોટર્સ, પાવર ગ્રીડ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ડો. રેડ્ડીઝ, એશિયન પેઈન્ટ્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, SBI લાઈફમાં ઘટાડા સાથે વેપાર થયો હતો.

ભારતીય શેરબજાર : ભારતીય શેરબજારમાં સતત ત્રણ દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર ખૂલ્યા હતા, પરંતુ અચાનક નબળા વલણના પગલે ગગડતા શેરબજારમાં બે કલાકના ટ્રેડિંગ દરમિયાન ભારે ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો.

સ્ટોકની સ્થિતિ : ક્ષેત્રીય સૂચકાંકોમાં નિફ્ટી PSU બેન્ક 1.8 ટકા અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 1.7 ટકા વધ્યા હતા. જ્યારે નિફ્ટી મીડિયા અને મેટલ સૂચકાંકો પણ 1.4 ટકા વધ્યા હતા. જોકે, નિફ્ટી પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ 0.66 ટકા ઘટ્યો હતો. પ્રાદેશિક રીતે PSU બેન્કો અને મેટલ્સમાં વધારો થયો હતો જ્યારે રિયલ્ટીમાં નુકસાન થયું હતું. બેન્કો અને FMCG કાઉન્ટર્સમાં ઘટાડાથી બુધવારના રોજ સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો નબળા વલણ પર ટ્રેડ થયા હતા. ચૂંટણી પરિણામો અંગે અનિશ્ચિતતા અને ઉચ્ચ અસ્થિરતા પણ રોકાણકારોને બાજુ પર રાખ્યા છે.

ઓપનિંગ માર્કેટ : આજે ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. BSE sensex ગત 73,511 બંધ સામે 286 પોઈન્ટના ઘટાડા સાથે 73,225 પર ખુલ્યો હતો. જ્યારે NSE nifty ગત 22,302 બંધ સામે 71 પોઈન્ટના ઘટાડા સાથે 22,231 પર ખુલ્યો હતો.

  1. જો તમારે દર મહિને મોટી રકમ જોઈતી હોય તો, પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં રોકાણ કરો
  2. અક્ષય તૃતીયાને લઇ સોનાના ભાવમાં ઉછાળો, જાણો ક્યાં સુધી પહોંચી શકે ભાવ - Akshaya Tritiya
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.