ETV Bharat / bharat

Kolkata Building Collapses: કોલકાતામાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, 5ના મોત, રાહત કામગીરી ચાલુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 18, 2024, 2:14 PM IST

Kolkata Building Collapses
Kolkata Building Collapses

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હતા. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. સીએમ મમતાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

કોલકાતા: રાજધાનીમાં એક પાંચ માળની ઇમારત મોડી રાત્રે પત્તાના ડેકની જેમ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. આ દરમિયાન 10 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હોવાના સમાચાર છે. બિલ્ડિંગની નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને તેની અસર થવાની સંભાવના છે. હાલ રાહત કામગીરી ચાલી રહી છે.

5ના મોત: અધિકારીઓએ આ માહિતી આપી હતી કે ગાર્ડન રીચ વિસ્તારના હજારી મોલ્લા બાગાનમાં મધરાતની આસપાસ પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે કાટમાળ નીચે ફસાયેલા બચેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્થળ પર એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બિલ્ડિંગ ધરાશાયી થતાંની સાથે જ જોરદાર અવાજ આવ્યો. કાટમાળ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં નજીકની ઝૂંપડીઓ પર પડ્યો. એક સ્થાનિક રહેવાસીએ કહ્યું, 'જો કે બાંધકામ હેઠળની ઈમારતમાં કોઈ રહેતું ન હતું, પરંતુ તે બાજુની ઝૂંપડપટ્ટી પર તૂટી પડ્યું હતું.

મમતાએ તમામ શક્ય મદદની ખાતરી આપીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે દક્ષિણ કોલકાતાના મેટિયાબ્રુઝ વિસ્તારમાં નિર્માણાધીન પાંચ માળની ઇમારત ધરાશાયી થવાથી તેઓ દુખી છે. બચાવ કાર્ય ચાલુ છે. અમારા મેયર, ફાયર મિનિસ્ટર, સેક્રેટરી અને પોલીસ કમિશનર, પોલીસ, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને ટીમો (NDRF, KMC અને KP ટીમો સહિત) આપત્તિને ઓછી કરવા માટે આખી રાત સ્થળ પર રહી છે. તેમણે પીડિત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

  1. Bihar Road Accident: લગ્નમાંથી પરત ફરી રહેલા વાહન અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 3 બાળકો સહિત 7 લોકોના મોત
  2. Train Accident: અજમેરમાં સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર, ચાર ડબ્બાઓ પાટા પરથી ઉતર્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.