ETV Bharat / bharat

કરનાલમાં ખેડૂતોએ મનોહરલાલ ખટ્ટરને કાળા ઝંડા બતાવી રોડ શો રોક્યો - Manohar Lal Khattar Road Show

author img

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 2:06 PM IST

કરનાલમાં ખેડૂતોએ મનોહરલાલ ખટ્ટરને કાળા ઝંડા બતાવી રોડ શો રોક્યો
કરનાલમાં ખેડૂતોએ મનોહરલાલ ખટ્ટરને કાળા ઝંડા બતાવી રોડ શો રોક્યો

Farmers showed black flags to Manohar Lal Khattar : હરિયાણાના કરનાલમાં રોડ શો દરમિયાન હરિયાણાના પૂર્વ સીએમ અને કરનાલ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર મનોહરલાલ ખટ્ટરને ખેડૂતોનો વિરોધ જોવો પડ્યો હતો. ખેડૂતોએ મનોહરલાલ ખટ્ટરને કાળા ઝંડા બતાવી રોડ શો રોક્યો હતો.

કરનાલ : હરિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોના વિરોધની પ્રક્રિયા ચાલુ છે. હવે હરિયાણાના કરનાલમાં ખેડૂતોએ હરિયાણાના પૂર્વ સીએમ અને કરનાલથી ભાજપના લોકસભા ઉમેદવાર મનોહરલાલ ખટ્ટરને કાળા ઝંડા બતાવ્યાં અને તેમનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો.

ખેડૂતોનો વિરોધ

ભાજપ ઉમેદવાર તરીકે પ્રચારમાં હતાં : વાસ્તવમાં, હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર કરનાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉેદવાર તરીકે મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતાં. તેમણે અસંધ વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી રથયાત્રાની શરૂઆત કરી હતી. તેમણે અસંધ મતવિસ્તારના ગંગાતેહરી પોપડા ગામથી રોડ શોની શરૂઆત કરી હતી. અહીંતેમના સમર્થનમાં લોકો પણ એકઠા થયા હતાં.

મનોહરલાલ ખટ્ટરને કાળા ઝંડા દેખાડવામાં આવ્યા : મનોહર લાલ ખટ્ટરને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો જ્યારે તેમનો કાફલો અસંધમાં સર છોટુ રામ ચોક પાસેના રતક ગામમાં પહોંચ્યો. ખેડૂતોએ તેમને કાળા ઝંડા બતાવ્યા અને રસ્તો રોકવાનો પ્રયાસ પણ કર્યો. આ દરમિયાન ખેડૂતોએ હંગામો મચાવ્યો અને મુર્દાબાદના નારા લગાવવા લાગ્યા. ખેડૂતોએ મોટી લાકડીઓ સાથે બાંધેલા કાળા ઝંડા લહેરાવ્યા અને તેમના વાહનની પાછળ દોડવા લાગ્યા. આ દરમિયાન હરિયાણાના પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટર ભારત માતા કી જયના ​​નારા લગાવતા કાફલા સાથે ઝડપથી રવાના થઇ ગયાં હતાં.

ખેડૂતો મનોહરલાલને સવાલ પૂછવા માંગતા હતા : હરિયાણાના પૂર્વ સીએમને કાળા ઝંડા બતાવ્યા બાદ ખેડૂતોએ કહ્યું કે સરકાર તેમની વાત સાંભળી રહી નથી. તેમણે આરોપ લગાવ્યો કે, "ખેડૂતોના આંદોલન દરમિયાન ખેડૂતો પર લાકડીઓ ચલાવવામાં આવી હતી અને ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં મનોહરલાલ ખટ્ટર કયામોંથી અહીં વોટ માંગવા આવ્યા છે? તેમને શરમ આવવી જોઈએ." ખેડૂતોએ વધુમાં કહ્યું કે તેઓ મનોહરલાલ ખટ્ટરને પ્રશ્નો પૂછવા માગે છે. પણ તેમણે વાત કરવી પણ યોગ્ય ન ગણી.

  1. Farmers Protest: ખેડૂત આંદોલનથી પંજાબમાં 4 કલાક રેલ વ્યવહાર ખોરવાયો
  2. હરિયાણાના કરનાલમાં ખેડૂતોએ તંત્ર સાથે બેઠક યોજી ધરણાં પૂર્ણ કર્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.