ETV Bharat / bharat

હત્યાના ઘણા કેસોમાં 20 વર્ષથી ફરાર ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને લાવવામાં આવ્યો ભારત - Many cases of murder against pujari

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 11:08 AM IST

Etv BharatMumbai Police  Brought Gangster Prasad Pujari
Etv BharatMumbai Police Brought Gangster Prasad Pujari

20 વર્ષથી ફરાર ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનથી મુંબઈ લાવવામાં આવ્યો છે. પ્રસાદ પૂજારી વિરુદ્ધ હત્યાના ઘણા કેસ નોંધાયેલા છે.

મુંબઈઃ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનથી મુંબઈ લાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પ્રસાદ પૂજારી લગભગ 20 વર્ષથી ફરાર હતો અને તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, તેને શનિવારે સવારે ચીનથી ભારત લાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે મુંબઈ પોલીસે પ્રસાદ પૂજારીના પ્રત્યાર્પણ માટે ચીન સાથે પેપરવર્ક શરૂ કરી દીધું હતું. પેપરવર્કનું પરિણામ એ આવ્યું કે ગેંગસ્ટર પ્રસાદ પૂજારી આજે ભારતમાં છે. મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે તેની સામે એકલા મુંબઈમાં જ 15થી વધુ કેસ નોંધાયેલા છે.

Mumbai Police  Brought Gangster Prasad Pujari
Mumbai Police Brought Gangster Prasad Pujari

જાણો શું કહ્યુ ડીસીપીએ?: ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દત્તા નલાવડેએ જણાવ્યું કે ગેંગસ્ટર પ્રસાદ પૂજારીની મુંબઈ પોલીસે આજે સવારે 2.00 થી 2.30 વચ્ચે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયત કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે પ્રસાદ પૂજારી વિરુદ્ધ છેલ્લો કેસ વર્ષ 2020માં મુંબઈમાં નોંધાયો હતો. પોતાની સલામતી માટે પ્રસાદ પૂજારીએ એક ચીની મહિલા સાથે લગ્ન કર્યા છે, જેનાથી બંનેને એક પુત્ર છે. મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે આ જ રીતે પ્રસાદ પૂજારીની માતાની પણ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા 2020માં ધરપકડ કરવામાં આવી હતી.

પુજારીને આપવામાં આવ્યા હતા અસ્થાયી વિઝા: 2005માં ભારત છોડીને ભાગી ગયેલા પ્રસાદ પૂજારીને માર્ચ 2008માં ચીનમાં કામચલાઉ વિઝા આપવામાં આવ્યા હતા. આ વિઝાની મુદત વર્ષ 2012માં સમાપ્ત થઈ ગઈ હતી. તે ચીનના શેનઝેન શહેરના લુઓહુ જિલ્લામાં રહેતો હતો.

ચંદ્રકાંત જાધવ કેસમાં પુજારીની સંડોવણી: તમને જણાવી દઈએ કે, 19 ડિસેમ્બર 2019ના રોજ વિક્રોલી વિસ્તારમાં શિવસેના કાર્યકર ચંદ્રકાંત જાધવને ગોળી મારી દેવામાં આવી હતી. જોકે,આ દુર્ઘટનામાં તેનો આબાદ બચાવ થયો હતો. આ મામલામાં ગેંગસ્ટર પ્રસાદ પૂજારીનું નામ સામે આવ્યું હતું.

પૂજારી વિરુદ્ધ અનેક કેસો: પ્રસાદ પૂજારી વિરુદ્ધ મુંબઈ અને થાણે જિલ્લામાં લગભગ 15 થી 20 કેસ નોંધાયેલા છે. ગેંગસ્ટર પ્રસાદ પૂજારીની ચીની અધિકારીઓએ માર્ચ 2023 માં હોંગકોંગમાંથી અટકાયત કરી હતી. મુંબઈમાં મોસ્ટ વોન્ટેડ આરોપી પ્રસાદ પૂજારી વિરુદ્ધ ખંડણી, હત્યા અને હત્યાના પ્રયાસ જેવા અનેક કેસ નોંધાયેલા છે.

  1. યુટ્યૂબર એલ્વિશ યાદવને મળ્યા જામીન, રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાઈ કરવાનો આરોપ - YouTuber Elvish Yadav Got Bail
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.