ETV Bharat / bharat

નાસિકમાં ITના દરોડો, 26 કરોડની રોકડ તેમજ 90 કરોડની બિનહિસાબી સંપત્તિ મળી - NASHIK INCOME TAX DEPARTMENT RAIDS

author img

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 12:57 PM IST

મહારાષ્ટ્રના નાસિકમાં દરોડા દરમિયાન આવકવેરા વિભાગને પુષ્કળ સંપત્તિ મળી આવી છે. બુલિયન વેપારીના ઘરેથી એટલી બધી રકમ મળી આવી હતી કે તેને ગણવામાં 14 કલાકનો સમય લાગ્યો હતો., nashik income tax department raids

ITના દરોડોમાં 26 કરોડની રોકડ જપ્ત
ITના દરોડોમાં 26 કરોડની રોકડ જપ્ત (ETV Bharat Gujarat)

નાસિક: આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના નાસિક શહેરના એક મોટા બુલિયન બિઝમેનના ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. બુલિયન વેપારી પાસે જ્વેલરી અને રિયલ એસ્ટેટનો વ્યવસાય પણ છે. આવકવેરા વિભાગ દ્વારા 30 કલાકની સતત તપાસ દરમિયાન લગભગ 26 કરોડ રૂપિયા રોકડા અને 90 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે.

26 કરોડની રોકડ મળી
26 કરોડની રોકડ મળી (ETV Bharat Gujarat)

બુલિયન બિઝનેસના ઓફિસે દરોડા: IT ટીમે અચાનક 23મી મેના રોજ સાંજે આવકવેરા ચોરીની આશંકાના આધારે સુરાણા જ્વેલર્સના અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેના કારણે શહેરના બુલિયન વેપારીઓમાં ભયનો માહોલ છે. આવકવેરા તપાસ વિભાગના મહાનિર્દેશક સતીશ શર્માની દેખરેખ હેઠળ ટીમે નાસિકમાં દરોડા પાડ્યા હતા. 23 મે (ગુરુવારે સાંજે) 50 થી 55 અધિકારીઓએ અચાનક સુરાણા જ્વેલર્સના બુલિયન બિઝનેસ તેમજ તેમની રિયલ એસ્ટેટ બિઝનેસ ઓફિસ પર દરોડા પાડવાનું શરૂ કર્યું. આ ઉપરાંત રાકા કોલોની વિસ્તારમાં આવેલા તેના આલીશાન બંગલામાં પણ અલગથી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ITના દરોડોમાં 26 કરોડની રોકડ જપ્ત
ITના દરોડોમાં 26 કરોડની રોકડ જપ્ત (ETV Bharat Gujarat)

પરિવારના સભ્યોના ઘરોની કરી તપાસ: આ દરમિયાન બુલિયન વેપારીની ઓફિસ, ખાનગી લોકર અને શહેરમાં વિવિધ સ્થળોએ બેંક લોકરોની ચકાસણી કરવામાં આવી હતી. મનમાડ અને નંદગામમાં તેના પરિવારના સભ્યોના ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી. મુસાફરોની થેલીઓ, કાપડની થેલીઓ અને ટ્રોલી બેગમાં ભરેલી રોકડને ગણતરી માટે સાત કારમાં સીબીએસ નજીક સ્ટેટ બેંકની ઓફિસમાં લાવવામાં આવી હતી. શનિવારે સ્ટેટ બેંકમાં રજા હતી, છતાં આ દિવસે બેંકના હેડક્વાર્ટરમાં રોકડની ગણતરી કરવામાં આવી હતી.

ફર્નિચરના પ્લાયવુડમાં રોકડ મળી: સવારે સાત વાગ્યાથી રોકડ ગણતરી શરૂ થઈ હતી. સમગ્ર રોકડની ગણતરી કરવામાં લગભગ 14 કલાકનો સમય લાગ્યો હતો. શનિવારે રાત્રે 12 વાગ્યે નોટોની ગણતરી પૂર્ણ થયા બાદ મુખ્ય તપાસ અધિકારીઓએ રોકડ જપ્ત કરી હતી. આવકવેરા વિભાગના શરુઆતના દરોડામાં ઓફિસો અને ખાનગી લોકરમાં થોડી રોકડ મળી આવી હતી પરંતુ વધુ નાણાંની શોધખોળ ચાલુ છે. તે જ સમયે, સંબંધીના આલીશાન બંગલામાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ અહીં લોકરમાં કોઈ પૈસા મળ્યા ન હતા. જ્યારે અધિકારીઓને શંકા ગઈ ત્યારે તેમણે ફર્નિચર પર પછાડીને તપાસ કરી હતી. પછી જ્યારે ફર્નિચરનું પ્લાયવુડ હટાવાયું ત્યારે તો તેની અંદર જોઈને ઈન્કમટેક્સ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેની અંદર મોટી માત્રામાં રોકડ રાખવામાં આવી હતી.

  1. TRP ગેમ ઝોન અગ્નિકાંડ: પ્રત્યક્ષદર્શી બાળકે કહ્યું, સ્ટીલની શીટ તોડીને કૂદી ગયો અને બચી ગયો - TRP Game Zone fire incident
  2. કામરેજના અંત્રોલી ગામેથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો - Surat News
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.