ગુજરાત

gujarat

દેશના ગૌરવ પીવી સિંધુએ ડાયમંડ સિટીમાં હીરા ઘસવાની ઘંટી પર અજમાવ્યો હાથ, કર્યો નવો અનુભવ

By

Published : Oct 5, 2022, 2:42 PM IST

સુરત એ સમગ્ર વિશ્વમાં હીરા માટે પ્રખ્યાત શહેર છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સુરત પ્રવાસ દરમિયાન ડાયમંડ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે હીરાની ઘંટી પર બેસીને અસલી હીરાની પરખ કઈ રીતે કરાય છે તેનો અનુભવ કર્યો હતો. જે રીતે રત્નકલાકાર હીરાની ઘંટી પર બેસીને રફ ડાયમંડને ઘસી તેને ચમકદાર હીરા બનાવે છે. તે જ અનુભવ પીવી સિંધુને સુરત ખાતે થયો હતો. સિંધુએ હાથમાં હીરા ઘસવાની મશીન લઈને બિલોરી કાચમાંથી હીરા જોયા હતા. ઉલ્લેખનીય છે કે, સુરતમાં 36મી નેશનલ ગેમ્સ ચાલી રહી છે. તે અંતર્ગત સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવા માટે પીવી સિંધુ સુરતની મુલાકાતે હતાં. PV Sindhu Badminton Player visit diamond factory in surat

ABOUT THE AUTHOR

...view details