ETV Bharat / bharat

'ઈતિહાસમાં પહેલીવાર મુખ્યપ્રધાન ચૂંટણી દરમિયાન ઘરે બેઠા', તેજસ્વી યાદવે નીતિશકુમાર પર નિશાન સાધ્યું - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 18, 2024, 2:47 PM IST

વિપક્ષના નેતા તેજસ્વી યાદવે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર ન કરવા બદલ મુખ્યપ્રધાન નીતિશકુમાર પર નિશાન સાધ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું કે, ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ મુખ્યપ્રધાન ઘરે બેઠા હોય. એવું લાગે છે કે કોઈએ તેમને કેદ કર્યા છે.

તેજસ્વી યાદવે નીતિશકુમાર પર નિશાન સાધ્યું
તેજસ્વી યાદવે નીતિશકુમાર પર નિશાન સાધ્યું

બિહાર : મુખ્યપ્રધાન નીતિશકુમાર છેલ્લા બે દિવસથી ચૂંટણી પ્રચાર માટે નીકળી રહ્યા નથી. 16 એપ્રિલના રોજ તેમણે ગયા અને પૂર્ણિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંચ પણ શેર ન કર્યો, જેના કારણે બિહારમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે આ અંગે સીએમ નીતિશકુમાર પર જોરદાર પ્રહાર કર્યા છે.

શું નીતીશકુમાર કેદમાં છે ? : તેજસ્વી યાદવ

VIP ચીફ મુકેશ સહની સાથે ચૂંટણી પ્રચાર માટે રવાના થતા પહેલા પટનામાં પત્રકારો સાથે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું કે, એવું લાગે છે કે મુખ્યપ્રધાન ઘરમાં કેદ થઈ ગયા છે. મને ખબર નથી કે તેઓ પોતે ઘરે બેઠા છે કે કોઈએ તેમને કેદ કર્યા છે, પરંતુ ઈતિહાસમાં પહેલીવાર હું જોઈ રહ્યો છું કે કોઈ મુખ્યપ્રધાન ચૂંટણી પ્રચાર છોડીને ઘરે બેઠા છે.

સીએમ પર કેમ ઉઠ્યા સવાલ ? વાસ્તવમાં 16 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના ગયા અને પૂર્ણિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. પરંતુ સીએમ નીતિશકુમારે બેમાંથી એક પણ રેલીમાં ભાગ લીધો ન હતો. ગયામાં જીતનરામ માંઝી ઉમેદવાર છે, જ્યારે પૂર્ણિયામાં JDU ની ટિકિટ પર સંતોષ કુશવાહા ચૂંટણી લડી રહ્યા છે. આમ છતાં સીએમ નીતિશકુમારનું પીએમ મોદીના મંચ પર સાથે ન હોવું તે અનેક અટકળોને જન્મ આપે છે.

પીએમ મોદીની રેલીમાં સીએમ નીતિશકુમાર ગાયબ
પીએમ મોદીની રેલીમાં સીએમ નીતિશકુમાર ગાયબ

આપણા ઈતિહાસમાં પહેલીવાર પહેલીવાર જોઈ રહ્યા છીએ કે ચૂંટણી સમયે મુખ્યપ્રધાન પોતાના ઘરમાં કેદ હોય. હવે સવાલ એ થાય છે કે, શું તેઓ કેદ છે કે તેમને કેદ કરવામાં આવ્યા છે. હવે તમે જુઓ કે શું થઈ રહ્યું છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. -- તેજસ્વી યાદવ (નેતા, રાષ્ટ્રીય જનતા દળ)

JDU સાંસદ સંજય ઝા શું બોલ્યા ? પીએમ મોદી સાથે સીએમ નીતીશકુમારના ન હોવા પર JDU સાંસદ સંજય ઝાએ કહ્યું કે, આ નિર્ણય રણનીતિ અંતર્ગત લેવામાં આવ્યો છે. જો બંને નેતાઓ અલગ-અલગ જગ્યાએ રેલી કરશે તો મહત્તમ લોકસભા મતવિસ્તારને આવરી લેવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને પીએમ અને સીએમ એક સાથે રેલીઓ નહીં કરે. જોકે બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળી શકે છે.

બજારમાં ચાલતી અટકળો : જોકે 16 એપ્રિલના રોજ જ્યારે વડાપ્રધાને બિહારમાં બે સભા સંબોધી હતી, તે દિવસે નીતિશકુમારે એક પણ રેલી કરી નહોતી. ઉપરાંત 17 એપ્રિલના રોજ પણ નીતિશકુમાર પ્રચાર માટે બહાર નીકળ્યા નહોતા, જેના કારણે અટકળો શરૂ થઈ છે. વિપક્ષનો આરોપ છે કે ભાજપને મુખ્યપ્રધાન પર ભરોસો નથી, તેથી તેમને પ્રચારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

  1. આરજેડી નેતા તેજસ્વી યાદવે લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે બિહારમાં રેલીઓને સંબોધિત કરી
  2. વારાણસીમાં પીએમ મોદીના નોમિનેશન માટે ભાજપ તૈયાર કરી રહ્યું છે માસ્ટર પ્લાન, જાણો વિગતે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.