ETV Bharat / entertainment

Poonam pandey'હું હજી જીવું છું' પૂનમ પાંડેએ મોતની ખબર અંગે વીડિયો શેર કરીને કહ્યું 'મને માફ કરી દો'

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 12:53 PM IST

Updated : Feb 3, 2024, 1:53 PM IST

અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર દેશમાં આગથી કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ ગયા છે. હવે પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર આવીને કહ્યું છે કે હું હજી જીવું છું.

Etv Bharat
Etv Bharat

મુંબઈઃ મોડલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર દેશમાં આગ કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ ગયા છે. જોકે, પૂનમ પાંડે ચોક્કસ મૃત્યુ પામી છે એ વાતને કોઈ સ્વીકારવા તૈયાર ન્હોતું. એક તરફ પૂનમના ચાહકો આ સમાચારને જુઠ્ઠા ગણાવવામાં વ્યસ્ત છે તો બીજી તરફ સેલેબ્સ અભિનેત્રીના નિધન પર ચોંકાવનારી પ્રતિક્રિયાઓ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં વ્યસ્ત છે. ત્યારે બોલિવૂડના વરિષ્ઠ કલાકારોમાંના એક અનુપમ ખેરે પૂનમ પાંડેના અવસાનથી આઘાત અનુભવ્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અભિનેતાએ પૂનમ પાંડેને તેમની એક્સ પોસ્ટ પર શ્રદ્ધાંજલિ આપી હતી. હવે પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર આવીને કહ્યું છે કે હું જીવું છું.

કેમ ફેલાવી મોતની અફવા ? આપને જણાવી દઈએ કે, પૂનમ પાંડે વિશે તેની ટીમે 2 ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર માહિતી આપી હતી કે, અભિનેત્રીનું સર્વાઈકલ કેન્સરથી મૃત્યુ થયું છે. આ સમાચાર સામે આવતા જ પૂનમ પાંડેના ચાહકોમાં આઘાત પ્રસરી ગયો હતો. અને કોઈ તેના પર વિશ્વાસ કરી શક્યું ન હતું. તે જ સમયે, ઘણા ચાહકોએ આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. પરંતુ ઘણા ચાહકો અને સેલેબ્સ હતા જેમણે અભિનેત્રીના મૃત્યુ પર આઘાતજનક પ્રતિક્રિયા આપી અને શ્રદ્ધાંજલિ આપી, જેમાં કંગના રનૌત, અનુપમ ખેર જેવા દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ હતાં.

પૂનમે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે - હું તમારી સાથે આ વાત શેર કરવા માટે મજબૂર છું, હું જીવું છું, મને કોઈ સર્વાઇકલ કેન્સર નથી થયું, પરંતુ આના કારણે દર વર્ષે ઘણી મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે. મહિલાઓમાં તેના વિશેની માહિતીનો અભાવ, સર્વાઇકલ કેન્સર અન્ય કેન્સર જેવું નથી, તેની સંપૂર્ણ સારવાર છે, અમે નથી ઇચ્છતા કે માહિતીના અભાવે આ રોગથી કોઈનું મૃત્યુ થાય, તો ચાલો આ જાગૃતિ સાથે તેની સામે લડીએ. ડેથ ટૂ સર્વાઈકલ

  1. Rozlyn Khan: 'સવિતા ભાભી' ફેમ એક્ટ્રેસે પૂનમ પાંડેના મોતને ગણાવ્યું જૂઠું, વીડિયોમાં કહી હકીકત
  2. Poonam Pandey: 32 વર્ષીય પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી મૃત્યુ થયું, ફેન્સમાં ચકચાર મચી ગઈ
Last Updated : Feb 3, 2024, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.