ETV Bharat / bharat

અયોધ્યામાં રામલલાના વાઘાના એક્સપર્ટ ડિઝાઈનર હવે ભગવાન બંશીધરના વાઘા ડિઝાઇન કરશે, જાણો શું હશે ખાસિયત - Shree Bansidhar Temple

author img

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 3:58 PM IST

ઝારખંડના ગઢવા જિલ્લામાં સ્થિત શ્રી બંશીધર નગર મંદિરમાં ભગવાન બંશીધર એક નવા રૂપમાં જોવા મળશે. અયોધ્યામાં ભગવાન રામલલાનો વાઘા ડિઝાઇન કરનારા નિષ્ણાતો હવે ભગવાન બાંકે બિહારીનો વાઘા પણ ડિઝાઇન કરશે.

અયોધ્યામાં રામલલાના વાઘાના એક્સપર્ટ ડિઝાઈનર હવે ભગવાન બંશીધરના વાઘા ડિઝાઇન કરશે, જાણો શું હશે ખાસિયત
અયોધ્યામાં રામલલાના વાઘાના એક્સપર્ટ ડિઝાઈનર હવે ભગવાન બંશીધરના વાઘા ડિઝાઇન કરશે, જાણો શું હશે ખાસિયત (ETV Bharat)

પલામુ : શ્રી બંશીધર નગર મંદિરમાં સ્થાપિત ભગવાન રાધા કૃષ્ણ માટે નવા વસ્ત્ર - વાઘા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ડ્રેસ અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામલલાના ડ્રેસને ડિઝાઇન કરનાર નિષ્ણાતો દ્વારા ડિઝાઇન કરવામાં આવશે. પ્રખ્યાત ડ્રેસ ડિઝાઈનર મનીષ ત્રિપાઠીએ અયોધ્યામાં સ્થાપિત ભગવાન શ્રી રામનો પોશાક ડિઝાઇન કર્યો હતો. તે હવે ઝારખંડના ગઢવાના શ્રી બંશીધર નગરમાં સ્થાપિત ભગવાન રાધા કૃષ્ણના પોશાકને ડિઝાઇન કરશે.

મનીષ ત્રિપાઠીએ ટ્રસ્ટની વિનંતી સ્વીકારી : મનીષ ત્રિપાઠી અને તેમની ટીમ જૂન મહિનામાં શ્રી બંશીધર નગર પહોંચવાના છે, જેથી વાઘા ડિઝાઈન કરી શકાય. 2024માં જન્માષ્ટમીના અવસર પર શ્રી બંશીધર નગરમાં સ્થાપિત ભગવાન શ્રી રાધા કૃષ્ણ નવા પોશાકમાં જોવા મળશે. શ્રી બંશીધર ટેમ્પલ ટ્રસ્ટ કમિટીએ મનીષ ત્રિપાઠીનો સંપર્ક કર્યો હતો, જે બાદ તેમણે કોસ્ચ્યુમ ડિઝાઇન કરવા માટે પોતાની સંમતિ આપી દીધી છે.

જન્માષ્ટમીના અવસર પર નવા વાઘા પહેરાવાશે : શ્રી બંશીધર મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી રાજેશ પ્રતાપ દેવે જણાવ્યું હતું કે લાંબા સમય બાદ વાઘામાં ફેરફાર અંગે વિચારણા કરવામાં આવી હતી, ત્યારબાદ મંદિર ટ્રસ્ટે સમગ્ર મામલાને લઈને ડિઝાઇનર મનીષ ત્રિપાઠીનો સંપર્ક કર્યો હતો. મનીષ ત્રિપાઠીએ ટ્રસ્ટની વિનંતી સ્વીકારી છે. મુખ્ય ટ્રસ્ટી રાજેશ પ્રતાપ દેવે જણાવ્યું કે જન્માષ્ટમીના અવસર પર રાધા-બંશીધર યુગલ સરકાર નવા વાઘામાં જોવા મળશે.

ભગવાનનું ત્રિભંગી સ્વરૂપ ભવ્ય દેખાશે : શ્રી બંશીધર નગરમાં સ્થાપિત ભગવાન રાધા કૃષ્ણની મૂર્તિ શુદ્ધ 32 મણ (1280 કિલો) સોનાની છે. મંદિરમાં સ્થાપિત ભગવાન કૃષ્ણની મૂર્તિની કિંમત અંદાજે 2500 કરોડ રૂપિયા છે. નવા વાઘા ભગવાન શ્રી કૃષ્ણના દેખાવને વધુ ભવ્ય બનાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે.જેમાં ભગવાન શ્રીકૃષ્ણનું ત્રિભંગી અને બાંકે સ્વરૂપ ભવ્ય દેખાશે. શ્રી બંશીધરમાં સ્થાપિત, ભગવાન કૃષ્ણ એક વિકસિત કમળ પર બિરાજમાન છે. નવા વાઘામાં બંનેની ભવ્યતા જોવા મળશે.

આ પ્રતિમા 200 વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવી હતી : ભગવાનની પ્રથમ મૂર્તિ શ્રી બંશીધરમાં 200 વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવી હતી. બાદમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નગર ઉંટારી (શ્રી બંશિધર નગર) ના રાજમાતા શિવમણી કુંવર ભગવાન શ્રીકૃષ્ણના મહાન ભક્ત હતાં.

એવું કહેવાય છે કે રાજમાતાએ 14 ઓગસ્ટ 1827ના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. તે જ દિવસે રાજમાતાએ સ્વપ્નમાં ભગવાન કૃષ્ણના દર્શન કર્યાં. જે બાદ મંદિરથી લગભગ 20 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના મહુરિયામાં શિવપહાડીમાં પૂજા દરમિયાન ભગવાન કૃષ્ણની મૂર્તિ મળી આવી હતી. પ્રતિમાને હાથી પર લાવવામાં આવી રહી હતી. પણ હાથી મહેલની બહાર બેસી ગયો. જે બાદ પ્રતિમાને મહેલની બહાર સ્થાપિત કરવામાં આવી હતી. 21 જાન્યુઆરી 1828 ના રોજ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.

શ્રીકૃષ્ણ કોરિડોરનો એક ભાગ છે શ્રી બંશીધર નગર મંદિર : શ્રી બંશીધર નગર મંદિર શ્રીકૃષ્ણ કોરિડોર સાથે જોડાયેલ છે. તેને વૃંદાવન, મથુરા અને ખાટુ શ્યામ કોરિડોર સાથે જોડવામાં આવી રહ્યું છે. શ્રી બંશીધર નગર મંદિરમાં દર વર્ષે હજારો લોકો આવે છે. પલામુના સાંસદ વિષ્ણુદયાલ રામે સંસદમાં શ્રી બંશીધર નગરને ટૂરિઝમ સર્કિટ સાથે જોડવાની વિનંતી કરી હતી. દર વર્ષે શ્રી બંશીધર નગર મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.

  1. Ram Mandir News : લાખો ભક્તોના સહકારથી તૈયાર થયું અયોધ્યાના શ્રીરામના વાઘા માટેનું કાપડ, કોણે બનાવ્યું જૂઓ
  2. રાધા કૃષ્ણ પહેરશે 100 કરોડના વાઘા, જાણો કયાં થશે ભવ્ય ઉજવણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.