ETV Bharat / bharat

'ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, તેમની પાસે પરમાણુ બોમ્બ છે': મણિશંકર ઐયર - Mani Shankar Aiyar On Pakistan

author img

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2024, 1:56 PM IST

સામ પિત્રોડા બાદ કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે કોંગ્રેસ પાર્ટી માટે વધુ મુશ્કેલી ઊભી કરી છે. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, તેમની પાસે પરમાણુ બોમ્બ છે. - Mani Shankar Aiyar On Pakistan

'ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, તેમની પાસે પરમાણુ બોમ્બ છે': મણિશંકર ઐયર
'ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, તેમની પાસે પરમાણુ બોમ્બ છે': મણિશંકર ઐયર (Etv Bharat)

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે નિવેદન આપ્યું છે કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ. તેમણે કહ્યું કે ભારતે તેની સૈન્ય શક્તિ વધારવી જોઈએ નહીં કારણ કે તેના કારણે ઈસ્લામાબાદ નવી દિલ્હી સામે પરમાણુ હથિયારો તહેનાત કરવાનું વિચારી શકે છે. જેના પરિણામે વિવાદ સર્જાયો છે. 15 એપ્રિલે ચિલ પિલની સાથે આપેલ એક ઈન્ટરવ્યુમાં તેમણે આ વાતો કહી હતી.

મણિશંકર ઐયરે નિવેદન આપ્યું: મણિશંકર ઐયર જે પોતે ભૂતપૂર્વ રાજદ્વારી અને ભારત-પાકિસ્તાન સંબંધોને સામાન્ય બનાવવાના સમર્થક છે તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે "આપણી સરકાર ઇસ્લામાબાદ સાથે જો ઇચ્છે તો કડક વાત કરી શકે છે, પરંતુ જો તે પાડોશી દેશનું સન્માન નહીં કરે તો તેને મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. અમારી પાસે પણ છે, પરંતુ જો કોઈ 'પાગલ' લાહોરમાં બોમ્બ મારવાનું નક્કી કરે તો રેડિયેશનને અમૃતસર પહોંચવામાં 8 સેકન્ડનો સમય લાગશે નહીં."

અય્યરે કહ્યું કે જો આપણે તેમનું સન્માન કરીશું તો તેઓ પણ શાંતિપૂર્ણ રહેશે, પરંતુ જો આપણે તેમને તિરસ્કાર કરીએ, તો શું થશે જો કોઇ 'પાગલ' (ભારત) બોમ્બ ફોડવાનું નક્કી કરે?

મણિશંકર ઐયરના આ નિવેદન પર ઉત્તર-પશ્ચિમ દિલ્હી લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર ઉદિત રાજે કહ્યું કે, "મણિશંકર ઐયર કોઈ સત્તાવાર પદ ધરાવતા નથી. તેથી, તેઓ જે પણ નિવેદન આપે છે તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે. કોંગ્રેસ એવું કોઈ વલણ ધરાવતા નથી અને આ મુદ્દે કશું બોલતા પણ નથી.

ભાજપના નેતાઓનો અભિપ્રાય: ઐયરના આ પ્રકારના પાકિસ્તાની તરફી વલણની ભાજપના ઘણા નેતાઓએ ટીકા કરી હતી. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે X પર એક પોસ્ટ દ્વારા કહ્યું કે, "આ ટિપ્પણી કોંગ્રેસની વિચારધારાને દર્શાવે છે." તેમણે કહ્યું કે આ ચૂંટણીઓમાં રાહુલની 'વિચારધારા' સંપૂર્ણ રીતે દેખાઈ રહી છે. સિયાચીન છોડવાનો પ્રસ્તાવ, ઘરેલુ આતંકવાદ સાથે જોડાયેલા સંગઠનોને સમર્થન અને SDPI, યાસીન મલિક જેવા લોકો સહિત પાકિસ્તાનને સમર્થન ઉપરાંત, ગરીબોને ખુશ કરવા માટે બેફામ ભ્રષ્ટાચાર અને પૈસાની લૂંટ, સામ પિત્રોડાની જાતિવાદ, વિભાજન અને અજ્ઞાનતા, SC, OBC અને ST સહિત અન્ય તમામના ભોગે મુસ્લિમ સમુદાયને ખુશ કરવા આ બધા તેમના વલણો દેખાઈ રહ્યા છે.

ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, "કોંગ્રેસનો 'પાકિસ્તાન પ્રેમ' અટકવાનો નથી. 'પ્રથમ પરિવાર' થી નજીક મણિશંકર ઐયર તેમના શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. તેની સાથે વાતચીત થવી જોઈએ. એ જ પાકિસ્તાન જે આપણા દેશમાં આતંકવાદીઓને મોકલતું રહે છે. પરંતુ હવે જ્યારે પુલવામા જેવી ઘટનાઓ સર્જાય છે, ત્યારે જડબાતોડ જવાબ આપવામાં આવે છે. આજે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર તેમના બચાવ માટે વિનંતી કરે છે."

ઘરમાં ઘૂસીને ચેતવણી: કોંગ્રેસ નેતાની આ ટિપ્પણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખ્યાત વલણ "ઘરમાં ઘૂસીને ચેતવણી" આપ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિમાં વધારો થયો છે. પીએમ મોદીએ તેમના એક ભાષણમાં કહ્યું હતું કે, "ભારતીય સેના પાકિસ્તાનમાં ઘૂસીને સરહદ પારથી ભાગી રહેલા કોઈપણને મારી શકે છે."

વડાપ્રધાનની ટીપ્પણીના પગલે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ પાકિસ્તાન વિરોધી નિવેદનબાજી શરૂ કરી દીધી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, "પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અમારું હતું, અમારું છે અને અમારું રહેશે, પરંતુ ભારતે બળથી તેના પર કબજો કરવો પડશે નહીં કારણ કે તેના લોકો પોતે ભારતનો ભાગ બનવા માંગશે."

નેશનલ કોન્ફરન્સ (NC)ના વડા અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ રાજનાથ સિંહને પાકિસ્તાનની પરમાણુ ક્ષમતાઓની યાદ અપાવી. તેમણે ચેતવણી આપી કે, "યાદ રાખો, તેઓ (પાકિસ્તાન) પણ બંગડીઓ પહેરતા નથી. તેની પાસે પરમાણુ બોમ્બ છે, અને કમનસીબે તે પરમાણુ બોમ્બ આપણા પર પડશે."

  1. પીએમ મોદી મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ચૂંટણી રેલીઓ કરશે, ઓડિશામાં રોડ શો કરશે - LOK SABHA ELECTION 2024
  2. ભારતે માલદીવમાંથી સૈનિકોને સંપૂર્ણપણે પાછા ખેચી લીધાં, રાષ્ટ્રપતિ મુઇઝુની ઓફિસે પુષ્ટિ કરી - India Maldives Row
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.