ETV Bharat / bharat

Supreme Court : પુત્રના પાસપોર્ટને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ, સુપ્રીમ કોર્ટમાં ચાલી સુનાવણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 12:36 PM IST

પુત્રના પાસપોર્ટને લઈને પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યું હતું કે, દરેક કપટપૂર્ણ કૃત્ય ગેરકાયદેસર નથી હોતું. પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR ને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી. ETV BHARAT ના વરિષ્ઠ સંવાદદાતા સુમિત સક્સેનાનો વિશેષ અહેવાલ... Dispute regarding son passport, Supreme Court

પુત્રના પાસપોર્ટને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ
પુત્રના પાસપોર્ટને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ

નવી દિલ્હી : એક વૈવાહિક વિવાદમાં પોતાના પુત્ર માટે પાસપોર્ટ મેળવવા માટે તેની બનાવટી સહી કરવાના આરોપમાં એક મહિલા અને તેના પિતા વિરુદ્ધ મહિલાના પતિએ FIR દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ FIR ને રદ કરતા કહ્યું કે, જેમ દરેક ગેરકાયદેસર કાર્ય કપટપૂર્ણ નથી હોતું, તે રીતે દરેક કપટપૂર્ણ કૃત્ય ગેરકાયદેસર નથી હોતું. કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારતી એક મહિલા અને તેના પિતાની અરજીને ખંડપીઠ તરફથી ચુકાદો લખનાર જસ્ટિસ કાંતે સ્વીકારી અને મહિલાના પતિને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે 23 જાન્યુઆરીએ ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ વાત સૌ કોઈ જાણે છે કે દરેક કપટપૂર્ણ કૃત્ય ગેરકાયદેસર નથી હોતું, જેમ દરેક ગેરકાયદેસર કાર્ય કપટપૂર્ણ નથી હોતું. અમુક કૃત્યોને ગેરકાયદેસર અને કપટપૂર્ણ બંને કહી શકાય અને આવા કૃત્ય ફક્ત IPC કલમ 420 ના હેઠળ આવશે. તે પણ સમજવું જોઈએ કે તથ્યનું કોઈ નિવેદન 'છેતરપિંડી' ત્યારે માનવામાં આવે છે જ્યારે તે ખોટું હોય છે, અને તે જાણી જોઈને અથવા લાપરવાહીથી રીતે કરવામાં આવે છે કે જેથી કોઈ વ્યક્તિ તેના પર કાર્યવાહી કરે તેના પરિણામે નુકસાન થશે.

ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટ્રાયલ મેજિસ્ટ્રેટ અને હાઈકોર્ટ કમનસીબે એ સમજવામાં નિષ્ફળ રહ્યા કે હાલના વિવાદની ઉત્પત્તિ વૈવાહિક વિવાદમાં રહેલી છે. પ્રતિવાદી નંબર 2 પર આરોપ છે કે તેણે અપીલકર્તા-પત્ની અને સગીર બાળકને ત્યજી દીધા હતા. તે સમયગાળા દરમિયાન અપીલકર્તા-પત્ની લંડનમાં તેની સાથે અસ્થાયી રૂપે રહેતી હતી. સગીર બાળકના બાયોલોજીકલ પિતા અને કુદરતી વાલીને પોતાના પુત્રને પાસપોર્ટ આપવાના સંબંધમાં મૂકી શકાય છે અને આ અનુદાનને સગીર બાળક દ્વારા સંપત્તિના અધિગ્રહણ રૂપે દર્શાવી શકાય છે.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે, સગીર બાળકને મળેલો લાભ પ્રતિવાદી નંબર 2 પતિને કોઈ નુકસાન અથવા ઈજાના ભોગે મળ્યો નથી. 'છેતરપિંડી' અને 'નુકશાન અથવા ઈજા' ના બંને મૂળભૂત છેતરપિંડીનો ગુનો બનાવવા માટે જરૂરી છે. જે આ વાસ્તવિક પરિસ્થિતિમાં સ્પષ્ટપણે ગેરહાજર છે. અપીલકર્તાઓ સામે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી એ કાયદાની પ્રક્રિયાના દુરુપયોગ સિવાય બીજું કંઈ નથી.

જસ્ટિસ કાંતે કહ્યું કે, અપીલકર્તાઓ સામે ન્યાયિક સત્તાનો ઉપયોગ કરવાને બદલે ટ્રાયલ મેજિસ્ટ્રેટે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી વાસ્તવિક પીડિતને ઓળખવાનો ઓછામાં ઓછો એક પ્રયાસ કરવાની જરૂર હતી. આમ કરવામાં નિષ્ફળતા એ ખોટું અને અત્યાચારી બંને છે.

ખંડપીઠે કહ્યું કે, તેથી આ કોર્ટ માત્ર અનુમાન અને ધારણાના આધારે આવા ગંભીર આરોપ અને સજા કરતા પહેલા સાવચેતી રાખશે. જોકે કાયદો પતિ પર તેની પત્ની અને સગીર બાળકને પૂરતું ભરણપોષણ આપવાની જવાબદારી આપે છે. પરંતુ 13 મે, 2010 ના રોજ પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ, જેમાં બનાવટી હોવાના આરોપ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, આ વાત પર મૌન છે કે, શું ઉપાય કરવા જોઈએ તેમણે પોતાના સગીર બાળકના કલ્યાણ માટે આ પગલું ભર્યું છે.

ખંડપીઠે કહ્યું કે, આ પિતાની હરકતે સગીર બાળકને તેના પિતાની સંભાળ અને સાથ મેળવવાના તેના અધિકારથી વંચિત રાખ્યો છે, કારણ કે પાસપોર્ટ કથિત રીતે પિતા દ્વારા છીનવી લેવામાં આવ્યો હતો. એ નોંધવું દુઃખની વાત છે કે પતિએ અન્ય કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી, ન તો તપાસ એજન્સીએ વધુ તપાસ માટે કોઈ સામગ્રી મેળવી છે જેના આધારે ટ્રાયલ મેજિસ્ટ્રેટે પ્રથમ દૃષ્ટિએ અભિપ્રાય રચ્યો હતો. તે અમારી સમજણની બહાર છે.

ખંડપીઠે કહ્યું કે, સમય મર્યાદાને ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે. કારણ કે અપીલ કરનાર પત્નીએ 8 એપ્રિલ, 2010 ના રોજ કલમ 346, 498 A, 506 અને 34 IPC નો ઉપયોગ કરીને પતિ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. જેના પછી તરત જ પતિએ કાઉન્ટર ફરિયાદ 13 મે, 2010 ના રોજ દાખલ કરી હતી.

2007 માં દંપતીએ લગ્ન કર્યા અને એવો આક્ષેપ કરવામાં આવ્યો કે પતિ લંડનમાં સોફ્ટવેર વ્યવસાયમાં રોકાયેલો હતો. ખૂબ સમજાવટ પછી તે પત્નીને લંડન લઈ જવા માટે રાજી થયો હતો. બાદમાં તેણે પત્નીને તેની ભાભીના ઘરે ગોંધી રાખી હતી. તે કોઈક રીતે ભારત પરત ફરવામાં સફળ રહી હતી. 2009 માં તેની મુલાકાત દરમિયાન પતિએ પત્નીને ધમકી આપી અને મુસાફરીની વ્યવસ્થા કરવા માટે સગીર બાળકનો પાસપોર્ટ છીનવી લીધો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પાસપોર્ટ 2009 જારી કરવામાં આવ્યો હતો અને પ્રશ્ન એ છે કે શું તે માત્ર સંયોગ હતો કે પતિએ તેની સામે એફઆઈઆર નોંધાયા પછી જ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. અપીલકર્તાઓને બિનજરૂરી રીતે ફસાવવામાં આવ્યા અને ફોજદારી કાર્યવાહીમાં ખેંચવામાં આવ્યા હતા. જેના કારણે તેમને બિનજરૂરી મુશ્કેલી પડી હતી.

Gyanvapi Case: ASI રિપોર્ટ સાર્વજનિક કરવા અંગે કોર્ટનો નિર્ણય આજે આવી શકે

Supreme Court: કયા અધિકાર હેઠળ લોકોને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો?-સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.