ETV Bharat / bharat

ISIS recruitment case : કેરળમાં આઈએસઆઈએસ ભરતી કનેક્શન કેસમાં રિયાસ અબુ બકરને 10 વર્ષની સખત કેદ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2024, 7:18 PM IST

આઈએસઆઈએસ ઓપરેટિવ રિયાસ અબુબકરને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. કેરળમાં 2019માં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો અને આત્મઘાતી આતંકી હુમલાની યોજના ઘડી રહ્યા હતાં ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ISIS recruitment case : કેરળમાં આઈએસઆઈએસ ભરતી કનેક્શન કેસમાં રિયાસ અબુ બકરને 10 વર્ષની સખત કેદ
ISIS recruitment case : કેરળમાં આઈએસઆઈએસ ભરતી કનેક્શન કેસમાં રિયાસ અબુ બકરને 10 વર્ષની સખત કેદ

કોચ્ચિ : કોચ્ચિની વિશેષ એનઆઈએ કોર્ટે આઈએસઆઈએસભરતી કેસના એકમાત્ર આરોપી રિયાસ અબુબકરને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપી કેરળમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ અને આત્મઘાતી આતંકવાદી હુમલાની યોજના ઘડી રહ્યો હતો. કોર્ટે આરોપીને UAPAની કલમ 38 હેઠળ 10 વર્ષની, UAPAની કલમ 39 હેઠળ 10 વર્ષની, ભારતીય દંડ સંહિતાની કલમ 120 (B) હેઠળ 5 વર્ષની સજા અને કુલ 1,25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

બધી સજાઓ એકસાથે ભોગવશે : ટ્રાયલના સમયગાળા દરમિયાન આરોપીએ પાંચ વર્ષ જેલમાં વિતાવ્યા હોવાથી આ સજા ભોગવ્યા બાદ આરોપીએ સાડા પાંચ વર્ષ જેલમાં પસાર કરવા પડશે. કોર્ટે આરોપીને આરોપો હેઠળ મહત્તમ સજા ફટકારી છે.

આ છે મામલો : આરોપી અફઘાનિસ્તાન ગયો અને કેરળમાં આત્મઘાતી બોમ્બ હુમલાની યોજના બનાવવા માટે આતંકવાદીઓ સાથે મળીને કાવતરામાં જોડાયો. આરોપીઓનું કાવતરું નવા વર્ષની ઉજવણી દરમિયાન આત્મઘાતી હુમલો કરવાનું હતું. તપાસ એજન્સીને જાણવા મળ્યું કે આરોપીએ આ કામ માટે ઘણા લોકોનો સંપર્ક કર્યો હતો.

વિસ્ફોટોની યોજના બનાવી હતી : આ કેસના એકમાત્ર આરોપી રિયાઝની 2019માં આત્મઘાતી હુમલો કરવા માટે વિસ્ફોટક સામગ્રી એકત્ર કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કહ્યું કે રિયાઝે કેરળથી અફઘાનિસ્તાન જઈને આઈએસઆઈએસમાં શામેલ થયેલા અબ્દુલ રશીદ અબ્દુલ્લાના નિર્દેશ પર વિસ્ફોટોની યોજના બનાવી હતી.

બે આરોપી સાક્ષી બન્યાં : એનઆઈએને આરોપીના ફોનમાંથી અબ્દુલ રશીદના ફોન મેસેજ અને ઓડિયો ક્લિપ મળી હતી. કોલ્લમના મુહમ્મદ ફૈઝલ અને કાસરગોડના અબુ બકર સિદ્દીકી, જેમને આરોપીઓ સાથે પકડવામાં આવ્યા હતાં, બાદમાં આ કેસમાં સાક્ષી બન્યા હતાં. આરોપીઓ પર UAPAની કલમ 38 અને 39 હેઠળ આરોપો ઘડવામાં આવ્યાં હતાં.

એનઆઈએનો આરોપ : 31 જાન્યુઆરીએ કોચી NIA કોર્ટમાં અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. એનઆઈએનો આરોપ છે કે કોલ્લમના રિયાઝ અને તેના સહ-આરોપી મોહમ્મદ ફૈઝલ અને કાસરગોડના અબુ બકર સિદ્દીકીએ કેરળમાં આત્મઘાતી હુમલાની યોજના ઘડી હતી અને આ માટે તેઓએ લુલુ મોલ અને મરીન ડ્રાઈવ નજીક કાવતરું ઘડ્યું હતું.

સજ્જડ પુરાવા હતાં : એનઆઈએએ કોર્ટમાં સીડીઆર, ટાવર લોકેશન, સોશિયલ મીડિયા એક્સટ્રેક્શન જેવા આરોપીઓના ડિજિટલ પુરાવા પણ રજૂ કર્યા હતા. પ્રતિવાદીના ફોનમાંથી અબ્દુલ રશીદ અબ્દુલ્લાની કેટલીક વૉઇસ ક્લિપ્સ, ISISના ફોટોગ્રાફ્સ અને વીડિયો અને ISISના કેટલાક દસ્તાવેજો પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં.

  1. ગુજરાત પર પણ અલકાયદાનો ખતરો, દેશમાં આત્મઘાતી હુમલાઓની આશંકા
  2. Kerala Crime : કેરળમાં પુપ્પારા ગેંગ રેપ કેસમાં ત્રણ આરોપીઓને 90 વર્ષની સજા, એક છૂટી ગયો, બે પર હજુ કેસ ચાલુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.