ગુજરાત

gujarat

સંજીવ ભટ્ટના મણકાના ઓપરેશનના કારણે અમે ગાદલુ આપવા કહ્યુ

By

Published : Jul 13, 2022, 8:47 PM IST

ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને 2002ના રમખાણ બાદ ક્રાઈમ બ્રાન્ચ (Sanjiv bhatt arrest crime branch) દ્વારા પાલનપુર જેલમાંથી સંજીવ ભટ્ટને ટ્રાન્સપરન્ટ વોરંટ સાથે અમદાવાદ ઘી કાંટા કોર્ટમાં (Sanjiv bhatt ahmedabad court) આજે રજૂ કરવામાં આવ્યો હતો. હવે આ સમગ્ર મામલે કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને સંજીવ ભટ્ટના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બચાવ પક્ષના વકીલ (Sanjiv bhatt advocate) મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે, નામદાર કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળી હતી. એસઆઇટી તરફથી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. અમારા પક્ષ તરફથી રજૂઆત હતી કે, જ્યારે આરોપી ઓલરેડી કસ્ટડીમાં છે તો ત્યારે તેને ફર રિમાન્ડ માંગવાની શું જરૂર છે, પરંતુ નામદાર કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમારા પક્ષ તરફથી એ વાત નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી કે, જે એમને મણકાના ઓપરેશન દ્વારા તકલીફ પડી રહી છે, તેના લીધે તેમને ગાદલુ આપવામાં આવે. જે માંગને નામદાર કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે અને તેની મંજૂરી પણ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details