ETV Bharat / bharat

Information Leak Case : મહુઆ મોઈત્રાની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો, જાણો સમગ્ર મામલો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 2:18 PM IST

તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાની અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. નોંધનીય છે કે, મહુઆ મોઇત્રાએ દાવો કર્યો છે કે તેમના દ્વારા ED ને આપવામાં આવેલ જવાબ મીડિયામાં પ્રકાશિત અને લીક કરવામાં આવી રહ્યા છે. કોર્ટે શુક્રવારે ચુકાદો સંભળાવવાનો આદેશ કર્યો છે.

મહુઆ મોઈત્રાની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
મહુઆ મોઈત્રાની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

નવી દિલ્હી : ED ને ગોપનીય અને અપ્રમાણિત માહિતી લીક કરવાથી રોકવાની તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાની માંગ પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. જસ્ટિસ સુબ્રમણ્યમની બેન્ચે 23 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો છે.

બંને પક્ષની દલીલ : ગુરુવારના રોજ સુનાવણી દરમિયાન ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, ED એ કોઈ માહિતી લીક કરી નથી અને તે સમાચારના સ્ત્રોત અંગે તેમને કોઈ જાણકારી નથી. મહુઆ મોઇત્રા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રેબેકા જ્હોને કહ્યું કે, FEMA ઉલ્લંઘનની તપાસ સાથે સંબંધિત ગોપનીય માહિતી ED લીક કરી રહ્યું છે. મહુઆ મોઇત્રાએ ED કેસમાં 19 મીડિયા હાઉસને અપ્રમાણિત, ખોટી અને અપમાનજનક માહિતી પ્રકાશિત કરવાથી રોકવાની માંગ કરી છે.

ગોપનીય માહિતી લીક કેસ : તમને જણાવી દઈએ કે FEMA ઉલ્લંઘનના મામલામાં ED દ્વારા મહુઆ મોઇત્રાની પૂછપરછ માટે 14 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરીએ સમન્સ જાહેર કરવામાં આવ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મીડિયા હાઉસમાં જે પણ સમાચાર ચાલી રહ્યા છે તે ફેમાના ઉલ્લંઘનની EDની તપાસ સાથે સંકળાયેલી છે. એડવોકેટ જ્હોને કહ્યું કે, ED કોઈપણ કમ્યુનિકેશન અરજીકર્તાને મોકલતા પહેલા લીક કરે છે અને તે સમાચાર તરીકે પ્રકાશિત થાય છે.

મહુઆ મોઇત્રાની અરજી : મહુઆ મોઇત્રાની માંગ છે કે જ્યાં સુધી તપાસ બાકી છે ત્યાં સુધી ED અને મીડિયા હાઉસને FEMA ઉલ્લંઘનની તપાસ સાથે સંબંધિત સામગ્રી લીક અને પ્રકાશિત કરવાથી રોકવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ED એ જાણીજોઈને ખરાબ ઈરાદા સાથે માહિતી લીક કરી છે. મહુઆ દ્વારા ED ને આપવામાં આવેલ જવાબો મીડિયામાં પ્રકાશિત અને લીક કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે અને સમાચાર પ્રકાશિત કરવા તે અરજદારની નિષ્પક્ષ તપાસના અધિકારનું ઉલ્લંઘન છે.

શું છે મામલો ? નોંધનીય છે કે, 8 ડિસેમ્બર, 2023 ના રોજ લોકસભાએ મહુઆ મોઇત્રાની લોકસભા સદસ્યતા રદ કરી દીધી હતી. સંસદની એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રાને પૈસા લઈને પ્રશ્નો પૂછવાના આરોપને સાચો માની પોતાનું સંસદનું સભ્યપદ સમાપ્ત કરવાની ભલામણ કરી હતી. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર પૈસા લઈને સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો હતો. મહુઆ મોઇત્રા પર અદાણી વિશે પ્રશ્નો પૂછવા માટે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લેવાનો આરોપ હતો. મહુઆ મોઈત્રાએ હિરાનંદાની સાથે પોતાનો લોગ-ઇન પાસવર્ડ પણ શેર કર્યો હતો.

  1. CBI Raids Malik : સત્યપાલ મલિકના ઘર પર સીબીઆઈના દરોડા પડ્યાં, કિરુ જલવિદ્યુત યોજનામાં ભ્રષ્ટાચાર મામલો
  2. SC Directs Manipal Hospital : સુપ્રીમ કોર્ટે સારવારમાં બેદરકારીના કિસ્સામાં હોસ્પિટલને 10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.