ETV Bharat / bharat

સિસોદિયાની જામીન અરજી પર આજે સુનવણી, હાઇકોર્ટે Ed,cbiને જવાબ આપવા માટે 4 દિવસનો આપ્યો હતો સમય - Delhi Liquor Scam Case

author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 1:08 PM IST

આજે દિલ્હી હાઈકોર્ટ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરશે. આ પહેલા હાઈકોર્ટે ઈડી અને સીબીઆઈને જામીન અરજી પર જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે 30 એપ્રિલે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.Delhi Liquor Scam Case

દિલ્હી હાઈકોર્ટ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરશે
દિલ્હી હાઈકોર્ટ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરશે (Etv Bharat)

નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટ આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની ખંડપીઠ સુનાવણી કરશે. 8મી મેના રોજ હાઈકોર્ટે ED અને CBIને જામીન અરજી પર જવાબ દાખલ કરવા માટે આજ સુધીનો સમય આપ્યો હતો. ED તરફથી હાજર રહેલા એડવોકેટ ઝોહેબ હુસૈને કહ્યું હતું કે, સહ-આરોપીના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. હાઈકોર્ટે ED અને CBIને 3 મેના રોજ નોટિસ પાઠવી હતી.

સિસોદિયાએ આદેશને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો: હાઈકોર્ટે સિસોદિયાને ટ્રાયલ કોર્ટના આદેશને ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો, જેમાં તેમને અઠવાડિયામાં એકવાર તેમની પત્નીને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, 30 એપ્રિલના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે CBI અને ED દ્વારા નોંધાયેલા કેસમાં સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. સિસોદિયાએ આ આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન, EDએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, નફાના માર્જિનને 7 ટકાથી વધારીને 12 ટકા કરવા માટે કોઈ બેઠક કે ચર્ચા કરવામાં આવી નથી. આ નીતિ કેટલાક જથ્થાબંધ વેપારીઓની તરફેણમાં હતી.

12 ટકાના માર્જિનની રજૂઆત બેઠક વિના કરાઇ: સુનાવણી દરમિયાન, EDએ કહ્યું હતું કે, સિસોદિયાના વકીલો ટ્રાયલમાં વિલંબને કારણે જ જામીન માટે દબાણ કરી રહ્યા હતા. તેના માટે તેઓએ સોગંદનામું દાખલ કરવું જોઈએ કારણ કે, આ કેસમાં મોટી સંખ્યામાં અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેથી એવું કહી શકાય નહીં કે, સુનાવણી ધીમી ગતિએ ચાલી રહી છે. EDએ કહ્યું કે, નફાના માર્જિનને 7 ટકાથી વધારીને 12 ટકા કરવા માટે કોઈ બેઠક કે ચર્ચા થઈ નથી. તેમની દલીલ એવી છે કે અગાઉ કોઈ બેઠક અને ચર્ચા નહોતી થઈ અને અત્યારે પણ નથી. એટલા માટે અમે પણ આ કર્યું છે. 3 દિવસમાં 12 ટકાના નફાના માર્જિનની રજૂઆત કોઈપણ બેઠક અથવા ચર્ચા વિના કરવામાં આવી હતી.

નીતિ કેટલાક જથ્થાબંધ વેપારીઓની તરફેણમાં: EDએ કહ્યું કે, ગુનાની ગંભીરતા અત્યંત ગંભીર છે કારણ કે, એક નીતિ બનાવવામાં આવી હતી જે કેટલાક જથ્થાબંધ વેપારીઓની તરફેણમાં હતી. પોલિસી પાછી ખેંચી લેવાનું એકમાત્ર કારણ તપાસ હતું અને દારૂ અંગેની નવી નીતિનો અર્થ ગેરકાયદેસર નફો મેળવવાનો એક માધ્યમ હતો. EDએ કહ્યું હતું કે, નિષ્ણાત સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જથ્થાબંધ બિઝનેસનો હિસ્સો સરકારને આપવામાં આવે. આ બાબતે કોઈ ચર્ચા થઈ ન હતી અને જથ્થાબંધ વેપાર ખાનગી કંપનીઓને કેમ આપવામાં આવ્યો હતો. EDએ કહ્યું હતું કે, ઓબેરોય હોટલમાં સાઉથ ગ્રૂપ સાથે બેઠક યોજવામાં આવી હતી. જ્યાં બેઠકમાં તમામ સહઆરોપીઓ હાજર રહ્યા હતા. તેમાંથી કેટલાક હવે સરકારી સાક્ષી બન્યા છે.

EDએ મનીષ સિસોદિયાની તિહારમાંથી કરી ધરપકડ: તમને જણાવી દઈએ કે, આ મામલામાં EDએ 9 માર્ચ 2023ના રોજ પૂછપરછ બાદ તિહાર જેલમાંથી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયાની અગાઉ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સહઆરોપી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ જામીન આપ્યા હતા. આ પહેલા સુપ્રીમ કોર્ટ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને જામીન આપી ચૂકી છે.

  1. બીજાપુરના પીડિયા જંગલમાં થયેલ એન્કાઉન્ટરને ગામલોકોએ ગણાવ્યું નકલી, માર્યા ગયેલા લોકો નક્સલી નહોતા - BIJAPUR FAKE ENCOUNTER
  2. પીએમ મોદીની જીત માટે અમિત શાહે તૈયાર કર્યો ABC ફોર્મ્યુલા - LOK SABHA ELECTION 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.