BJP Support Letter to Nitish Kumar : નીતિશ કુમારને ભાજપ આજે જ સમર્થન પત્ર સોંપી દે તેવી શક્યતા

author img

By ETV Bharat Gujarati Desk

Published : Jan 27, 2024, 8:41 PM IST

BJP Support Letter to Nitish Kumar : નીતિશ કુમારને ભાજપ આજે જ સમર્થન પત્ર સોંપી દે તેવી શક્યતા

બિહારમાં રાજકીય સસ્પેન્સ વચ્ચે ભાજપ ખેલા માટે પૂરી તૈયાર છે. થોડા સમય બાદ ભાજપ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ પહેલા ભાજપ કોર કમિટીની બેઠક એક ખાનગી હોટલમાં થઈ હતી જેમાં બિહાર ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ આજે જ નીતિશ કુમારને પોતાનો સમર્થન પત્ર સોંપી શકે છે.

પટના : બિહારમાં ફરી એકવાર નીતિશ કુમારે પક્ષ બદલવાની તૈયારી કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે, જોકે ભાજપ તેના માટે તૈયાર નથી. ભાજપનું માનવું છે કે જો બંને ચૂંટણી એકસાથે યોજાય તો નીતિશ કુમારના સત્તાવિરોધી લહેરનું નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં આજે સાંજે ભાજપની બેઠક છે પરંતુ તે પહેલા ભાજપ કોર કમિટીની બેઠક મળી હતી. જે બાદ નીતિશ કુમારને ભાજપ આજે જ સમર્થન પત્ર સોંપી દે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. આખો " ખેલા " કાલે સવારે પૂર્ણ થવા તરફ જઇ રહ્યો છે.

ભાજપ કોર કમિટીની બેઠક પૂર્ણ : ખાનગી હોટલમાં ચાલી રહેલી ભાજપ કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતાં. પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.

એક ખાનગી હોટલમાં ભાજપના દિગ્ગજ નેતાઓ એકઠા થયા : અશ્વિની ચૌબે, નિત્યાનંદ રાય, ગિરિરાજ સિંહ આ બેઠકમાં હાજરી આપી હતી. આ સાથે કોર કમિટીની બેઠકમાં સંજય જયસ્વાલ, વિજય સિંહા, હરિ સાહની, સુશીલ મોદી, બિહાર પ્રભારી વિનોદ તાવડે સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકથી મીડિયાને તદ્દન દૂર રાખવામાં આવ્યું હતું.

ભાજપ સમર્થન પત્ર સબમિટ કરી શકે છે : ભાજપે તેના ધારાસભ્યોને પટનામાં રહેવા માટે પહેલેથી જ સૂચના આપી છે અને હવેથી કેટલાક સમયમાં ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. સૂત્રોને ટાંકીને એવું પણ જાણવા મળે છે કે ભાજપ તેના ધારાસભ્યોને સમર્થન પત્ર પર હસ્તાક્ષર કરવા અને નીતિશ કુમારને આજે જ સોંપી શકે છે.

"આજે સાંજ સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે. કેન્દ્રીય નેતૃત્વ જે પણ નિર્ણય લેશે, અમે ચોક્કસપણે કેન્દ્રીય નેતૃત્વની સાથે હોઈશું. અત્યારે શું થવાનું છે તે અંગે અમે કંઈ કરી શકતા નથી. પરંતુ અમે ચોક્કસ કહી શકીએ કે કેન્દ્રીય નેતૃત્વએ બેઠક યોજી છે." ...દિલીપ જયસ્વાલ ( ભાજપ વિધાન પરિષદ )

અશ્વિની ચૌબે સાથે જોવા મળ્યા નીતિશ : બિહારમાં રાજકીય પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, દરમિયાન અશ્વિની ચૌબે અને નીતિશ કુમાર સાથે જોવા મળવાથી તે પવન તોફાનમાં ફેરવાઈ ગયો છે. બક્સરના બ્રહ્મપુરમાં બીજા તબક્કાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરવા આવેલા નીતિશ સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પણ જોવા મળ્યા હતાં. ત્યારપછી નીતિશ કુમારના ભાજપમાં પ્રવેશના સમાચારે વધુ જોર પકડ્યું છે.

'રાજકારણમાં દરવાજા ક્યારેય બંધ થતા નથી': ભાજપ કોર કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે BJP MLC પણ પહોંચ્યા હતા. ભાજપના વિધાન પરિષદ દિલીપ જયસ્વાલે સ્પષ્ટ કહ્યું છે કે રાજકારણમાં કોઈના માટે દરવાજા બંધ નથી. જ્યારે આપણી વિચારધારાને ઠેસ પહોંચે છે ત્યારે આ પ્રકારની વાત આપણા નેતાઓ કહે છે. જ્યારે કોઈ વિચારધારાનું સમર્થન કરે છે, તો અમે ચોક્કસપણે તેને સાથે લઈ જઈએ છીએ.

વિપક્ષના નેતાનું નિવેદન : બિહારની રાજકીય પરિસ્થિતિ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ કહ્યું કે, "અમારું નેતૃત્વ સામૂહિક અને સક્ષમ નેતૃત્વ છે અને માત્ર રાષ્ટ્રીય હિતમાં જ નિર્ણયો લે છે અને લોકો તેમના નિર્ણયોનું સ્વાગત કરે છે. ભાજપના દરેક કાર્યકર્તા એક સૈનિકની જેમ છે, તે સેનાપતિના આદેશનું પાલન કરે છે."

  1. Pramod Krishnam Statement : કોંગ્રેસના આ નેતાએ નીતિશને અવિશ્વસનીય ગણાવ્યાં, મમતા માટે સારા બોલ બોલ્યાં
  2. Bihar Politics: બિહારમાં નવા-જૂનીના એંધાણ, ભાજપે પટનામાં બોલાવી ભાજપ ધારાસભ્ય દળની બેઠક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.