ETV Bharat / bharat

એલન મસ્કની કંપની Xએ ભારતમાં 1.8 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ ? - X Banned 1 Lakh Accounts

author img

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 8:51 PM IST

લોકસભા ચૂંટણી દરમિયાન એલન મસ્કની કંપની એક્સે ભારતમાં 1.8 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Elon Musk X Banned More than One Lakh Accounts Policy Violations India April 2024

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 સમગ્ર દેશમાં 7 તબક્કામાં થઈ રહી છે. નેટીઝન્સ પણ આ ચૂંટણી સંદર્ભે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ઘણી પાર્ટીઓ સોશિયલ મીડિયાને પ્રચાર માધ્યમ બનાવ્યું છે. આ દરમિયાન એવા સમાચાર છે કે એલોન મસ્ક દ્વારા સંચાલિત X કોર્પે ભારતમાં 26 માર્ચથી 25 એપ્રિલની વચ્ચે 1,84,241 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાંના મોટાભાગના એકાઉન્ટ્સ બાળ જાતીય દુર્વ્યવહાર અને બિભત્સતાને પ્રોત્સાહન આપતા હતા.

માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ એકસે દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા 1,303 એકાઉન્ટ્સ પણ દૂર કર્યા છે. એકંદરે X એ આ સમયગાળા દરમિયાન 1,85,544 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. X એ નવા IT નિયમો, 2021ના પાલન માટે આમ કર્યુ હોવાનો ખુલાસો તેના માસિક અહેવાલમાં કર્યો છે. ફરિયાદ નિવારણ ફોરમમાં પણ આ જ સમયગાળામાં ભારતના યુઝર્સ તરફથી 18,562 ફરિયાદો મળી છે.

આ સિવાય કંપનીએ 118 ફરિયાદો પર કાર્યવાહી કરી છે. તેમજ કેટલાક યુઝર્સે એકાઉન્ટ સસ્પેન્શન વિરુદ્ધ અપીલ કરી હતી. આ મામલે કંપનીએ કહ્યું કે, પરિસ્થિતિની વિશિષ્ટતાઓની સમીક્ષા કર્યા પછી અમે આમાંથી 4 એકાઉન્ટ્સનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે. બાકીના રિપોર્ટ કરેલા એકાઉન્ટ્સ સસ્પેન્ડ રહેશે. અમને આ રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન એકાઉન્ટ્સ વિશે સામાન્ય પ્રશ્નો માટે 105 અરજીઓ મળી છે. ભારતમાંથી મોટાભાગની ફરિયાદો પ્રતિબંધોના ઉલ્લંઘન (7,555), ત્યારપછી દ્વેષપૂર્ણ આચરણ (3,353), સંવેદનશીલ પુખ્ત સામગ્રી (3,335) અને દુરુપયોગ-સતામણી (2,402) વિશે હતી. તેથી એલોન મસ્ક દ્વારા સંચાલિત X કોર્પે ભારતમાં 26 માર્ચથી 25 એપ્રિલની વચ્ચે 1,84,241 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાંના મોટાભાગના એકાઉન્ટ્સ બાળ જાતીય દુર્વ્યવહાર અને બિભત્સતાને પ્રોત્સાહન આપતા હતા.

  1. Twitter Logo X: ટ્વિટરના માલિક એલોન મસ્કે રિબ્રાન્ડિંગ શરૂ કર્યું, મસ્કે કહ્યું...મારા પર વિશ્વાસ કરો
  2. ભારતને ના કહેતા એલન મસ્ક પહોંચ્યા ચીન, ટેસ્લા કાર પર પ્રતિબંધો હટાવવા કરી ચર્ચા . - Musk Surprise Visit To China
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.