ETV Bharat / bharat

Bihar politics : બિહારમાં મોટો ખેલા થવાનું ટાણું નજીક, પટનામાં પ્રદેશ ભાજપની બેઠક પૂર્ણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2024, 9:40 PM IST

નીતિશ કુમાર આજે 27 જાન્યુઆરીની રાતે રાજીનામું આપે છે કે કાલે એ બિહાર ભાજપની બેઠક બાદ ઘણી હદ સુધી સ્પષ્ટ થશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક પુરી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શક્ય છે કે નીતિશને આજે જ ભાજપ તરફથી સમર્થન પત્ર પણ મળી શકે છે. જો આમ નહીં થાય તો બિહારના રાજકારણમાં હાલ પૂરતી મૂંઝવણ બની રહેશે.

Bihar politics : બિહારમાં મોટો ' ખેલા ' થશે, બે કલાકના મંથન બાદ પટનામાં બિહાર ભાજપની બેઠક પૂર્ણ
Bihar politics : બિહારમાં મોટો ' ખેલા ' થશે, બે કલાકના મંથન બાદ પટનામાં બિહાર ભાજપની બેઠક પૂર્ણ

પટના : બિહારનું રાજકારણ ખૂબ જ રસપ્રદ તબક્કે પહોંચી ગયું છે. બધાંની નજર નીતિશ કુમાર પર છે. જ્યારે નીતિશ કુમાર એકદમ હળવા મિજાજમાં લાગે છે અને કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. આ બધાં વચ્ચે બિહાર ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી.

ભાજપ ધારાસભ્ય દળની બેઠક સમાપ્ત : પટના ભાજપ કાર્યાલયમાં તમામ ધારાસભ્યોની બેઠક યોજાઈ રહી હતી. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે આ બેઠકમાં જ સમર્થન પત્ર પર તમામ ધારાસભ્યોની સહી કરવાની હતી. પરંતુ હાલમાં આ બેઠકમાં શું થયું તેની માહિતી ઉપલબ્ધ નથી.

નડ્ડા અને શાહ પટના આવશે : સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંને આવતીકાલે બિહાર આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે જ થઈ શકે છે. ભાજપના બંને દિગ્ગજ નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે.

" 22 જાન્યુઆરીએ રામલલ્લાની સ્થાપના કરવામાં આવી હતી. મોદીજી હંમેશા રામરાજ લાવવા માટે તૈયાર છે. આજે શનિવાર છે. જ્યારે ભગવાન શનિને રાવણ દ્વારા કેદ કરવામાં આવ્યા હતાં, ત્યારે બજરંગ બલિએ તેમને મુક્ત કર્યા હતાં. રામલલ્લાની સ્થાપના પછી જે જે લોકોને સદબુદ્ધિ આવી રહી છે અને રામ રાજ્ય માટે જે લોકો રામરાજની સ્થાપના માટે પોતાનું બલિદાન આપવા માંગે છે, જે પણ આપે તેનું સ્વાગત છે. " કુંદન સિંહ ( ભાજપના ધારાસભ્ય)

ભાજપના નેતાઓ બોલવાનું ટાળી રહ્યા છે : નીતિશ કુમારની એન્ટ્રી અંગે ભાજપના નેતાઓ હજુ પણ ખુલીને બોલી રહ્યાં નથી. જ્યારે ઈટીવી ભારત સંવાદદાતાએ વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા હરિ સાહની અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન રેણુ દેવીને પૂછ્યું કે શું તેઓ નીતિશ કુમારને આવકારવા તૈયાર છે, તો તેઓએ કહ્યું કે આ અંગેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવાનો છે.

" ચૂંટણી સમયે ચૂંટણી અંગે ચર્ચા થશે. તમને નીતિશના આગમન વિશે અમારા તરફથી નહીં પરંતુ કેન્દ્રીય નેતૃત્વથી ખબર પડશે. પત્તાં ન ખોલવાનો સવાલ જ નથી. તે મારા હાથમાં નથી." હરિ સાહની (નેતા વિરોધ પક્ષ, બિહાર વિધાનસભા પરિષદ )

" અમે કેવી રીતે કહી શકીએ કે નીતીશ આવશે કે નહીં? અમને ઉપરથી સૂચના મળ્યા પછી ખબર પડશે. અત્યારે અમે લોકસભાની તૈયારી કરી રહ્યા છીએ. અમે વૈશાલીના પ્રભારી પણ છીએ. અમે પોતે મજબૂત છીએ. અમે એવું નથી ઈચ્છતાં કે નીતિશે ન આવવું જોઈએ." - રેણુ દેવી, ( પૂર્વ નાયબ મુખ્યમંત્રી, બિહાર )

શું નીતિશ આજે રાજીનામું આપશે? : અનેક અટકળો વચ્ચે એવી પણ ચર્ચા થઈ રહી છે કે નીતિશ કુમાર આજે જ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને પોતાનું રાજીનામું સોંપી શકે છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે નીતિશ રાજ્યપાલને સમર્થનનો પત્ર આપીને સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરી શકે છે.

સમર્થન પત્ર ન મળે તો શું થશે? : જો કોઈ કારણોસર ભાજપ આજે પોતાના ધારાસભ્યોના સમર્થન પત્રો મુખ્યમંત્રી નીતિશ કુમારને ન સોંપી શકે તો આવી સ્થિતિમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે. આજે સૂત્રોનું કહેવું છે કે આવી સ્થિતિમાં નીતિશ કુમાર આવતીકાલે 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપી શકે છે. તે પહેલા તેઓ પોતાની પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે અને સમગ્ર સ્થિતિ પર ચર્ચા કરશે. 28મી જાન્યુઆરીની સાંજે શપથ ગ્રહણ સમારોહનું પણ આયોજન થઈ શકે છે.

નીતિશે પક્ષ બદલ્યા બાદ બિહાર વિધાનસભાની સ્થિતિ : તમને જણાવી દઈએ કે બિહાર વિધાનસભામાં કુલ સીટોની સંખ્યા 243 છે. સરકાર બનાવવા માટે બે તૃતિયાંશ બહુમતી જરૂરી છે એટલે કે 122નો જાદુઈ આંકડો. હાલ ભાજપના 78 ધારાસભ્યો છે. જ્યારે JDU પાસે 45 ધારાસભ્યો છે, HAM પાર્ટી પાસે 4 અને એક અપક્ષ ધારાસભ્ય છે. આને ઉમેરીને કુલ સંખ્યા 128 થાય છે. આવી સ્થિતિમાં બિહારમાં નવી સરકાર બનાવવામાં કોઈ અડચણ નહીં આવે.

  1. BJP Support Letter To Nitish Kumar : નીતિશ કુમારને ભાજપ આજે જ સમર્થન પત્ર સોંપી દે તેવી શક્યતા
  2. પ્રમોદ ક્રિષ્નમનું નિવેદનઃ કોંગ્રેસના આ નેતાએ નીતિશને અવિશ્વાસુ કહ્યા, મમતા માટે સારા શબ્દો બોલ્યા
  3. INDIA Alliance : શું નીતિશ ફરી ભાજપમાં જોડાશે ? ઇન્ડિયા ગઠબંધનમાંથી જેડીયુ પ્રમુખના નીકળી જવાનો કોંગ્રેસને ભય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.