ETV Bharat / bharat

ઈન્ટરવ્યૂ: ફેક્ટ-ચેકરે પૂનમ પાંડેના 'સ્ટંટ'ને લઈને આપી ચેતવણી, 2024ની ચૂંટણી પહેલા આવા દુષ્પ્રચાર વિશે કર્યા સતર્ક

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 7:28 AM IST

Updated : Feb 6, 2024, 6:21 AM IST

Etv Bharat
Etv Bharat

મોડલ પૂનમ પાંડેના સ્ટંટે દેશ આખાને સ્તબ્ધ કરી દીધો, જેમાં મીડિયા અને તેના યુઝર્સ માટે પણ એક બોધપાઠ છે. ફેક્ટ ચેક એક્સપર્ટ મુરલીકૃષ્ણન ચિન્નાદુરઈએ, ETV ભારતના શંકરનારાયણ સુદલાઈ સાથે વાત કરતા, ચેતવણી આપી હતી, કે શા માટે આ ઘટનાને માત્ર બીજા સમાચાર તરીકે રજૂ ન કરી શકાય, ખાસ કરીને એવા સમયે જ્યારે દેશ ચૂંટણી તરફ આગળ વધી રહ્યો છે. fact checker flags poonam pandey stunt

હૈદરાબાદ: એક અભિનેત્રીનું આકસ્મિક મૃત્યુ આઘાતજનક અને એટલું જ ધ્યાન ખેંચનારું પણ હોઈ શકે છે. તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે જ્યારે અભિનેત્રી પોતે દુષ્પ્રચારનો સહારો લે છે અને કેન્સર જેવા સંવેદનશીલ વિષય પર પોતાના મૃત્યુનું નાટક કરે છે. વિચારવા જેવી બાબત સર્વાઈકલ કેન્સર જાગૃતતાના નામે સોશિયલ મીડિયા પર પોતાનું 'બનાવટી મોત'ને લઈને મૉડલ પૂનમ પાંડેનો હાલનો 'પબ્લિસિટી સ્ટંટ' છે. ઇટીવી ભારતે આ ઘટનાને લઈને ફેક્ટ ચેક એક્સપર્ટ મુરલીકૃષ્ણન ચિન્નાદુરઈ સાથે વાત કરી હતી અને તેને ગંભીરતાથી કેમ લેવી જોઈએ તેના વિશે તેમના મંતવ્યો જાણ્યા હતાં.

પ્રશ્ન: એક ફેક્ટ ચેકર તરીકે આપ સોશિયલ મીડિયા પર પોતાની મોતનું નાટક કરનારી પૂનમ પાંડેને આપે કેવી રીતે જુઓ છો ?

જવાબઃ સૌથી પહેલા આ સમાચાર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર હતા. આ અંગે બીજે ક્યાંય કોઈ માહિતી ઉપલબ્ધ ન હતી. ઇન્સ્ટાગ્રામ પેજના દાવાની પુષ્ટિ કરવા માટે કોઈ તબીબી પુરાવા ઉપલબ્ધ ન હતાં. ત્રણ દિવસ પહેલા મુંબઈમાં રેડ કાર્પેટ પર ચાલનારી વ્યક્તિની સર્વાઈકલ કેન્સરથી મૃત્યુના સમાચાર પર્યાપ્ત ન હતાં. ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર રિલીઝ થવાને કારણે, વિવિધ મીડિયા સંસ્થાનોએ આ સમાચાર દર્શાવ્યા. જો કે આમા શંકાને કોઈ સ્થાન નથી. દસ્તાવેજો અને પુરાવાઓના આધારે હકીકત-તપાસ કરી શકાય છે. ફેક્ટ ચેક કરવું એ એક પડકાર હતો, કારણ કે તબીબી અહેવાલમાં તેના 'મૃત્યુ'ની પુષ્ટિ થઈ હતી અને મૃતકના મૃતદેહ વિશે કોઈ ખબર ન હતી.

પ્રશ્ન: આ ફેક ન્યૂઝનો પર્દાફાશ કરવામાં વિલંબ કેમ થયો?

જવાબ: પૂનમ પાંડેના મૃત્યુનો દાવો કરતી નકલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ 2 ફેબ્રુઆરીની સવારે અભિનેત્રીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી. પરંતુ આ અંગે તેના સંબંધીઓનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો ન હતો. તેના મિત્ર મુનવ્વર ફારુકીએ પણ તેના ઓફિશિયલ પેજ પર આ અંગેની પોસ્ટ શરે કરી કે, તે આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયો છે, અને તે પોતાના દુઃખને કાબૂમાં રાખી શકતો નથી. જોકે, સાંજના 4 વાગ્યા સુધી પણ આ વિશે કોઈ વધુ કોઈ પુરાવા મળ્યાં ન હતાં, માટે ફેક્ટ ચેક નિષ્ણાતોની એક રાષ્ટ્રીય પેનલે સમાચારની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. મુંબઈ સ્થિત એક ફેક્ટ ચેકરે માહિતી ચકાસવા માટે વિવિધ તબક્કે પૂનમ પાંડેની નજીકના લોકોનો સંપર્ક કર્યો હતો. ફેક્ટ ચેકર એ નિષ્કર્ષ પર આવ્યો કે તેના મૃત્યુના સમાચાર સાચા નથી. જો કે, સત્તાવાર રીતે તેને જુઠ તરીકે પણ નકારી ન શકાઈ કેમ કે, સાક્ષીના આધારે સત્ય પુરવાર કરવા માટે તેની પાસે પર્યાપ્ત પુરાવા ન હતાં. આ પ્રકારની બોગસ ખબર પોસ્ટ ટ્રુથ કહી શકાય, તેનો અર્થ છે કે, જુઠ તરીકે સ્થાપિત કરવું મુશ્કેલ છે, જ્યાં સુધી કે સંબંધીત વ્યક્તિ કે તેનો પરિવાર તેનાથી ઈન્કાર ન કરે.

પ્રશ્ન: પૂનમ પાંડેએ દાવો કર્યો હતો કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે તેના મૃત્યુની ખોટી ખબર બનાવી હતી. શા માટે આને હકારાત્મક રીતે ન લઈ શકાય?

જવાબ: આને હકારાત્મક ગણી શકાય નહીં. ઇરાદો ગમે તે હોય, આ વ્યૂહરચનાની દ્રષ્ટીએ દોષપૂર્ણ છે. આ એટલા માટે છે કારણ કે મૃત્યુનો પ્રચાર એવા લોકોની આશાઓને ઘ્વંસ્ત કરી નાખે છે, જેઓ આ પ્રકારના કેન્સરથી પીડિત છે અને તેમાંથી ઉગરી રહ્યા છે. પીડિતો અને તેમની નજીકના લોકો માટે આ મનોવૈજ્ઞાનિક યુદ્ધની અસરોમાંથી બહાર આવવું એટલું સરળ નથી. જો જાગૃતિ એ જ ધ્યેય હોય, તો સુનિયોજિત દુષ્પ્રચાર અભિયાનનો આશરો લેવાને બદલે પ્રામાણિક માર્ગ પસંદ કરવાનો ઉપાય છે. આ એક જઘન્ય ઉદાહરણ રજૂ કરે છે.

પ્રશ્ન: દુષ્પ્રચાર અને દુષ્પ્રચાર અભિયાન બંને વચ્ચે શું તફાવત છે? કયા તબક્કે દુષ્પ્રચાર એક દુષ્પ્રચાર ઝુંબેશ બની જાય છે?

જવાબ: દુષ્પ્રચાર એ એવી ખોટી માહિતી છે જે કોઈ વ્યક્તિ જાણી જોઈને ફેલાવે છે. દુષ્પ્રચાર ઝુંબેશ એ દુષ્પ્રચારના નિર્માણ અને તેના ફેલાવા માટે માળખું રચીને એક ઝુંબેશ ચલાવવાની રીત છે. જેનો પ્રચાર-પ્રસાર કરવા માટે, પૂનમ પાંડે કેસમાં સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા એક દિવસમાં બનાવવામાં આવેલા ફેક ન્યૂઝને કારણે દેશભરમાં વિવિધ એકમો અને વિવિધ સંગઠનો માટે મોટા પડકારો ઉભા કરી દીધા છે.

મીડિયા ફેક ન્યૂઝને સત્ય તરીકે પ્રકાશિત કરવા માટે લાચાર બની ગયું છે. એક્સ (ટ્વિટર) સહિત સોશિયલ મીડિયા સાઇટ્સ પર આપણે તે દિવસે હેશગેટ #પૂનમપાંડેડેથ હેઠળ વિવિધ લોકો દ્વારા પોસ્ટ કરાયેલ એક સરખી લાગણી દર્શાવતા ટ્વિટ જોયા, એવી કોઈ રીત નથી કે વ્યક્તિગત શોક મનાવનારા એક સરખા શબ્દોનો ઉપયોગ કર્યો હોય.

તેમણે આ દુષ્પ્રચાર ઝુંબેશની તીવ્રતા વધારવા માટે ટેકનોલોજી અને માનવ સંસાધનોની યોજના બનાવી અને તેમ કર્યુ. સોશિયલ મીડિયા સાઇટ્સ પર કૃત્રિમ સ્વયંભૂ ટ્વીટ્સ પણ જોવા મળ્યા હતા. આ ખોટા પ્રચારને સત્ય માનનારા ઘણા લોકોએ પોતાની સંવેદના અને શોક વ્યક્ત કર્યો. આને ગંભીર ગુનો ગણવો જોઈએ અને આ અભિયાનને આગળ ધપાવી રહેલી પૂનમ પાંડે અને તેની ટીમ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

પ્રશ્ન: જ્યારે હેતુ સાચો હોય, ત્યારે શું ફોજદારી કાર્યવાહી વધુ પડતી લાગે છે ? શું આપણે દુષ્પ્રચારની અવગણના ન કરી શકીએ?

જવાબ: પાસ થવું એ યોગ્ય વ્યૂહરચના છે, અને કેટલીકવાર તે શ્રેષ્ઠ વ્યૂહરચના છે. પરંતુ આ કિસ્સામાં આપણે આવું વિચારી શકતા નથી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે તાજેતરમાં તેનો 2024 વૈશ્વિક જોખમ અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં, નકલી સમાચાર અને દુષ્પ્રચાર સમાજને ખલેલ પહોંચાડનારા પ્રાથમિક પરિબળો છે.

વૈશ્વિક સ્તરે, ભારત અને અમેરિકા સહિત 50 ટકાથી વધુ દેશો આ વર્ષે સામાન્ય ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. તેથી, આ વર્ષ એટલું મહત્વનું છે કે તેને વૈશ્વિક ચૂંટણીનું વર્ષ કહેવામાં આવે છે. આ સંદર્ભમાં, કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા બનાવવામાં આવેલા નકલી સમાચાર અને ડીપફેક્સ કેટલાક મુખ્ય જોખમ પરિબળો છે. સૌથી અસુરક્ષિત દેશોની યાદીમાં ભારત ટોચ પર છે. WEF રિપોર્ટને ધ્યાનમાં રાખીને અને પૂનમ પાંડેની ઘટનાને ઉદાહરણ તરીકે લેતા, રાજકીય પક્ષો ચૂંટણીમાં લોકોને આકર્ષવા માટે આયોજિત દુષ્પ્રચાર ઝુંબેશમાં જોડાઈ શકે છે. આવી સ્થિતિમાં એક દાખલો બેસાડવા માટે પૂનમ પાંડે સામે કાર્યવાહી કરવી સમજદારીભર્યું રહેશે. નહિંતર, તે લોકશાહીની ફિલસૂફીની વિરુદ્ધ હશે.

પ્રશ્ન: ચૂંટણી થવાની છે. ન્યૂઝ સંસ્થાઓ અને ગ્રાહકો આવા ફેક ન્યૂઝને કેવી રીતે ઓળખી શકે ?

જવાબ: મીડિયા ગૃહોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ જે સમાચાર મેળવે છે તેની તપાસ વિવિધ તબક્કે થવી જોઈએ. સમાચાર પ્રકાશિત થાય તે પહેલા સ્ત્રોતો હાથમાં હોવા જોઈએ. નેટીઝન્સે ઇન્ટરનેટ પર મળેલી તમામ માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ. તેઓએ કોઈપણ માહિતી શેર કરતા પહેલા સ્ત્રોતો તપાસવા જોઈએ. અતિશય ભાવનાત્મક અશાંતિનું કારણ બને તેવી કોઈ પણ સામગ્રીને તરત જ શેર ન કરવી કે તેના પર વિશ્વાસ ન કરવો. જો આપણે આ રીતે કાર્ય કરીએ તો આપણે આપણી જાતને અને આપણા સમાજને ખોટી માહિતી અને દુષ્પ્રચારથી બચાવી શકીશું.

  1. Poonam pandey'હું હજી જીવું છું' પૂનમ પાંડેએ મોતની ખબર અંગે વીડિયો શેર કરીને કહ્યું 'મને માફ કરી દો'
  2. Rozlyn Khan: 'સવિતા ભાભી' ફેમ એક્ટ્રેસે પૂનમ પાંડેના મોતને ગણાવ્યું જૂઠું, વીડિયોમાં કહી હકીકત
Last Updated :Feb 6, 2024, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.