ETV Bharat / bharat

Farmers protest: ખેડૂતોની દિલ્હી તરફ કૂચ, ગાઝીપુર સહિતની સીમાઓ પર ચક્કાજામ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2024, 8:36 AM IST

Updated : Feb 13, 2024, 12:34 PM IST

ખેડૂતોની આજે દિલ્હી તરફ કૂચ
ખેડૂતોની આજે દિલ્હી તરફ કૂચ

ખેડૂતોનું 'દિલ્હી ચલો'ના આહવાન બાદ સીમા પર સતર્કતા વધારી દેવામાં છે. આ સિવાય દિલ્હીની તમામ સરહદો પર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે. એવામાં ગાઝીપુર સહિતની સીમાઓ પર ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે.

નવી દિલ્હી: દેશભરના વિવિધ ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે સોમવારે મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યાર બાદ ખેડૂતોએ જાહેરાત કરી કે તેઓ વિરોધ કરવા માટે મંગળવારે સવારે 10 વાગ્યે દિલ્હી તરફ કૂચ કરવાની તેમની યોજનાએ સરકાર અને વહિવટી તંત્રની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ખેડૂતોની દિલ્હી કૂચ: બીજી તરફ ખેડૂતોની દિલ્હી તરફ કૂચની જાહેરાત બાદ સીમાઓ પર તકેદારી વધારી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અન્ય રાજ્યો સાથેની દિલ્હીની સરહદો પર પણ સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવી છે. એક તરફ દિલ્હીની સરહદ બદરપુર બોર્ડર પર હરિયાણાના ફરીદાબાદને મળે છે. યુપી અને હરિયાણાની સરહદો પર પણ બ્લોકર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પાંચ હજારથી વધુ સુરક્ષા જવાનોને સરહદો પર તૈનાત કરવામાં આવ્યા છે.

ગાઝીપુર બોર્ડર: ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા 'દિલ્લી ચલો' વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ગાઝીપુર બોર્ડરથી ગાઝિયાબાદ જતા વાહનો અક્ષરધામ મંદિરની સામેથી પુષ્ટા રોડ અથવા પટપડગંજ રોડ/મધર ડેરી રોડ અથવા ચૌધરી ચરણ સિંહ માર્ગ ISBT આનંદ વિહાર અને ગાઝિયાબાદમાં મહારાજપુર અથવા અપ્સરા બોર્ડરથી બહાર નીકળી શકશે.

સિંઘૂ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા સઘન: ખેડૂત સંગઠનો દ્વારા આહ્વાન કરાયેલ 'દિલ્લી ચલો' પ્રદર્શનને જોતા સિંઘુ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

કાલિંદી કુંજ બોર્ડરઃ કાલિંદી કુંજ બોર્ડર પર દિલ્હીની સીમાં નોઈડા સાથે મળે છે. આ જ કારણ છે કે ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને કાલિંદી કુંજ બોર્ડર પર પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજથી જ અહીં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે.

ટિકરી બોર્ડર: ટ્રાફિક એડવાઈઝરી અનુસાર, NH-44 થઈને સોનીપત, પાણીપત, કરનાલ વગેરે તરફ જતી આંતરરાજ્ય બસો ISBTથી મજનુ કા ટીલાથી સિગ્નેચર બ્રિજથી ખજુરી ચોકથી લોની બોર્ડરથી KMP થઈને ખેકરા તરફ જશે.

  1. Delhi: ખેડૂત સંગઠનોની દિલ્હી કૂચ, દિલ્હીમાં ઘણી સીમાઓ સીલ, ટ્રાફિક પોલીસે જાહેર કરી માર્ગદર્શિકા
  2. Bharat Jodo Nyay Yatra : કોરબામાં રાહુલ ગાંધી, સીતામઢી ચોકથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ
Last Updated :Feb 13, 2024, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.