ETV Bharat / bharat

મેં ક્યારેય હિન્દુ કે મુસ્લિમ કહ્યું નથી, મેં ગરીબ પરિવારો વિશે વાત કરી, પીએમ મોદીએ આ કોને કહ્યું જૂઓ - PM modi talked about poor families

author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 2:38 PM IST

PM narendra modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મીડિયા કંપની સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓ મુસ્લિમો પ્રત્યે પ્રેમનું માર્કેટિંગ કરતા નથી અને "સબકા સાથ, સબકા વિકાસ"માં વિશ્વાસ રાખે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મીડિયા કંપની સાથે કરી મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મીડિયા કંપની સાથે કરી મુલાકાત (Etv Bharat)

વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મીડિયા કંપની સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ માત્ર મુસ્લિમો વિશે વાત કરતા નથી પરંતુ દરેક ગરીબ પરિવાર વિશે વાત કરતા હોય છે. મીડિયા સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ કહ્યું કે, 'તેઓ મુસ્લિમો પ્રત્યે પ્રેમનું માર્કેટિંગ કરતા નથી, "હું વોટ બેંક માટે કામ કરતો નથી. હું સબકા સાથ, સબકા વિકાસમાં વિશ્વાસ કરું છું'.

વધુ બાળકોની અફવા: તેમણે કયું કે, "મને આઘાત લાગ્યો આ વાત જાણીને કે વધુ બાળકોની વાત કરતાં મુસ્લિમો પર આંગણી ચીંધવામાં આવે છે? તમે મુસ્લિમો પ્રત્યે આટલા અન્યાયી કેમ છો? ગરીબ પરિવારોમાં પણ આ સ્થિતિ છે. જ્યાં ગરીબી છે, ત્યાં વધુ બાળકો છે. તેમણે ઉમેર્યું કે, તમે તમારી અને બાળકોની સંભાળ રાખી શકો તેટલા બાળકો હોવા જોઈએ.

ગોધરાકાંડ: જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ગોધરા પછીના રમખાણોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમના વિરોધીઓએ 2002 (ગોધરા રમખાણો) પછી મુસ્લિમોમાં તેમની છબીને "કલંકિત" કરી છે.

જૂની વાતોને યાદ કરી: તેમણે વાતચીત દરમિયાન જણાવ્યું કે "આ મામલો મુસ્લિમોનો નથી. મોદીને ગમે તેટલા સમર્થક વ્યક્તિગત મુસ્લિમો હોય, ત્યાં વિચારની લહેર છે જે તેમને આદેશ આપે છે, 'આ કરો, તે કરો'. મારા ઘરમાં, મારી આસપાસ તમામ મુસ્લિમ પરિવારો છે. અમારા ઘરે પણ અન્ય મુસ્લિમ તહેવારો ઉજવવામાં આવતા અમારા ઘરે ઈદના દિવસે ભોજન બનતું નહોતું, જ્યારે મોહર્રમ શરૂ થાય ત્યારે અમારે ત્યાં તેમના ઘરેથી ભોજન આવતું. આજે પણ મારા ઘણા મિત્રો 2002 (ગોધરા) પછી કલંકિત થયા હતા.

PM MODI ની પ્રતિજ્ઞા: આ લોકસભા ચૂંટણીમાં મુસ્લિમો તેમને મત આપશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે "દેશના લોકો મને મત આપશે." પીએમ મોદીએ કહ્યું, "જે દિવસે હું હિંદુ-મુસ્લિમ કરવાનું શરૂ કરીશ, હું જાહેર ક્ષેત્રમાં રહેવાનો હકદાર નહીં રહીશ. હું હિંદુ-મુસ્લિમ નહીં કરું, આ મારી પ્રતિજ્ઞા છે."

વારાણસી લોકસભા બેઠક: જો સત્તા પર ચૂંટાઈ આવે તો સંપત્તિનું પુનઃવિતરણ કરવાના કૉંગ્રેસના ઈરાદા અંગેના અહેવાલોનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું કે, "પક્ષ એક સર્વે કરશે અને તેઓ મહિલાઓ પાસે મંગળસૂત્ર પણ રહેવા દેશે નહીં એટલી હદે જશે." વડાપ્રધાન મોદીએ મંગળવારે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. વડાપ્રધાન સતત ત્રીજી વખત મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા ઈચ્છે છે અને રેકોર્ડ માર્જિનથી જીતવાની આશા રાખે છે. પીએમ મોદીએ, વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર, જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં ઉમેદવારી પત્ર ભર્યું. વારાણસીમાં લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં 1 જૂને મતદાન થશે. મતગણતરી 4 જૂને થશે.

  1. જયશંકરે પશ્ચિમી દેશો અને તેમના મીડિયા પર ભારતમાં ચૂંટણી દરમિયાન ભારત વિરોધી વાતો ચલાવવાનો લગાવ્યો આરોપ - JAISHANKAR ACCUSES
  2. સુપ્રીમ કોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ આપ્યો, જાણો સમગ્ર મામલો... - Supreme Court
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.