ETV Bharat / bharat

PM Modi Meets Women From Sandeshkhali : સંદેશખાલીની પીડિત મહિલાઓની વાત ' પિતાની જેમ સાંભળતાં ' પીએમ મોદી

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 5:45 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંદેશખાલીની મહિલાઓને મળ્યાં હતાં. તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. પીએમ મોદીએ બારાસતમાં જાહેર સભા બાદ પીએમ મોદીએ પીડિત મહિલાઓની આપવીતી સાંભળી હતી.

PM Modi Meets Women From Sandeshkhali : સંદેશખાલીની પીડિત મહિલાઓની વાત ' પિતાની જેમ સાંભળતાં ' પીએમ મોદી
PM Modi Meets Women From Sandeshkhali : સંદેશખાલીની પીડિત મહિલાઓની વાત ' પિતાની જેમ સાંભળતાં ' પીએમ મોદી

બારાસત (પશ્ચિમ બંગાળ) : વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સંદેશખાલીની પીડિત મહિલાઓના જૂથને મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતાઓ પર સંદેશખાલીની મહિલાઓના જાતીય શોષણનો આરોપ છે. પીએમ મોદી ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસતમાં જાહેર સભા બાદ મહિલાઓને મળ્યા હતાં. સંદેશખાલી આ જિલ્લામાં આવેલું છે.

પીડિત મહિલાઓની આપવીતી સાંભળી : ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્ય એકમના મહાસચિવ અગ્નિમિત્રા પોલે ફોન પર કહ્યું, 'જાહેર સભા પછી, વડા પ્રધાન સંદેશખાલીની કેટલીક મહિલાઓને મળ્યાં. મહિલાઓએ તેમના પર થયેલા અત્યાચાર વિશે જણાવ્યું. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે મહિલાઓ વડાપ્રધાનને તેમની આપવીતી સંભળાવતી વખતે ભાવુક થઈ ગઈ હતી અને વડાપ્રધાને 'પિતાની જેમ ધીરજપૂર્વક તેમની વાત સાંભળી હતી.' સૂત્રોએ કહ્યું કે 'વડાપ્રધાન તેમનું દર્દ સમજી ગયા.' ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં, તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા શાહજહાં શેખ અને તેના સહયોગીઓ પર મહિલાઓની જાતીય સતામણી અને જમીન હડપ કરવાનો આરોપ છે.

મેટ્રોના એસ્પ્લેનેડ-હાવડા મેદાન સેક્શનનું ઉદ્ઘાટન : આ પહેલા પીએમ મોદીએ કોલકાતા મેટ્રોના એસ્પ્લેનેડ-હાવડા મેદાન સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. તમને જણાવી દઈએ કે દેશમાં પહેલીવાર આ વિભાગ હુગલી નદીની નીચેથી પાણીની અંદર પરિવહન ટનલ દ્વારા પસાર થાય છે. એટલું જ નહીં, તેંણે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે એસ્પ્લેનેડથી હાવડા મેદાન સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. વડાપ્રધાન એ જ માર્ગે એસ્પ્લેનેડ સ્ટેશન પરત ફર્યા હતાં અને આ દરમિયાન તેમની સાથે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી પણ હાજર હતાં.

  1. Sandeshkhali Protests: સંદેશખાલીમાં સ્થાનિક યુવાનોએ હંગામો મચાવ્યો, આરોપી TMC નેતાઓની સંપત્તિ સળગાવી
  2. Sandeshkhali Violence Case : સંદેશખાલી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો, વિશેષાધિકાર સમિતિની નોટિસ પર સ્ટે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.