ETV Bharat / bharat

યુકે સરકારનો વિઝા નિયમોમાં ફેરફારોનો મોટો નિર્ણય, ભારતીય વિદ્યાર્થીઓને થશે અસર - Graduate visa route in UK

author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 11:35 AM IST

બ્રિટિશ સરકાર દ્વારા ગ્રેજ્યુએટ વિઝા રૂટને બંધ કરવામાં આવશે. જેના અનુસાર, દર વર્ષે લગભગ 91 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન માર્ગ દ્વારા વિઝા પ્રવેશ મેળવી શકશે નહીં. 2023 સુધીમાં લગભગ 1,40,000 ભારતીય નાગરિકો યુકેમાં અભ્યાસ વિઝા પર છે. - Graduate visa route in UK

યુકે સરકારનો વિઝા નિયમોમાં ફેરફારોનો મોટો નિર્ણય, ભારતીય વિદ્યાર્થીઓને થશે અસર
યુકે સરકારનો વિઝા નિયમોમાં ફેરફારોનો મોટો નિર્ણય, ભારતીય વિદ્યાર્થીઓને થશે અસર (Etv Bharat)

નવી દિલ્હીઃ બ્રિટનની ઋષિ સુનકની સરકાર ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. બ્રિટનની માઈગ્રેશન એડવાઈઝરી કમિટી (MAK) એ 'ગ્રેજ્યુએટ વિઝા રૂટ' બંધ કરવા માટે કન્ઝર્વેટિવ પાર્ટીની થિંક ટેન્ક ઓનવર્ડ સાથે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ ઉપર આની મોટી અસર જોવા મળશે. કારણ કે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ તેમના આગળના અભ્યાસ માટે બ્રિટન જાય છે.

થિંક ટેન્ક ઓનવર્ડ રિપોર્ટ: આ રિપોર્ટ 14 મે મંગળવારના રોજ સુનક કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેના અનુસાર, દર વર્ષે લગભગ 91 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન માર્ગ દ્વારા વિઝા પ્રવેશ મેળવી શકશે નહીં. ભારતના વિદેશ મંત્રાલયે હજુ સુધી આની પુષ્ટિ કરી નથી. યુકે, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા તમામ મુખ્ય શૈક્ષણિક સ્થળોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે.

વિઝા રૂટ બંધ કરવાથી યુકેની અર્થવ્યવસ્થાને પણ થશે અસર: UK સરકાર ગ્રેજ્યુએટ વિઝા રૂટને રદ કરશે તેવી અટકળો વચ્ચે, હૈદરાબાદ સ્થિત વિદેશી એજ્યુકેશન કન્સલ્ટન્સીના માલિક શ્રીધરે ETV ભારત સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, "આગળનું પગલું વિદ્યાર્થીઓને સેવાઓ પૂરી પાડવાનું હશે. જો ગ્રેજ્યુએટ વિઝા રૂટને બંધ કરવામાં આવશે તો તેની અસર યુકેની અર્થવ્યવસ્થાને પણ થશે, કારણ કે તેઓ સંપૂર્ણપણે ભારતીય વિદ્યાર્થીઓ પર નિર્ભર છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, 'મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારતીય છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓએ ટ્યુશન અને હેલ્થ ઈન્સ્યોરન્સ ફીમાં વધારો કર્યો છે. 2008 માં, વીમા ચાર્જ લગભગ 10,000-12,000 રૂપિયા હતા. વિઝાની ફી પણ 8000 રૂપિયા હતી, પરંતુ હવે તે 3 લાખ રૂપિયાની આસપાસ છે. પરંતુ જો PSW (પોસ્ટ સ્ટડી વર્ક) વિઝા સમાપ્ત થાય છે, તો તે ચોક્કસપણે યુકેની યુનિવર્સિટીઓને અસર કરશે."

શ્રીધરે ETV ભારતને કહ્યું, "ગયા વર્ષે યુકેએ આશ્રિત વિઝા હટાવી દીધા હતા. હવે જો PSW ને પણ દૂર કરવામાં આવે તો યુનિવર્સિટીઓને મોટો અસર થશે. જો ગ્રેજ્યુએટ વિઝાનો રૂટ પૂરો થાય, તો પણ આ નવા અરજદારોને લાગુ પડશે. જૂના અરજદારો માટે નહીં. અમે માત્ર આશા રાખીએ છીએ કે હવે તેનો અમલ નહીં થાય."

આશ્રિત વિઝા એ VG નો એક પ્રકાર છે, જે પ્રાથમિક વિઝા ધારકના જીવનસાથી, બાળકો અથવા ક્યારેક અન્ય આશ્રિતોને તેમની સાથે રહેવાની મંજૂરી આપે છે. આશ્રિત વિઝા પર આપવામાં આવેલ માપદંડ અને અધિકારો દેશ અને વિઝાના ચોક્કસ નિયમોના આધારે બદલાય છે.

શ્રીધરે વધુમાં જણાવ્યું હતું કે, "વિશાળ હાઉસિંગ ભાડું, રહેવાની કિંમતમાં જંગી વધારો એ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જેણે બ્રિટિશ સરકારને ગ્રેજ્યુએટ રૂટ વિઝા નાબૂદ કરવાની પ્રેરણા આપી હતી."

હાલમાં લગભગ 1 લાખ 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓ દર વર્ષે ગ્રેજ્યુએશન વિઝા માર્ગ દ્વારા બ્રિટનમાં જવા અરજી કરે છે પરંતુ માત્ર 39 હજાર ભારતીય વિદ્યાર્થીઓને જ વિઝા આપવામાં આવશે. એ નોંધવું અગત્યનું છે કે 2021માં રજૂ કરાયેલ ગ્રેજ્યુએટ વિઝા રૂટ ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના માસ્ટર્સ પૂર્ણ કર્યા પછી બે વર્ષ સુધી યુકેમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.

જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન રૂટ વિઝા મેળવે છે તેઓ તેમના ઈમિગ્રેશનના દાવાને મજબૂત બનાવે છે. જેના કારણે આ વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ બે વર્ષની રહેવા મરેની મંજૂરી મેળવીને કુશળ શ્રમિકોની શ્રેણીમાં સમાવેશ કરે છે. લગભગ 80% ભારતીય વિદ્યાર્થીઓ મેડિસિન, એન્જિનિયરિંગ અથવા કાયદાનો અભ્યાસ કરવા માટે બ્રિટન જાય છે. અભ્યાસ પછી, ત્યાંજ બે વર્ષ દરમિયાન કામ કરી પગાર મેળવે છે.

બ્રિટિશ ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીના જણાવ્યા પ્રમાણે, "એવું જોવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓ ઇમિગ્રેશન મેળવવા માટે આ PSW વિઝાનો ઉપયોગ કરી રહ્યાં છે."

ગ્રેજ્યુએટ વિઝા રૂટ છે શું?: ગ્રેજ્યુએટ વિઝા રૂટ એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યુકેની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, તે વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી 2 વર્ષ (પીએચડી સ્નાતકો માટે 3 વર્ષ) સુધી યુકેમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.

  1. આજે સમગ્ર વિશ્વમાં ઉજવાશે 'આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ' આ વર્ષની થીમની ચાવીરુપ ભૂમિકા - INTERNATIONAL DAY OF FAMILIES
  2. જયશંકરે પશ્ચિમી દેશો અને તેમના મીડિયા પર ભારતમાં ચૂંટણી દરમિયાન ભારત વિરોધી વાતો ચલાવવાનો લગાવ્યો આરોપ - JAISHANKAR ACCUSES
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.